Book Title: Sambodhi 2004 Vol 27
Author(s): J B Shah, N M Kansara
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 205
________________ 196 મુનિ ભુવનચંદ્ર SAMBODHI ચલાવે છે તે જાણી આનંદ થાય છે. શ્રી નારાયણ પ્રસાદનો “સરસ્વતીકંઠાભરણ' વ્યાકરણ વિષયક અભ્યાસલેખ કદાચ આ અંકનો Magnum opus-શ્રેષ્ઠ લેખ ગણી શકાય. માત્ર સંસ્કૃત વ્યાકરણોનો અભ્યાસ કરીને જ નહિ, પરંતુ આ વિષય પર ભારતીય અને વિદેશી વિદ્વાનો દ્વારા થયેલા કાર્યનો સઘન અભ્યાસ કર્યા પછી જ આવો લેખ લખી શકાય. લેખની પાદનોંધોમાં પાણિનિ અને સંસ્કૃત ભાષા વિશેના અનેક વિદેશી વિદ્વાન્ પંડિતોનાં નિરીક્ષણો ઉદ્ગારો વાંચવા મળે છે. ડૉ.રજનકુમારનો જૈન સંસ્કૃતિ વિષયક લેખ ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિના પરિપ્રેક્ષ્યમાં તુલનાત્મક અને તટસ્થ રીતે જૈન પરંપરાની મૌલિકતાનું દર્શન કરાવે છે. લેખક નોંધે છે કે “આહત” શબ્દ ઋગ્વદમાં મળે છે, મોંએં-જો-ડેરો અને બીજી હરપ્પન કાળની વસાહતોમાંથી નીકળેલી કાયોત્સર્ગમુદ્રાવાળી આકૃતિઓ તીર્થકરોની હોઈ શકે એમ લેખકનું મંતવ્ય છે. “જૈન' શબ્દનો સર્વ પ્રથમ ઉપયોગ વિશેષાવશ્યકભાષ્ય' (રચનાકાળ વિ.સં.૮૪૫)માં મળે છે. ત્યાં પણ તેનો અર્થ “જિનોનો (દર્શાવેલ) માર્ગ એવો જ છે. (“જૈન લોકોનો ધર્મ એવો નહિ.) મત્સ્યપુરાણ (૪.૧૩.૫૪) માં “જિનધર્મ શબ્દ મળે છે, તે પછીના દેવી ભાગવત' (૪.૧૩.૫૮)માં “જૈનધર્મ' શબ્દ જોવા મળે છે. પ્રાચીન ગ્રંથોમાં શ્રમણધર્મ, નિર્ગસ્થ પ્રવચન, સ્યાદ્વાદમત જેવા શબ્દો જ જૈન પરંપરા માટે વપરાતા હતા. શ્રી મુકુલરાજ મહેતાનો “જૈન દર્શન મેં નિર્જરાતત્ત્વ' શીર્ષકવાળો લેખ તપ અને નિર્જરાની જૈનશાસ્ત્રમાન્ય જાણકારી અનેક શાસ્ત્રપાઠો સાથે આપી છે. શ્રી નંદન શાસ્ત્રીનો લેખ, સરદાર પટેલ યુનિવર્સિટી મ્યુઝિયમની કેટલીક વિશિષ્ટ પ્રતિમાઓનો રસપ્રદ પરિચય આપે છે. ડો. રસેશ જમીનદારના વિસ્તૃત લેખમાં પુરાતત્ત્વ-ઇતિહાસ-સંસ્કૃતિ-સમાજ જેવા વિશાળ ફલક પરથી ઇતિહાસની પ્રાચીનઅર્વાચીન ઘટનાઓ પર પ્રકાશ ફેંકવામાં આવ્યો છે. એમાંની થોડી રસપ્રદ વાતો જર્મન પુરાતત્ત્વશાસ્ત્રીઓને ઈ.સ.પૂ.પાંચ હજાર વર્ષ જૂની માનવખોપરી મળી આવી છે, જેમાં કાણું પાડીને શસ્ત્રક્રિયા કરાઈ હોય એવું જણાય છે. જાપાનના બે શોધકોને જાપાનના એક મંદિરમાંથી ભારતની ઉડિયા ભાષામાં લખાયેલી મહાભારતની ચૌદમી સદીની પ્રત હાથ લાગી છે. ડૉ. સુદર્શન કુમારનો લેખ સમીક્ષાપૂર્ણ અને પરિશ્રમનો ઘોતક છે. “ચામુડી'નગરનો ઉલ્લેખ બાણના “હર્ષચરિત'માં થયો છે. તેનું પ્રાચીન નામ “ચંડમુંડી' હોઈ શકે એવું તારણ લેખકે આપ્યું છે. પટણા જિલ્લાનું “ચંડિમાઉ' એ પ્રાચીન “ચંડમુંડી' હોય એવી સંભાવના પણ લેખકે દર્શાવી છે. સંસ્કૃત નાટકોના અધ્યયનથી “અનુક્રોશ'નું સ્પષ્ટીકરણ પ્રા. વસંતકુમાર ભટ્ટના લેખમાં મળે છે. (‘અનુક્રોશ'ને આજની ભાષામાં સહાનુભૂતિ કે અનુકંપા કહી શકાય) વિવિધ વાદ્યોના ધ્વનિઓના અનુકરણાત્મક શબ્દોથી ગૂંથાયેલી એક જૂની ભક્તિસંગીતની રચના શ્રી શીલચંદ્રસૂરિ દ્વારા રજૂ થઈ છે. સંબોધિ'–૨૦૦૨નો પ્રત્યેક લેખ તેના લેખકની શ્રમપૂર્ણ વિદ્યોપાસનાની નીપજ છે. “સંબોધિ'નો આ અંક તેના સંપાદકોની વિદ્યાકીય ક્ષેત્રે પ્રતિષ્ઠા તથા નિષ્ઠાની છબી પણ અંકિત કરી જાય છે. “સમ્બોધિ'XXv(૨૦૦૨), પૃ.૨૨૮, મૂ.રૂ.૧૫૦, સંપાદકોઃ જે.બી.શાહ; કે.એમ.પટેલ, પ્રકાશક એલ.ડી. ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, ગુજરાત યુનિ. પાસે, નવરંગપુરા, અમદાવાદ૩૮૦૦૦૭. જૈન દેરાસર, નાની ખાખર, કચ્છ-૩૭૦૪૩૫.

Loading...

Page Navigation
1 ... 203 204 205 206 207 208 209 210 211 212