________________
સેવામાં ખડે પગે રહેતા. તબિયતના સમાચાર ચારે બાજુ ફેલાતા અમદાવાદ, મુંબઇ, ભરૂચ વગેરે અનેક ગામેથી ભાવિકો અમારે આંગણે પધાર્યા. તેઓ પૂજ્યશ્રીની આવી નરમ તબિયત જેતા ચિંતાતુર બની ગયા.
પણ આ મહાત્માની સમાધિ અલૌકિક દષ્ટાંતભૂત હતી. ડોકટરને શ્રાવકવર્ગ તેમના પ્રશંસક બની ગયા. આવી અવસ્થામાં બીજાઓ તો રાડારાડ કરી મૂકે, ત્યારે આ મહાત્મન્ તે જાણે કાંઈ બન્યું ન હોય તેમ તત્ત્વની વાત કરે ત્યારે ભલભલા આશ્ચર્યચકિત થઈ જાય. ભયાનક દર્દને સહન કરી આ મહાત્માએ જે ધીરજ, શાંતિ, સમતા અને પ્રસન્નતાના દર્શન કરાવ્યા તેની કેઈપણ નજરે જોનાર અનુમોદના કર્યા વિના રહી શકે નહિ.
ચૈત્ર સુદ ૧૩ ના દિવસે મારા ઘર પગલા કરીને અમારા કુટુંબ ઉપર જે ઉપકાર કર્યો તે કદી પણ નહીં ભૂલાય. પૂજ્યશ્રીની તબિયત થોડી સારી થતા વિદાય.... કલ્પના ન હતી કે આ મહાત્માના છેલા પુનિત પગલા હશે! છે!...
પણ જે સમયે જે બનવાનું હોય તે મિથ્યા ન જ થાય? ચે. સુ ૧૪ના બપોરે પિતાને પાર્થિવદેહ છોડીને અપૂર્વ સમાધિ સહ અમોને સૌને રડતા મૂકી વિદાય થયા.
અરે પૂજ્યશ્રી ગુરુદેવ! આપની વિદાયથી સમગ્ર સંઘમાં, સમાજમાં, શાસનમાં આપના દિવ્યગુણને ચાહતા જૈનેત્તર સમુદાય-કુટુંબમાં ન પુરાય તેવી ખોટ પડી છે.
બસ, ગુરુદેવ આપ વર્ગદ્વારેથી રડ્યા રહ્યા આપશો આશીર્વાદ, ને કારણે અમારો આત્મા પ્રભુપંથને વફાદાર રહે. જે આપના ગુણુભંડારમાંથી એકાદ ગુણ આચરવા શક્તિમાન બને. પાલેજ જૈન સંઘ
દેસાઈ ધીરજલાલ ઝવેરચંદ
છેષ પોતાનાજ શબ્દ વાપમાં રમાતા ઉચ તો
નરમ સાર્થક થઈ જાય,