________________
મૂર્તિમંત થાય છે. સંવત ૨૦૦૫માં પહેલું જ અમરેલી માટે ચાતુર્માસ હતું. અમરેલીથી પાલીતાણા છ'રી પાળ સંઘ નીકળેલ. તેમાં મારા પિતાશ્રી, મારે નાનો ભાઈ કાન્તિભાઈ તથા પુત્ર દુલેરાયને સંઘમાં જવાને લાભ મળેલ. દર રવિવારે કપાળ મહાજનના ડેલામાં જાહેર વ્યાખ્યાન આ બધુંય યાદ આવી જાય છે.
ઘણી વખત શેષકાળને લાભ મળેલ. સં. ૨૦૪૨નું ચાતુર્માસ રાજકેટના ચાતુર્માસ પછી અમરેલીને આપ્યું... આપ બે કાણુ સાથે.. તે બધું આપણે જાણીએ છીએ-જેયું છે, અનુભવ્યું છે. તે પછી ત્યાંથી ગિરનારજી છરી પાળા સંઘ તા. ૧૮-૧૨-૮૪ થી ૨૯-૧૨-૮૪ને નીકળે....આ બધા સુખભર્યા ધાર્મિક દિવસે સંતાઈ ગયા. ફરી આવા પ્રસંગે ઉજવવાની તક જતી રહી કે શું?
હે! કાળ તને આ શું સૂઝયું? અમારે દિવ્ય દિપક, તેજસ્વી સિતારે, ચારિત્રઢતાને મેરુ, ચારિત્ર્ય રખેવાળ, પ્રેરણાને પરબી, સ્પષ્ટનીડર વક્તા ભલે તે અમારી પાસેથી છીનવી લીધે પણ તેમના તરફથી અમારી ભક્તિ શ્રદ્ધા, તથા અમારા પર બિછાવેલી ધર્મચાદર જ્યાં સુધી સલામત-જીવંત છે ત્યાં સુધી ભૂંસી નાખવાની શું તારી તાકાત છે?
ગુરુદેવ! આ પ્રત્યેને શ્રદ્ધાદિવટે જ્ઞાન-તેલથી જલતો જ રહેશે. આપના અધૂરા કાર્યો પૂરા કરવા એ દરેક શિષ્ય, સંઘ, સાધુસાવી સુમુક્ષો-જૈનેતર સર્વેની ફરજ છે કે જેણે આપણુ પર અનંત ઉપકાર કર્યા તેની છે. પરમાત્મન ! અમને આફતથી ઉગારી કાર્યશકિતની પ્રેરણા આપશે.
ઉચ્ચકોટિને આપનો આત્મા મહાવિદેહી ક્ષેત્રે જન્મી સિદ્ધગતિને પામે, એ પ્રાર્થના. હિંમત રાખી લખું છું, અને હિંમત રાખવા વિનંતી પણ કરું છું. વધારે શું લખું? કલમ કંપે છે, હાથ અટકે છે, અખિ ભીની થાય છે, અને આત્મા ઈચ્છે છે કરું ગુરુદેવને, બસ, કાટિ કેટિ વંદના, ચરણાવિંદે.
મગનલાલ વનમાળીદાસ મહેતા અમરેલીવાળા c/o રૂપમ સ્ટસ મહા રાડ, ૧૪૧-ઈ કહાપુર
મમતા એ વિષવેલ છે ને સમતા એ અમૃત વેલ,