________________
મહુવા ચાતુર્માસમાં ગુરુદેવ સાથે મારાકાકા ગિરધરલાલ દુલભદાસને ખાસ યાદ લેવા જરૂરી છે. પૂજ્યશ્રીના તેઓ ખાસ રાગી તેમના વચનના “જી” કારો-જાણે ગુરુચેલા લોકે તેમને “ગણધર” કહેતા. અતિશકિત લાગે પણ ગુરુવાણી અને ગિરધરલાલ સામે આખીય સભા હર્ષોલાસિત થાય, વિસ્મિતમય રહે. તેઓશ્રીની ગુરુવાણી હૃદય પીગળાવતી, લોકેની આંખમાં પ્રસંગના અશ્વ ઊભરાઈ આવતા.
તારંગાના ડુંગર ઉપર વિહારમાં મળ્યા. જાણે “કેઈ જેગી” જોઈ 1 ઉપર આકાશ, બેઉ બાજુ વૃક્ષ, હાથમાં કંડે, તેજપૂર્ણ શરીર એક અધ્યાત્મ યોગી ચાલ્યા આવે.
તેમનું જીવન, ચરિત્ર્ય, તેમની વિશિષ્ટ ગુણશક્તિનું વર્ણન એ મારી શક્તિ બહારની વાત છે.
આત્મ ઉજમા, પરમાત્મા સદ્દગત આત્માને શાંતિ શાંતિ અપે. રીડ, ભાવનગર
મહાસુખલાલ (મહુવાવાળા)
આપના અનંત ઉપકાર નહીં ભૂલાય
પરમ પૂજ્ય ગુરુદેવશ્રી વિજયભુવનરત્નસૂરિશ્વરજી મ.સા. મારા જેવા અનેક બાળજીને છેડીને અચાનક ચાલ્યા ગયા... અમે તે નિરાધાર બની ગયા..
પ. પૂ. ગુરુદેવને બસ એક જ વાતનું લક્ષ્ય હતું, કે અમૂલ્ય એવા જૈનધર્મ પાળતા માનવજીને જૈનધર્મને મર્મ બરાબર સમજાવી વીતરાગ ચિંધ્યા માર્ગે ચાલવાની ઉંડાણથી સમજણ આપી, એ માગે બરાબર ચાલતા કરી આત્મપ્રાપ્તિ, આત્મોન્નતિ તાલાવેલી લગાડી દઉં.
પ. પૂ. ગુરુદેવશ્રીએ મારા જેવા અનેકને તેમની મધુર અને મનમાં તરત જ ઊતરી જાય તેવી વાણુથી, તેવા જ પ્રભાવશાળી વ્યાખ્યાનેથી આ કાળિકાળ ધર્મમાર્ગે ચાલતા કરી દીધા. અહો ! આવા પૂજ્ય ગુરુદેવશ્રીના અનંત ઉપકારનો બદલો કેમ કરી આપી શકીશું?
સ્ત્રીને વાંક નથી પણુ વાંક આપણું રાગદશાને છે.