________________
Vol. XXVII, 2004 ગીતામાં નિરાકાર-સાકાર તત્ત્વ વિચાર
113 બુદ્ધિ, સદ્ગુણો, તાત્ત્વિક જ્ઞાન કે શેયની ચરમ સીમા-ગતિ, એવા પ્રકારનાં, સૃષ્ટિમાંથી મળી રહેતાં કોઈ ઉત્તમ તત્ત્વ કે પદાર્થ, તે સર્વ કાંઈ સાકાર-કૃષ્ણ-તત્ત્વના તેજના માત્ર અંશ-રૂપ જ છે (૧૦:૪૨), એવા વિશિષ્ટ જ્ઞાનનું વિજ્ઞાનનું અહીં (ગીતા-૭-૧૨ અધ્યાયોમાં) દર્શન કરાવ્યું છે, જેમ કે :
હે કૌન્તય, હું જળતત્ત્વમાં રસ (પ્રવાહી ગુણ) છું; સૂર્ય-ચંદ્રની પ્રભા (પ્રકાશ) છું, સર્વે વેદોમાં પ્રણવ (કાર) છું, આકાશતત્ત્વમાં શબ્દ (ગુણ) છું. પવિત્ર જાણવા-લાયક (નપું? વસ્તુ?) ૩ૐકાર (“3” એવું “ઓમ” બોલાતા શબ્દનું ચિહ્ન), તથા ઋક્, સામ અને યજુઃ પણ હું છું.” (૯:૧૭). “મહર્ષિઓમાં હું ભૃગુ છું, વાણી (બ.વ.)માં હું “એક-અક્ષર” (ઓમ્ ?) છું, યજ્ઞોમાં હું જપ-યજ્ઞ છું. અને સ્થાવર (સ્થૂલ) પદાર્થોમાં હું હિમાલય છું.” (૧૦:૨૫).
હે પાર્થ, વિવિધ પ્રકારનાં, દિવ્ય (અલૌકિક, દેવી), વિવિધ વર્ણ (રંગ) અને આકારવાળાં
મારાં સેંકડો-ગણાં અને હજાર-ગણાં (=લાખો-ગણાં ?) (સ્વ)રૂપો, તું જો .” (૧૧ઃ૫). (c) વિભાગ ૨, ગીતા અધ્યાય ૭-૧૨ના સાકાર-કૃષ્ણ-તત્ત્વના જ્ઞાન-વિજ્ઞાનના શ્લોકો ટેબલ
રમાં દર્શાવ્યા છે. સમગ્ર ગીતામાં આવા કુલ ૨૦૯ (૨૯.૯%) શ્લોકો છે. ગીતા અધ્યાય ૭-૧૨માં, સાકાર-કૃષ્ણ-તત્ત્વના જ્ઞાન-વિષયક કુલ ૧૧૬ (અર્જુન મુખે ૫ + ૧૧૧ = ૧૧૬ = ૫૫.૫%) શ્લોકો અને સાકાર-કૃષ્ણ-તત્ત્વના વિજ્ઞાન-વિષયક કુલ ૯૩ (સંજય મુખે ૮ + અર્જુન મુખે ૩૮ + કૃષ્ણ મુખે ૪૭ = ૯૩ = ૪૪.૫%) શ્લોકો મળે છે. વિજ્ઞાન-શબ્દ ગીતામાં જ્ઞાન-શબ્દ સાથે પાંચ વાર પ્રયોજાયો છે. તેમાં ત્રણ વાર (ગીતા ૩:૪૧. તા-વિજ્ઞાન-નાશન, ગીતા. ૬:૮ જ્ઞાન-વિજ્ઞાન-તૃતાત્મા અને ગીતા. ૧૮:૪૨: જ્ઞાનવિજ્ઞાન, વૃદ્ધર્મ તરીકે) વપરાયો છે. તે વિજ્ઞાન શું છે, તેની સ્પષ્ટતા અહીં થઈ નથી, થઈ શકતી નથી). ગીતા પરનાં લગભગ બધાં ભાષ્યો અહીં વિજ્ઞાન-શબ્દ, “અનુભવ, સ્વાનુભવ” વગેરે અર્થમાં લે છે. પરંતુ, ગીતા ૭:૨માં અને ૯:૧માં જ્ઞાન-વિજ્ઞાન શબ્દો
કૃષ્ણના મુખે લગભગ સમાન ભાવાર્થમાં મળી આવે છે; જેમ કે ૭:૨- જ્ઞાનં તે શું વિજ્ઞાનવુિં વક્ષ્યામિ------ જ્ઞાત્વી------ ૯:૧- રૂટું તુ તે મુદ્દાત પ્રવક્ષ્યામિ------જ્ઞાન વિજ્ઞાન-દિત યજ્ઞાત્વી
તે ઉપરાંત, ગીતામાં આ બંને સ્થળે સાકાર-કૃષ્ણ-તત્ત્વના જ્ઞાનના વિચારોની સાથે સાથે ગીતા ૭:૩ થી સાકાર-કૃષ્ણ-તત્ત્વના વિજ્ઞાનના વિચારોનો પ્રારંભ થયો છે. (જુઓ એકમ ૨). તેમાં ખાસ વિજ્ઞાનના ૮-૧૧ શ્લોકો મળે છે. સાતમા અધ્યાયના અંતે બ્રહ્મ, કર્મ અને અધ્યાત્મ (૨૯) તથા અધિદૈવ, અધિયજ્ઞ, વગેરે (૩૦) તત્ત્વો વિશે અર્જુનને જીજ્ઞાસા થતાં (૮:૧-૨) આઠમા અધ્યાયમાં (૩-૨૮) સાકાર-કૃષ્ણ-તત્ત્વના જ્ઞાન-પરક વિચારો વણી લીધા છે. (જુઓ આગળ એકમોઃ ૨-૪), આથી સાતમા અધ્યાયના ૮-૧૧ શ્લોકોમાં શરૂ થયેલા વિજ્ઞાન-પરક વિચારોને, ત્યાર પછી કે આઠમા અધ્યાયમાં અવકાશ મળી શક્યો નથી.