________________
ત્યારના મુનિવર્યશ્રી ભુવનવિજયજીનું ઉપકારક સ્થાન નિરાળું જ રહ્યું. તેમનાથી માંડીને મુનિશ્રી સંતબાલજી, નાનચંદ્રજી, પં. શ્રી સુખલાલજી’ ગુરુદયાલ મલિકજી, આચાર્યશ્રી વિનેબાજી, આચાર્યશ્રી પૂર્ણાનંદસૂરી શ્વરજી, ચિનગ્મા માતા, માતાજીશ્રી ધનદેવીજી, શ્રી જે. કૃષ્ણમૂર્તિ અને યોગી શ્રી સહજાનંદ ઘનજી, ઉપકારક (ભદ્ર મુનિજી) સુધીના અનેક જૈન-જૈનેતર સંતે અને ગુરુજનેના પાવન પરિચયમાં વિવિધરૂપે આવવાનું બન્યું છે, પણ અજ્ઞાન તિમિરનાં પડળને સર્વપ્રથમ ભેદનાર આચાર્યશ્રી ભુવનરત્નસૂરીશ્વરજીનું સ્થાન પ્રથમ અને આગવા ઉપકારનું રહ્યું છે. મારા ભારત અને વિદેશના અનેક સ્થળોનાં ભ્રમણ અને અનેકવિધ જૈન સંગીત, સાહિત્ય કથાનાદિ સૃજન કાર્યોનાં નિર્વહનનિર્માણમાં પૂજ્ય આચાર્યશ્રીને ફાળે નાનસૂનો નથી. આમ છતાં તેમની નમ્રતા અને ગુણગ્રાહક અનુમોદના દષ્ટિ કેવી કે તેમણે હજુ વર્ષ પહેલાં જ એક પત્રમાં લખ્યું કે “તમારે ઝડપી આત્મવિકાસ જોઈ પ્રસન્નતા થાય છે. હેપીના મહાપુરુષની તમારા ઉપર કૃપા વરસી છે અમારા પણ તમને અંતરના આશીર્વાદ છે!”
જન્મભૂમિ અમરેલીથી માંડીને અમેરિકા સુધીની મારી અનેકવિધ યાત્રા દરમ્યાન પૂજ્ય આચાર્યશ્રીને લીબડી, અમદાવાદ, ધ્રાંગધ્રા, જુનાગઢ, રાજકેટ, મુલુંડ, મુંબઈ અને છેલ્લે મુક્તિધામ-અમદાવાદ (હજુ તો ગત જાન્યુઆરીમાં જ!) ક્યાં ક્યાં, કેટકેટલું મળવાનું અને તેમના ચરણે તત્વચિંતન–તત્વપાન કરવાનું મળ્યું અને મારા વિનમ્ર સંગીત-સાહિત્યનાં નિર્માણમાં આ સઘળા પરિણામે તેમને જે ફાળો છે, તે ભૂલી નહીં શકું. તેમના સાથેના આ સુદીર્ઘ સંપર્કો અને અનુભવોનું તે પુસ્તક ભરાય. સ્થળ સંકેચથી તેમના અનેક ઉપકારો અને અનેક ગુણેનું સ્મરણ કરતાં છેલ્લે આટલું કથીને વિરમીશ કે–
કેસરી તો ગરજીને સૌને ભયભીત કરી દે, જ્યારે પ્રભુ મહાવીરના પ્રતિનિધિ અને તેમના લાંછન પ્રતીક–શા આ કેસરીની વાણું પ્રભુની જેમ જ સૌને નિર્ભય કરી દે, શાતા પમાડી દે, રાગ-દ્વેષના
સંસારના ક્ષણિક સુખ માટે અમાલ નર-ભવ
હારી જો કેડી માટે કેહીનુર સમાન છે.