________________
Vol. XXVII, 2004
કવિ મંત્રી વસ્તુપાલ અને તેના સમકાલીન કવિઓ
163
સાંનિધ્યને લીધે “ઘાત' અને “ઈમારત'ની રચના કરી. એ પછી સોમેશ્વરદેવે વીસલદેવને વિનંતી કરી, રાજન્ ! કર્તા તો આ જ કવિ છે, પરંતુ રાજાએ ગ્રંથનો વૃત્તાંત જણાવવાનું કહ્યું ત્યારે ગ્રંથ જોવાના હેતુથી તેની પૂજા કરી.
એકવાર વસ્તુપાલની “ઘટસર્પની દિવ્ય-કસોટી થયેલી. તેની કવિ-મિત્ર સોમેશ્વરે કેવી રીતે પાછી કઢાવેલી તે જોઈએ.
રાજા વિસલદેવે પહેલાના સ્નેહને લીધે વડનગરના બ્રાહ્મણ નાગડને પ્રધાન બનાવ્યો. મંત્રી વસ્તુપાલે તો પહેલાં તેને નાનું આવકખાતું જ સોંપ્યું હતું. પરંતુ હવે તો એ રાજાનો સમરાક નામનો અંગરક્ષક હતો.તે સ્વભાવે નીચ હતો. હવે તક મળતાં તેણે ઉપરાજ રાણક વીસલદેવને કહ્યું, “દેવ ! આ બંને (વસ્તુ. તેજ.)ની પાસે અઢળક ધન છે તે માગી લો.” રાજાએ પણ એ બંનેને બોલાવીને કહ્યું“ધન આપો”. બંનેએ જવાબ આપ્યો. “શત્રુંજયાદિ તીર્થોમાં અમારું ધન વપરાઈ ગયું છે તેથી અમારી પાસે નથી.” રાજાએ કહ્યું તેની ખાતરી કરાવવા કસોટી આપો.” મંત્રીઓએ કહ્યું, “આપને ઠીક પડે તે કસોટી ફરમાવો.” રાજાએ “ઘટસર્પ” આગળ ધર્યો. લવણપ્રસાદે એવું અયોગ્ય કાર્ય ન કરવા વિસલદેવને જણાવ્યું. (તે વખતે તે જીવતો હતો, પરંતુ વૃદ્ધ-નિવૃત્ત હશે.) પરંતુ નવો બનેલો રાણક અભિમાની થઈ જવાથી તેણે તેનું સૂચન સાંભળ્યું નહિ. તે વખતે હાજર રહેલા સોમેશ્વરે વિસલદેવને એક શ્લોક કહ્યો
मासान्मांसलपाटलापरिमलव्यालोलरोलम्बतः प्राप्य प्रौढिमिमां समीर ! महतीं हन्त त्वया किं कृतम् ? सूर्यचन्द्रमसौ निरस्ततमसौ दूरं तिरस्कृत्य यत्
पादस्पर्शसहं विहायसि रज:स्थाने तयोः स्थापितम् ॥९३॥ प्र. को. पृ. १२५ વિવિધ તીર્થકલ્પ (પૃ. ૮૦)માં આ પ્રસંગે ઉપરોક્ત શ્લોક પછી સોમેશ્વરે ઉમેર્યુંतयोः पुरुषरत्नयोवृतशेषमादितः उत्पत्तिस्वरूपं च लोकप्रसिद्धित एव अवगन्तव्यम् ॥१७ રાણકે એ દિવ્ય પાછું લીધું.
સોમેશ્વરની કવિતામાં પણ તેના વ્યક્તિત્વ જેટલું જ બળ અને પ્રભાવ અહીં જોવા મળે છે. કવિમિત્ર વસ્તુપાલ-તેજપાલનું સન્માન જળવાય તેથી તેમની જીવલેણ કસોટીમાંથી ઉગારી લેવાનો સોમેશ્વરનો આ સફળ પ્રયાસ કહેવાય.
વીસલદેવના સમયના એક બીજા પ્રસંગમાં પણ સોમેશ્વરે વસ્તુપાલ પર આવી પડેલી મૃત્યુદંડ જેવી આકરી સજામાંથી કેવી રીતે ઉગાર્યો તે જોઈએ. કોઈ એક વખતે જ્યારે વસ્તુપાલમંત્રી ધોળકામાં રહેતો હતો ત્યારે વસ્તુપાલના ગુરુની પૌષધશાળાના ઉપલા મેડા(ની બહારી-જે રાજમાર્ગ પર પડતી હશે-)ની બારીમાંથી કોઈ ક્ષુલ્લક = હલકા નોકરે-નીચે કચરો ફેંક્યો. તે સમયે રથમાં બેસીને રાણક વીસલદેવના સિંહ નામના મામા એ માર્ગ પરથી પસાર થતા હતા. તેના પર એ કચરો પડ્યો. તેથી એ ગુસ્સે થયો. તેથી તેણે વચ્ચે આવીને ધમકીપૂર્વક તર્જની આંગળીથી તેને ઠપકો આપતાં કહ્યું