________________
161
vol. XXVII, 2004
કવિ મંત્રી વસ્તુપાલ અને તેના સમકાલીન કવિઓ પુસ્તિકા લીધી. મંત્રીએ કહ્યું “અમારા ભંડારમાં મોટે ભાગે આ શાસ્ત્ર છે, એવું અમને યાદ છે. ભંડાર જુઓ' તરત જ નવીન પ્રત ખેંચી-હાજર કરી. જેવી છોડી-પુસ્તક ઉઘાડ્યું-કે નિપય ક્ષિતિરક્ષણ:
થા......થી “નૈષધ'નો આરંભ જોઈને પંડિત હરિહરે કહ્યું “મંત્રી ! આ તારાં જ કરતૂત છે. આવી બુદ્ધિ, આવાં કાર્ય બીજાનાં ન હોય.” “વીદશેષ કાર્યેષુ નીચસ્થ મતે મતિઃ”
હરીફપક્ષને તમે યોગ્ય દંડ કર્યો. જૈન-વૈષ્ણવ-શૈવ શાસનોની સ્થાપના કરી, તે રાજાના વંશને યોગ્ય થયું... તે પછી વરધવલ “સપોરીવાર્ચનવર્ષ” બિરુદથી પ્રખ્યાત થયો.
ગૌડ પંડિત હરિહર ગુજરાતમાં આવીને રહ્યો એટલું જ નહિ, સોમેશ્વરનો દ્વેષ છતાં રાજસભામાં આદર પામ્યો. પછી તો તે બંને વચ્ચે સારો મેળ જામ્યો હતો. તેથી તો સોમેશ્વરે કીર્તિકૌમુદીમાં હરિહરની પ્રશંસા કરી છે
स्ववाक्पाकेन यो वाचां पाके शास्त्यपरान् कवीन् ।
શું રિહરઃ સોડમૂત્ વીનાં શાસનમ્ II કી. કૌ. સ. ૧, ગ્લો. ૨૫; પ્ર. કો. પૃ. ૫૮
હરિહર કવિના રચેલા ૨૦ શ્લોકો અર્જુનદેવના કાંટેલાના શિલાલેખમાં કોતરાયેલા જોવા મળે છે. તેમાં મંત્રી ઉદયથી સામંતસિંહ સુધીની પરંપરાની પ્રશસ્તિ છે. (ગુ. ઐ. લે. ભાગ ૩, પૃ. ૨૦૬
હરિહરનું કવિ તરીકે એ સમયે વિશિષ્ટ સ્થાન હોવું જોઈએ. તેથી પ્રબંધકોશમાં સ્વતંત્રપ્રબંધ શ્રી રત્નશેખરે આપ્યો છે. ગુજરાતમાં નૈષધચરિત વસ્તુપાલે એટલું પ્રચલિત કર્યું કે તેના પરની “સંકેત"૩ ટીકાની રચના થઈ કે જેથી તે મહાકાવ્ય સરલ બની શકે. ૩એ આ હરિહર મોક્ષાર્ક (મોક્ષાદિત્ય)નો પુત્ર હોવા સંભવ છે, જેણે “ભીમવિક્રમવ્યાયોગ' રચ્યું છે. તેના પુત્ર હરિહરે “પાર્થપરમવ્યાયા' ની રચના કરી છે (ગુ.ઐ. લે. ભા. ૩, લેખન ૨૧૬ અ તથા તેની પાદટીપો, પૃ. ૨૦૪-૫ )
આ પ્રસંગ બની ગયા પછી કેટલોક સમય પસાર થઈ ગયો. તેનો વસવસો હરિહરના મનમાં રહી ગયેલો અને એ કીર્તિકલંકની પીડા સોમેશ્વરના હૃદયમાં રહી ગયેલી ખરી. તેથી જ કદાચ સોમેશ્વરે ધોળકા છોડીને સોમનાથ થોડો વખત રહેવા જવાનું પસંદ કર્યું હશે. એ અંગેનો પ્રસંગ પ્રબંધમાં આ રીતે નોંધાયો છે
એક વાર હરિહર દેવપટ્ટણમાં સોમેશ્વરને મળવા ગયો. હરિહરને જોઈને સોમેશ્વરે આ પ્રમાણે
'क्व यातु क्वा यातु क्व दातु समं केन पठतु । क्व काप्यन्यव्याज रचयतु सदः कस्य विशतु ॥ खलव्यालग्रस्ते जगति न गति: क्वापि कृतिनामिति ज्ञात्वा तत्त्वं हर ! हर ! विमूढो हरिहरः ॥११॥