________________
187
Vol. XXVII, 2004
દ્વાદશાનુપ્રેક્ષા વીતરાગ ભગવંતોએ ધર્મનું સ્વરૂપ જીવોના હિતાર્થે કહ્યું છે. તેમણે અહિંસા, સંયમ, દાન, શીલ, તપ અને ભાવરૂપ ધર્મ ઉપદેશ્યો છે. જે કોઈ પણ સુખ આ જગતમાં છે તે ધર્મનું ફળ છે તેમ સમજવું. શાસ્ત્રોમાં ચાર પ્રકારના ધર્મનું વર્ણન છે : (૧) વસ્તુસ્વભાવરૂપ : આત્મસ્વભાવમાં રમણતા એ જ ધર્મ, (૨) ઉત્તમલમાદિરૂપ ધર્મ, (૩) રત્નત્રયરૂપ ધર્મ, (૪) દયારૂપ ધર્મ - “ધર્મ ન બીજો દયા સમાન.”
ધર્મભાવનાનું ચિંતન સાધકના ચિત્તને નિર્મળ બનાવે છે. સર્વજ્ઞ ભગવંતોએ સર્વનું કલ્યાણ થાય એવો ધર્મ ઉપદેશ્યો છે. નિશ્ચય અને વ્યવહાર નથી એવું ચિંતન કરી ધર્મનો મર્મ સમજવો એ જ આ ભાવનાનો ઉદેશ છે. શુદ્ધ ધર્મ સમજ્યા વિના ભવરોગ ટળતો નથી એમ કહ્યું છે.
(૧૨) બોધિદુર્લભ ભાવના - બોધિ એટલે જ્ઞાન. આ લોકમાં ભવભ્રમણમાં અટવાતા જીવોને સમ્યક્દર્શન દુર્લભ છે. સમ્યદર્શનમાં મહિમાનું ચિંતન એ બોધિદુર્લભ ભાવના ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે - જે આત્મા અધિક કર્મોથી લિપ્ત છે તેને માટે બોધિ દુર્લભ છે. તે માટે આવશ્યક્તા છે પુરુષાર્થની. તેથી જ ગણધર ભગવંતોએ ઠેર ઠેર સમક્તિની માગણી સૂત્રોમાં રજૂ કરી છે : “આરુષ્ણ બોરિલાભ સમાવિરમુત્તમંદિધુ- સમક્તિનો મહિમા છે. જ્ઞાન વિનાની ધર્મક્રિયાઓ નિષ્ફળ છે. તેથી બોધિનું મહત્ત્વ છે. કહે છે કે મનુષ્યજન્મ, કર્મભૂમિ, આર્યદેશ, ઉચ્ચકુળ, નીરોગીપણું, સદ્ગુરુનો યોગ, શ્રદ્ધા અને શાસ્ત્રનું શ્રવણ કરવા છતાં પણ સમ્યકત્વની પ્રાપ્તિ પરમ દુર્લભ છે. સમ્યક્દર્શન એટલે જિનેશ્વર ભગવંતે જણાવેલ તત્ત્વ પર શ્રદ્ધા : “તત્ત્વાર્થશ્રદ્ધાનાં સવિનમ્' (તત્ત્વાર્થસૂત્ર-૧-૨). સ્વામિ કાર્તિકેય આ ભાવનાનું સુંદર વર્ણન કરતાં કહે છે કે જીવ અનંત કાળ સુધી નિગોદમાં, પૃથ્વીકાય આદિ એકેન્દ્રિય યોનિમાં, બે ઇંદ્રિય, ત્રેઇંદ્રિય, ચોઇંદ્રિય, પંચેન્દ્રિયમાં, નરકયોનિમાં, તિર્યંચ આદિમાં ભ્રમણ કરી અત્યંત દુર્લભ મનુષ્યભવ પ્રાપ્ત કરે છે. એમાં શુભ સાધનોની પ્રાપ્તિ થવા છતાં, પણ સમ્યકત્વ મળવું દુર્લભ છે. ઉત્તરાધ્યયનસૂત્રમાં પણ એમ જ કહ્યું છે – અને તેથી જ શાસ્ત્રકારો કહે છે “બોધિ પ્રાપ્ત કરો'. મનુષ્ય અવતાર વીતી ગયા પછી બીજા અવતારમાં સંબોધિ નિશ્ચય જ દુર્લભ છે. વીતેલી રાતો પાછી આવતી નથી કે નથી મનુષ્ય અવતાર ફરીથી પ્રાપ્ત થતો. બોધિ પ્રાપ્ત કરી નથી તેણે કશું જ મેળવ્યું નથી. “સંબોધિ' એ સ્વસંપત્તિ છે, જે મૃત્યુ પછી પણ સાથે રહે છે. અને આ જીવનમાં મુક્તાનંદનો તે સ્પર્શ કરાવે છે. મિથ્યાષ્ટિઓનો બધો પુરુષાર્થ અશુદ્ધ છે અને તેને કર્મબંધન જ થાય છે. તેથી બોધિનું મહત્ત્વ છે. ચારિત્રપ્રાપ્તિ જે દુર્લભ છે તે બોધિપ્રાપ્તિમાં સફળ છે, નહિતર નિષ્ફળ સમજવી. બોધિરત્ન ન પ્રાપ્ત કરનાર ચક્રવર્તી પણ રંક જેવો છે અને બોધિરત્ન પ્રાપ્ત કરનાર રંક પણ ચક્રવર્તીથી અધિક છે. “જ્ઞાનનું ફળ વિરતિ છે.”
મોક્ષમાર્ગનું દિશાસૂચન કરનારી, ભવ્યજીવોને ઉપયોગી દ્વાદશ અનુપ્રેક્ષા ભવદુઃખશામક, જ્ઞાનવૈરાગ્યમય માનવામાં આવે છે. તેથી જ જૈનાચાર્યોએ વારંવાર અનુપ્રેક્ષાનું ચિંતન, મનન, પરિશીલન સંવેગ અર્થે કરવા કહ્યું છે. આ પંચમકાળમાં જ્યારે મોક્ષની પ્રાપ્તિ થવી અતિ દુર્લભ છે ત્યારે જ્ઞાની પુરુષો આપણને સાદિ, અનંત, અવ્યાબાધ સુખનાં દ્વાર ખોલી આપે છે. વારંવાર આ