________________
૫૯
પરિણામ કંઈ જુદું જ આવે. ઘરડાં–નબળાં પશુઓને આ દુનિયામાં ઘણા માણસે જુએ છે, પણ તેમાંના કેટલાને વૈરાગ્ય થાય છે? જ્યારે રાજા કરકંડને એક ઘરડા નબળા બળદને જોઈ વિચાર આવે કે “શું હું પણ આ રીતે વૃદ્ધ થવાને? અને મારી શક્તિએ આ રીતે ચાલી જવાની!” આ વિચાર-મંથન તેના આત્માને સ્પર્શી ગયું અને તેણે વિશાલ રાજ્યને ત્યાગ કરી શ્રમણાવસ્થાને સ્વીકાર કર્યો. - પૂજ્ય મહારાજ શ્રી યાત્રા કરી મધુવનમાં પધાર્યા, પણ ચેન પડ્યું નહિ. મનમાં એ જ વિચાર આવ્યા કર્યા કે “આ બાબતમાં શું થઈ શકે? કેમ થઈ શકે કે સહકાર કામ લાગે? વગેરે, વગેરે, આખરે કેઠીના મુનીમને બોલાવી તેની સાથે વાર્તાલાપ કર્યો. તેમાં એટલું જાણી શકાયું કે જે કુશલતાથી કામ લેવામાં આવે તે આ તીર્થના વહીવટદાર મહારાજા રાજબહાદુરસિંહજીની સંમતિ મેળવી શકાય. અને કામ આગળ વધે. આથી મનને કંઈક સમાધાન સાંપડયું; અંતરને ભાર કંઈક હળવો થશે.
[૨] કલકત્તા ચાતુર્માસ અને જીર્ણોદ્ધારનો સંકલ્પ ચાતુર્માસની સ્થિરતા એ સાધુ–સાદવીઓ માટે એક વિચારણીય પ્રશ્ન હોય છે. કારણ કે ક્ષેત્ર અનુસાર ધાર્મિક પ્રવૃત્તિ થાય છે અને તેને પિતાની સંયમસાધના તથા જનહિતની પ્રવૃત્તિ પર ભારે પ્રભાવ પડે છે. આ વર્ષનું ચાતુર્માસ ક્યાં કરવું?” તે અંગે પૂ. રંજનશ્રીજી મહારાજે પોતાના ગુરુનું સેવનામધન્ય પૂ૦ તીર્થ શ્રીજી મહારાજને પુછાવ્યું હતું, તેને ઉત્તર અહીં એ આવી ગયા કે “આ ચાતુર્માસ કલકત્તા કરવાથી મોટા લાભ થશે. પવિત્રાત્માઓની સલાહ-સૂચના હંમેશાં લાભદાયી હોય છે. તે કદી નિષ્ફળ જતી નથી. આગામી ઘટનાઓ આ વસ્તુને પુરવાર કરે છે.
મધુવનથી વિહાર કરીને પૂજ્ય મહારાજશ્રી પિતાના સકલ સાધ્વી સમુદાય સાથે કલકત્તા પધાર્યા અને સં. ૨૦૧૦ નું ચાતુર્માસ ત્યાં કર્યું. આ ચાતુર્માસ ધર્મધ્યાનની અનેરી આરાધનાને લીધઅત્યંત દીપી ઉઠયું અને પૂજ્ય મહારાજશ્રીનાં વિશદ વ્યક્તિત્વને પ્રભાવ શ્રાવક-શ્રાવિકાઓ પર ઘણે ભારે પડ્યો.
વિશેષમાં અહીં શ્રાદ્ધગુણસંપન્ન પંડિત પ્રભુદાસ બેચરદાસ પારેખ પાસેથી શ્રીસમેતશિખરજીના જીર્ણોદ્ધાર અંગે કેટલીક વસ્તુઓ જાણવા મળી અને તેમના દ્વારા તીર્થના વહીવટદાર મહારાજા બહાદુરસિંહજીને સંપર્ક સાધતાં પરિણામ સુંદર આવ્યું. તેઓ જીર્ણોદ્ધાર માટે સંમત થયા.
આ કામ નાનું ન હતું. તેમાં હજારે નહિ, પણ લાખ રૂપિયાની જરૂર પડવાની