________________
158
વિભૂતિ વિ. ભટ્ટ
SAMBODHI
સોમેશ્વરે પ્રશંસા કરી તેથી તેને મંત્રીએ ૧૦ હજાર દ્રમ્મ આપીને કદર કરી.
વામનસ્થલીના સોમાદિત્ય ઉપરાંત માધવ કવિએ “સરસ્વતી સંગતકાંતમૂર્તિ જ્ઞો કહ્યો. તેને પણ ૪૦ દ્રમ્મ આપ્યા. આ ઉપરાંત નરચંદ્ર અને નરેન્દ્રપ્રભસૂરિ પણ મંત્રીની સભામાં હતા. તેમણે પણ વસ્તુપાલના પ્રશસ્તિશ્લોકોની રચના કરી છે. તે પણ સચવાયા અને પ્રસિદ્ધ થયેલા છે.
એક વાર તદ્મન (થામણા)ના શ્રી પાર્શ્વનાથને નમવાને વસ્તુપાલ-તેજપાલ સંઘ લઈને આવ્યા. સંઘના આગ્રહથી મલ્લવાદી અધ્યક્ષને બોલાવ્યા. અધ્યક્ષે સમસ્યા જેવો શ્લોક મંત્રીને કહ્યો. તે મંત્રીને શૃંગારભર્યો લાગ્યો... એ પછી ૮મી રાત્રિએ કવિઓની સભામાં વિવિધ શ્લોકો કવિઓએ રજૂ કર્યા (પ્ર. મો.). એ બધાને મંત્રીએ ૧૦ હજાર આપ્યા. એ શ્લોકો પૈકી જયસિંહસૂરિકૃત વસ્તુપાતતેનપાતપ્રત, શ્લો. નં ૭૬; . વો. શ્લોક નં ૨૭૩, પૃ. ૧૧૦, એ પછીનો શ્લોક નં. ૨૭૪-૨૭૫
કોઈક કવિએ” નહિ પણ સોમેશ્વરે ઉચ્ચાર્યા હોવાનું સ્પષ્ટ છે, કેમ કે તે “વસ્તુપાલચરિત' અને નરનારાયગાનન્દ્ર માં (પૃ. ૭૩) પણ ઉલિખિત છે. - પુ.પ્ર.સ.માં વસ્તુપાતપ્રવધૂ પૂરો થતાં પહેલા તેમના મૃત્યુ પછીના શ્લોકો પૈકી પહેલા ૮ શ્લોક (૨૧૨-૨૨૯) પૃ. ૭૧ ૫. યશોવર કે જે જાલોરનો મંત્રી ઉપરાંત સ્થાપત્યકલાનો પણ જાણકાર હતો, મંત્રી સાથે યાત્રાએ પણ જતો. તેણે એ શ્લોકો રચ્યા છે. તેની પ્રશંસા સોમેશ્વરે કીકી.ની “કવિવંદના'માં કરી છે. એ પછીના ૮-૨૪ (નં. ૨૩૦-૨૬૬) શ્લોક સોમેશ્વરદેવે રચેલા છે. - કવિ હરિહર અને પં. સોમેશ્વરની વચ્ચે વૈમનસ્ય પછી મૈત્રીનો પ્રસંગ જૈન પ્રબંધોમાં પ્રસિદ્ધ છે. (પ્ર. કો. ‘રિટરપ્રવધૂ', પૃ. ૧૬-૬૩).
શ્રી હર્ષ (ઈ. સ. ૧૧૭૪ની આસપાસ)નો વંશજ હરિહર કવિ ગૌડ (બંગાળ) દેશનો સિદ્ધસારસ્વત હતો. તે ગુર્જર ભૂમિ પર આવ્યો ત્યારે તેની સાથે બસો ઘોડા, ૫૦૦ માણસો, ૫૦ હાથીઓ અને ખૂબ અન્ન, જે તેને દાનમાં મળેલું હતું તે સાથે લાવ્યો હતો. ધોળકા ગામની ભાગોળે તે આવી પહોંચ્યો, પછી તેણે એક હાજર જવાબી વાપટુ બટુ શિષ્યને ત્રણ શ્લોકો આપીને રાણક વીરલની સભામાં મોકલ્યો. તેણે રાણકને તેનો શ્લોક તથા શ્રી વસ્તુપાલને તેનો શ્લોક આશીર્વાદપૂર્વક હરિહરે મોકલેલા તે સંભળાવ્યા તેથી બંને ખુશી થયા. પછી વસ્તુપાલ તે બટુને લઈને ૫. સોમેશ્વર સમક્ષ આવ્યો અને બટુએ હરિહરનો શ્લોક સંભળાવ્યો. તેથી કદાચ અંજાઈ જઈને કે ઈર્ષ્યા કે માત્સર્યથી સોમેશ્વરે નિસાસો નાખ્યો, અને નીચે જોયું. બટું ક્યારે જતો રહ્યો એનો ખ્યાલ ન રહ્યો. વિરધવલ અને મંત્રી હરિહરના શ્લોકોથી તેના ગુણોની ચર્ચા કરીને આનંદિત થયા અને બીજે દિવસે “ખાસ સભા ભરીને ખૂબ માન-દાન આપીને સત્કાર કરીએ.” એમ મંત્રીએ કહ્યું. “બરાબર છે” રાણકે કહ્યું. બટુ ઉઠીને હરિહરની પાસે ગયો અને રાણક મંત્રીની સજ્જનતા અને સોમેશ્વરના દુર્માનસનું વર્ણન કર્યું. તેથી હરિહર સોમેશ્વર પ્રત્યે ગુસ્સે થયો. સવાર પડી. રાણક મંત્રી ચાર વર્ણો અને વિદ્વાનોની સમક્ષ બધા ઉપસ્થિત થયા. હરિહર મળ્યો. તેણે વીરધવલ પ્રત્યે કહ્યું :