________________
Vol. XXVII, 2004
દ્વાદશાનુપ્રેક્ષા
189
બનાવવા માટે નહીં. અંતમાં, એક નાની વાત. મહાભારતનો એક પ્રસંગ-યક્ષ પ્રશ્ન, વિચારવા યોગ્ય છે. યક્ષ ધર્મરાજા યુધિષ્ઠિરને પ્રશ્ન પૂછે છે - “આ પૃથ્વી પર સૌથી મોટું આશ્ચર્ય કયું ?' યુધિષ્ઠિર તેનો ઉત્તર આપતાં કહે છે કે મનુષ્ય પોતાના નિકટતમ સ્વજનને સ્મશાનમાં લઈ જઈ અગ્નિદાહ આપે છે અને તેના શરીરને બે મુઠ્ઠી રાખમાં જુએ છે અને ફરી પાછો સમાજમાં આવી પૃથ્વી પરની એ જ વસ્તુઓ એ જ રીતે શરૂ કરે છે, એ જ મોટું આશ્ચર્ય છે. વાસ્તવમાં મૃત્યુ નિશ્ચિત છે તો પણ મિથ્યાચાર માનવી ટાળતો નથી. જો આપણે જીવનને તેના વાસ્તવિક સ્વરૂપમાં નિહાળી શકીએ તો વસ્તુ પ્રત્યેની મિથ્યા પકડ છૂટી જાય. અધ્યાત્મસારમાં યશોવિજયજી કહે છે : મનુષ્યજન્મ પામીને જેણે યોગ ધારણ કર્યો નહીં, મમતા છોડી નહીં અને સમતા પ્રાપ્ત કરી નહીં, તત્ત્વ માટે જેને કોઈ જિજ્ઞાસા થઈ નહીં, તેનો જન્મ ખરેખર નિરર્થક છે.” તત્ત્વચિંતકો, સર્જકો, જ્ઞાની મહાત્માઓ જીવન વિષેનું ચિંતન આપણને આપી દે છે. દરેક સુખમાં અને દુઃખમાં યાદ રાખવા જેવા શબ્દો છે -This too shall pass” – “આ પણ વાત જશે.” સ્મરણપૂર્વક આ તથ્યને ખ્યાલમાં રાખવું જરૂરી છે. વસ્તુ છોડવાની નથી, તેના પ્રત્યેની આસક્તિ છોડવાની છે. એ માટે પોતે જ સાધના કરવાની છે. ક્ષણમાત્રનો પણ પ્રમાદ કર્યા વિના દુર્લભ મનુષ્યભવમાં સમ્યક્દર્શનરૂપી લક્ષ ચૂકી જઈશું તો તે વ્યર્થ જશે. આ સંબંધી ભગવાન મહાવીરે માર્મિક વાણીમાં કહ્યું છે – “રાતો નિરંતર વીતતી જાય છે. ગયેલી રાતો પાછી આવતી નથી. પંખીઓ તો સાંજે ય માળામાં પાછા આવી જાય છે, પણ ગયેલો કાળ ક્યારેય પાછો આવતો નથી.” જે પોતાનો સમય સાર્થક કરે છે તે જ ધર્મ કરે છે. અંતમાં,
“જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય ઉત્તમ જહાં વિચાર
જે ભાવે શુભ ભાવના તે ઉતરે ભવપાર” (રાજચંદ્ર-મોક્ષમાળા) સંદર્ભસૂચિ ૧. દશવૈકાલિકસૂત્ર ૨. ભગવતીસૂત્ર ૩. ઉમાસ્વાતિ તત્ત્વાર્થસૂત્ર ૪. આચારાંગસૂત્ર ૫. ઉત્તરાધ્યયનસૂત્ર. ૭. હરિભદ્રસૂરિ-યોગબિંદુ. ૮. કુંદકુંદાચાર્ય-બારસ્સઅણુવેકખા. ૯. સ્વામિકેર્તિકાયાનુપ્રેક્ષા-મુનિ કાર્તિકેય. ૧૦. ઉમાસ્વાતિ પ્રશમરતિપ્રકરણ. ૧૧. રાજચંદ્ર-ભાવનાબોધ. (મોક્ષમાળા) ૧૨. યોગીન્દુદેવ-યોગસાર. ૧૩. રાજચંદ્ર-આત્મસિદ્ધિ. ૧૪. અધ્યાત્મસાર-યશોવિજયજી.