________________
160
વિભૂતિ વિ. ભટ્ટ
SAMBODHI
હવે સોમેશ્વરે વસ્તુપાલને ઘેર જઈને કહ્યું- હે મંત્રી ! એ શ્લોકો તો મારા જ છે, બીજાના રચેલા નથી. મારી કવિત્વશક્તિ તો તું જાણે છે. હરિહરે એ રીતે મને વગોવ્યો છે. હવે હું શું કરું?' મંત્રીએ કહ્યું, ‘તેના જ શરણે જા.” કેમકે
भजते विदेशमधिकेन जितस्तदनु प्रवेशमथवा कुशलैः ।
मुखमिन्दुरुज्ज्वलकपोलमितः प्रतिभाच्छलेन सुतनोरविशत् ॥ એ ન્યાયે પંડિતે કહ્યું-“તો તેને ત્યાં મને લઈ જા.” મંત્રીએ એ પ્રમાણે કર્યું. પંડિત સોમેશ્વરને બહાર બેસાડીને મંત્રી જાતે હરિહરની પાસે ગયો, અને કહ્યું-“પંડિત સોમેશ્વરદેવ તારી પાસે વિનંતી કરવા માટે આવ્યો છે.” હરિહર હસ્યો. પોતાની પાસે બોલાવ્યો. તેને ઊભો કરીને ભેટીને મોટા આસન વગેરેથી સત્કાર કર્યો. સોમશ્વરે કહ્યું-“પંડિત ! પારકા કાવ્યની ચોરીના કલંકરૂપી કાદવમાંથી મને ઉગારો.' જેમકે
आगतस्य निजगेहमप्यरेौरवं विदधते महाधियः ॥
मममात्मसदनं समेयुषो गीष्पतिळधित तुङ्गतां कवेः ॥८॥१२ હરિહરે સંતુષ્ટ થઈને કહ્યું- “આપ ચિંતા ન કરશો. તમને ફરીથી ગૌરવ-માન અપાવીશ.” મંત્રી અને સોમેશ્વર પોતપોતાને ઘેર ગયા. બીજે દિવસે પ્રાતઃકાળે રાણકની સભા ભરાઈ. તેમાં સોમેશ્વરને બોલાવડાવ્યો. સભાની શરૂઆત થઈ. હરિહરે કહ્યું, “સરસ્વતી દેવીનો જય થાવ, જેમની કૃપાથી મને કવિત્વશક્તિ પ્રાપ્ત થઈ.' શ્રી વસ્તુપાલે પૂછ્યું, “શું કહો છો ?' હરિહરે કાવેરીતટ પર સારસ્વત મંત્ર સિદ્ધ કરીને પોતે ૧૦૮ શ્લોકો, પદ, કોઈક વસ્તુ, છપદી કાવ્યો-યાદ રાખી શકવાનું વરદાન પ્રાપ્ત કર્યું હોવાથી સોમેશ્વરે જે ૧૦૮ શ્લોકો કહેલા, તે બરાબર એ સમયે સાંભળીને ફરીથી તે પોતે સભામાં બોલી ગયેલો.' હરિહરનાં આવાં વચનોથી સભાના લોકોનાં મન શાંત થયાં. રાણકે કહ્યું-“તો પંડિત ! સોમેશ્વરને આવો કલંકિત તમે કેમ કર્યો ?' હરિહરે મોટેથી જણાવ્યું, “દેવ! રાણેન્દ્ર ! સોમેશ્વર પંડિતે મારી અવજ્ઞા કરેલી. તે મનમાં મને ખૂંચી હતી. તેનું ફળ મેં તેને આપ્યું. જેમકે
प्रियं वा विप्रियं वापि सविशेषं परार्पितात् ।
प्रत्यर्पयन्ति ये नैव तेभ्यः साप्युर्वरा वरा ॥९॥ રાણકે કહ્યું- તેથી એમ બન્યું. એ પછી એ બંને સરસ્વતીપુત્રો વચ્ચે પરસ્પર પ્રેમ થયો. બંને ભેટ્યા. સોમેશ્વર નિષ્કલંક થયો. હંમેશાં મધુર વાર્તાલાપ થતા. એકવાર હરિહરે “નૈષધકાવ્યમાંથી કેટલાક શ્લોકો પ્રસંગને અનુરૂપ કહ્યા. શ્રી વસ્તુપાલે એનાથી પ્રસન્ન થઈને કહ્યું-“અરે ! આ કાવ્યો તો પહેલાં સાંભળ્યાં નથી.” “પંડિત ! કયો ગ્રંથ છે ?' મંત્રીએ પૂછ્યું. પંડિતે કહ્યું-“નૈષધકાવ્ય'. ‘તેનો કવિ કોણ?” “શ્રી હર્ષ.” વસ્તુપાલે કહ્યું-“તો મને તેની નકલ=આદર્શ બતાવો.” પંડિતે કહ્યું-“આ ગ્રંથ બીજે ક્યાંય નથી. ચોથા પ્રહરમાં એ પુસ્તિકા આપીશ.” હરિહરે એ નાનું પુસ્તક આપ્યું. મંત્રીએ રાત્રે જલદી લખનારા લહિયાઓ દ્વારા નવીન પુસ્તિકા લખાવીને તૈયાર કરાવી. જીર્ણ દોરીથી બાંધી કપડામાં મૂકીને, ધૂળવાળી કરીને રાખી મૂકી. સવારે પુસ્તિકા પંડિતને આપી. “આ તમારું પોતાનું નૈષધ લો.” પંડિત