________________
અવિસ્મરણીય નાગપુર ચાતુર્માસ. આપની નિશ્રાએ
પ. પૂ. આચાર્યદેવશ્રી વિજયભુવનરત્નસૂરિશ્વરજીના સ્વર્ગારોહણ સમાચાર સાંભળી અત્યંત દુઃખ થયું. પૂજ્ય શ્રી ખૂબ જ પ્રેમાળ-મૃદુભાષી હતા. નાળિયેર જેમ ઉપરથી કઠિણ ને અંદરથી અત્યંત કોમળ હતા. પૂજ્ય ગુરુદેવશ્રીની ચિરવિદાયે આ ખોટ પૂરી શકાય તેમ નથી.
પૂજ્ય ગુરુદેવશ્રીએ નાગપુરમાં બે માસા કર્યા જેમાં તેઓશ્રીએ ધર્મના અત્યંત મહત્વપૂર્ણ કાર્યો કરતા ગયા. જૈન ઉપાશ્રય ભદ્રાવતીને છ'રી પાળતે સંઘ, જેને મહિલા ભવનના ઉદ્દઘાટન સમયે પૂજ્ય સ્વ. ગુરુદેવશ્રી પધારી આશીર્વાદ આપેલ. તેમના આશીવાદે સંસ્થા ફૂલી ફાલી સેવાના કાર્યો કરે છે. પૂજ્યશ્રીને આ ઉપકાર નહીં જ ભૂલાયે!
શબ્દ રૂપ પુષ્પ પાંખડીથી સ્વ. આચાર્યશ્રીને નાગપુર જૈન સમાજ, જૈન ઉપાશ્રય, જેન મહિલા મંડળ વતી ભાવાંજલિ સહ શ્રદ્ધાંજલિ અપીએ છીએ.
. મુ. જન મહિલામંડળ નાગપુર.
વતી પદ્મા શાહ
“સૂર્ય શા તેજસ્વી, ચંદ્ર સમ સૌમ્ય”
પૂજ્યપાદ આચાર્ય શ્રીમદ્દ ભુવનરનસૂરિશ્વરજી મહારાજને શ્રદ્ધા- . જલિ આપતા શું લખવું? સામે મૂર્તિમંત થાય નામરૂપ ગુણેને અનંતભંડાર. પૂર્ણ ધર્મધુરંધર મહાપુરુષને વિશાળ પરિચય ને મહાન કાર્યો સહ શાસનપ્રભાવનાનું તેજપુંજ !!! શું લખવું? એ એક મીઠી મૂંઝવણ પેદા કરે એ સવાલ થઈ જાય ! પરંતુ.... પૂજ્યશ્રીને
ચિરકાલ માટે સર્વ જીવરાશિને મનુષ્યભવ
જળ અતિદુર્લભ છે.
૬૭