________________
171
vol. XXVII, 2004 હેમચંદ્ર ઃ કાવ્યોતચિતન-જૈનદાર્શનિક્તા અને અલંકારશાસ્ત્રીય પરંપરા ઝાંખી થાય તેવું કાવ્યનું ભાવસ્વરૂપ-ભાવમયસ્વરૂપ અભિપ્રેત છે, જ્યારે હેમચંદ્ર અપૂર્વ વિષય તથા શૈલીવંતા વર્ણનના સાક્ષાત્ નિર્માણને મહત્ત્વ આપે છે. આમ હેમચંદ્ર મૂર્ત, કાવ્યકૃતિરૂપે થતાં પરિણમનને લક્ષ્ય કરે છે. વળી રાજશેખરે શબ્દથી માર્ગાદિ સુધીના ઘટકોના અવતરણને દર્શાવ્યું છે. જયારે હેમચંદ્ર આ બધાં જ કાવ્યતત્ત્વોને કેવળ નવનવોલ્ટેરવ શબ્દ દ્વારા જ આવરી લે છે. એટલું જ નહીં આ તત્ત્વોના પ્રતિભાસનથી જ ન અટકતા એના મૂર્ત ઉલ્લેખન સુધી વિસ્તરે છે. કાવ્યવ્યાપારના કાવ્યકૃતિરૂપે થતી પરિણતિ સુધી હેમચંદ્ર પ્રતિભાના કાર્યને વિસ્તાર છે.
9:
હેમચંદ્ર પ્રતિભાના સહજા અને ઔપાલિકી એમ બે પ્રકારો માને છે. સહજ અને બાહ્યોપાધિનિમિત્તે એમ કર્મપુદ્ગલના ક્ષય-ઉપશમને કેન્દ્રમાં રાખી આ વર્ગીકરણ થયું છે. રુદ્રટે પણ જન્મજાત અને વ્યુત્પત્તિજન્ય-એમ બે પ્રતિભાના સહજ અને ઉત્પાદ્યા પ્રકારો માન્યા છે. રાજશેખર પ્રતિભાના જન્મજાત, અભ્યાસજન્ય અને મંત્રાદિજન્ય એમ સહજા, આહાર્યા તથા ઔપદેશિકી એવા ત્રણ પ્રકારો માને છે. દેખીતું છે કે, હેમચંદ્ર રાજશેખરમાંથી સહજ અને ઔષાધિકી પ્રતિભા-ભેદોનું સૂચન મેળવે છે. જો કે નિમિત્તની ઔપાલિક્તા-અનૌપાધિકર્તાનો જૂદો જ માપદંડ હેમચંદ્ર પસંદ કર્યો છે. એટલું જ નહીં પ્રતિભાના આવિર્ભાવની પ્રક્રિયા તેમણે પુરોગામી આચાર્યોથી જૂદા પડી જૈનદર્શનાનુસાર કલ્પી છે. આમ હેમચંદ્ર રુદ્રટ અને રાજશેખરના પ્રતિભાવર્ગીકરણનું શોધન તથા પુનર્ઘટન કર્યું છે. એટલું જ નહીં જૈનદાર્શનિક્તા યોજી મૌલિક્તા પ્રકટાવી છે.
હેમચંદ્ર સહજા પ્રતિભા આ રીતે સમજાવે છે : सावरणक्षयोपशममात्रात् सहजा ।
सवितुरिव प्रकाशस्वभावस्यात्मनोऽभ्रपटलमिव ज्ञानावरणीयाद्यावरणम्, तस्योदितस्य क्षयेऽनुदितस्योपशमे च यः प्रकाशाविभावः सा सहजा प्रतिभा । मात्रग्रहणं मन्त्रादिकारणनिषेधार्थम् । सहजप्रतिभाबलाध्धि Tળમૃત: સો દાતશામાસૂત્રયન્તી મ I (કા. શા. /ધ વૃત્તિ પૃ. ૬)
આવરણીય કર્મપુદ્ગલ પૈકી ભૂતકાલીન કર્મોના ક્ષય અને ભાવિ કર્મોના ઉપશમન-નિરોધઅટકાવ-માત્રથી આવિર્ભાવ પામે તે સહજા પ્રતિભા. '
સૂર્યની માફક પ્રકાશરૂપ સ્વભાવવાન આત્માનું વાદળની માફક જ્ઞાનાવરણીય આદિ કર્મપુદ્ગલોનું આવરણ હોય છે. તે આત્માની ભૂતકાલીન કર્મવર્ગણાનો ક્ષય થાય અને ભાવિ કર્મવર્ગણાનો નિરોધ-ઉપશમ થાય ત્યારે જે પ્રકાશનો આર્વિભાવ થાય તે સહજા પ્રતિભા. સૂત્રમાં માત્ર શબ્દ મંત્રાદિ કારણોનો નિષેધ સૂચવે છે. સહજ પ્રતિભાના બળે જ ગણધરોએ સદ્ય દ્વાદશાંગ સૂત્રિત કર્યા હતાં.
જૈનદર્શન અનુસાર આવરણ અને ક્ષય-ઉપશમની પ્રક્રિયા આ રીતે ઘટે છે : જીવનું લક્ષણ જૈનદર્શન આ પ્રમાણે આપે છે. ચૈત્યસ્વરૂપ: પરમિ, કર્તા, સાક્ષાત્ શો', સ્વપરિમાન, પ્રતિક્ષેત્રે