________________
બંસીધર ભટ્ટ
તત્ત્વ) અવ્યક્ત છે, તે, સર્વે ભૂતો નાશ પામતાં, નાશ પામતો નથી (૨૦). અવ્યક્ત અક્ષર—એમ કહ્યું છે તેને ઊંચા પ્રકારની ગતિ તરીકે જણાવે છે; જેને (અક્ષરને) મેળવી (લોકો જગતમાં) પાછા ફરતા નથી તે મારું ઊંચા પ્રકારનું ધામ છે (૨૧). તે ઊંચા પ્રકારનો પુરુષ અનન્ય ભક્તિથી મેળવી શકાય છે; ભૂતો જેની અંદર રહ્યાં છે. અને જેણે આ સર્વનો (જગતનો) વિસ્તાર કર્યો છે (૨૨)]
136
SAMBODHI
સર્વ ભૂતો સૃષ્ટિનો ક્ષય થતાં કૃષ્ણ—ચેતનની પ્રકૃતિમાં પ્રવેશે છે અને સૃષ્ટિની ઉત્પત્તિમાં કૃષ્ણ—ચેતન તે ભૂતોને ફરીથી ઉત્પન્ન કરે છે; તેવા ગીતા ૯.૭ના (સર્વભૂતાનિ...પ્રકૃતિ યાન્તિ મામિામ્ । ત્ત્વક્ષય, પુનસ્તાનિ પાવો વિટ્ટામ્યહમ્ ॥) વિચારો સાકાર-કૃષ્ણ-રૂપ ચેતન-તત્ત્વ વિશે હોવા છતાં કાંઈક મૌલિક રીતે તેમને ગીતા ૮:૧૮-૧૯ સાથે સરખાવી શકાય. ગીતા ૮:૨૧ સિવાય ગીતાના આ એકમના (૮:૧૮-૨૨) બધા શ્લોકોમાં નિરાકાર અવ્યક્ત ચેતન અને અવ્યક્ત-પ્રકૃતિનું વર્ણન મુખ્ય તરી આવે છે.
(b) ગીતા ૮:૨૦ બે પ્રકારનાં અવ્યત્ત જણાવે છે; એક અવ્યમાંથી સર્વભૂતો જન્મે છે ને લય પામે છે (૧૮-૧૯), જ્યારે બીજા પ્રકારનું અન્ય ઊંચું સનાતન, અવિનાશી ચેતન છે. (૨૦). આ જ ચેતન અવ્યહ્ર, અક્ષર કહેવાય છે. તે પ્રાપ્ત કરીને કોઈ જીવનું જગતમાં પુનરાવર્તન થતું નથી. તે પરમ ગતિ, કૃષ્ણ-તત્ત્વનું પરમ ધામ ગણાય છે. (૨૧)
આ અક્ષરને, ઊંચા પ્રકારના (પ) પુરુષ તત્ત્વને અનન્ય ભક્તિથી પ્રાપ્ત કરી શકાય છે. તે પુરુષના “અંતઃ”માં સર્વે ભૂતો સમાયેલાં રહે છે; અને તે પુરુષથી આ આખું જગત વિસ્તાર પામ્યું છે. આ વિચારો મુંડક ઉપ. સાથે સરખાવી શકાય, જેમ કે -----અક્ષરમાંથી વિવિધ (સમાન (ચેતનવંત)=જીવો) ઉત્પન્ન થાય છે અને તેમાં જ લય પામે છે (--- અક્ષરાદ્વિવિધા:-----પ્રજ્ઞાયન્તે તત્ર વૈવાયિન્તિ ! ૨.૧.૧) જેમ કે ગીતા ૮:૧૮-૧૯; ઉપરાંત, તે બાહ્ય અને આંતર રહેલો પુરુષ અજ છે. અને અક્ષરથી ઊંચે સ્થાને રહ્યો છે (-----પુરુષ= ૬ બાહ્યામ્યન્તરો હ્યુગઃ । અક્ષરાત્પરત: પરઃ ॥ ૨-૧.૨); જેમ કે ગીતા ૮:૨૦,૨૨. વળી કઠ ઉપ. પણ (અવ્યાનું_પર: પુરુષ:૬:૮). ગીતા ૮-૨૦,૨૨ જેવા જ વિચારો વ્યક્ત કરે છે.
----
(c) શરૂઆતમાં અર્જુને પૂછેલા સાત પ્રશ્નોના જવાબરૂપે ગીતાના આઠમા અધ્યાયનો પ્રારંભ થયો છે. તેના છ પ્રશ્નોના જવાબ ૮:૩-૪માં સમાઈ જાય છે; જ્યારે તેના સાતમા પ્રશ્નના જવાબ રૂપે ૫-૧૫ શ્લોકોની રચનામાં, સાકાર-કૃષ્ણ-રૂપ-ચેતન-તત્ત્વને લોકો મૃત્યુ સમયે કેવી રીતે જાણી શકે કે પ્રાપ્ત થઈ શકે તેનો વિસ્તાર છે. આમ અધ્યાય ૮ અહીં પૂરો થવો જોઈએ. પણ, ૧૫મા શ્લોકનો વિષય ૧૬મા શ્લોકમાં પુનરાવર્તન પામ્યો છે; અને તેના આધારે બ્રહ્માનાં દિવસ-રાત્રી, ઉત્તરાયણ-દક્ષિણાયન ગતિઓ અને કયા અયનમાંથી યોગીઓની ગતિ-આગતિ થાય છે તેના વિસ્તારવાળા શ્લોકોનો વિષય પ્રસ્તુત એકમ ૪ના શ્લોકો (૧૮-૨૨)માં આવતી બે અન્યત્તની (એક અવ્યહ્ર=પ્રવૃત્તિ અને બીજું