________________
185
Vol. XXVII, 2004
દ્વાદશાનુપ્રેક્ષા અને આત્મસ્વરૂપનું ધ્યાન સુલભ બને છે. રાજરાજેશ્વર ભરત અન્યત્વના સ્વરૂપને સમજી કેવળજ્ઞાન પામ્યા.
“ના મારાં તન રૂપ કાંતિ યુવતી, ના પુત્ર કે ભ્રાત ના, ના મારા ભૂત સ્નેહીઓ સ્વજન કે, ના ગોત્ર કે જ્ઞાતના, ના મારા ધનધામ યૌવનધરા, એ મોહ અજ્ઞાત્વના, રે ! રે ! જીવ વિચાર એમ જ સદા અન્યત્વદા ભાવના.” (રાજચંદ્ર-મોક્ષમાળા)
આ સમજાઈ જાય તો નિર્મોહી થઈ ભેદવિજ્ઞાનનો બોધ થાય. અન્યત્વનો બોધ દેનારી આ ભાવના વૃથા મમત્વ ભાવ જે દુખપ્રદ છે તે દૂર કરે છે.
(૬) અશુચિ ભાવના - આ દેહ અશુચિમય છે; તેથી કાયાનો મોહ મંગલદાયક નથી એમ ચિંતન કરવું તે અશુચિ ભાવના. મળમૂત્ર, રોગ અને વૃદ્ધતાને રહેવાના ધામના જેવી કાયા ગણીને તેનું મિથ્થામાન ત્યાગ કરીને તેને સફળ કરવાની છે; કારણ કે મોક્ષમાર્ગમાં આ માનવદેહથી જ પ્રવેશ થાય છે. તે તેની ઉત્તમતા હોવા છતાં તે અશુચિમય છે.
આ દેહ સઘળી કુત્સિત-નિંદનીય વસ્તુઓનો સમુદાય છે, દુર્ગધમય છે, સદા મલિન છે. તેથી કાયાનો મોહ યથોચિત નથી એવું ચિંતન-મનન કરવું અને એમ વિચારવું કે આત્મા દેહથી ભિન્ન અનંત સુખનું ધામ છે, શુદ્ધ છે. જૈનસાહિત્યમાં આ ભાવના દઢ કરવા સનત ચક્રવર્તીનું દિષ્ટાત આપવામાં આવ્યું છે. એને અશુચિમય કાયાનો પ્રપંચ જોઈ વૈરાગ્ય ઉત્પન્ન થયો
“ખાણ મૂત્રને મળની રોગ જરાનું નિવાસનું ધામ, કાયા એવી ગણીને માન ત્યજીને કર સાર્થક આમ.”
મોક્ષમાળા-(રાજચંદ્ર) માનવ શરીરનો ઉપયોગ મોક્ષમાર્ગ માટે કરવાનો છે, તેના પર આસક્તિ કે મોહ રાખ્યા વિના. એ આ ભાવનાનો ઉદેશ છે.
(૭) આસવ ભાવના – કર્મના આગમનના દ્વારને આસ્રવ કહે છે. મનવચન-કાયારૂપ યોગ જે મિથ્યાત્વ કષાયકર્મસહિત છે તે જ આસ્રવ છે. આ ભાવનાનું ચિંતન એટલે કર્મબંધનાં કારણો ઉપર વિચાર કરવો. આ ચિંતનદ્વારા તીવ્ર કષાય છોડવાનો ઉપદેશ છે. “રાગદ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ'- જે થકી સંસારપારભ્રમણ અને દુઃખદશા ઉપજે છે - રાગ, મોહ દુઃખદાયક છે. ભગવાન મહાવીરના મુખ્ય ગણધર ગૌતમસ્વામી ભગવાન પરના મોહને લીધે કેવળજ્ઞાન પામતા ન હતા. ગૌતમ મુનિનો રાગ આપણને બહુ સૂક્ષ્મ બોધ આપે છે. રાગદ્વેષના ક્ષયથી સિદ્ધિ નિશ્ચિત છે - આસ્રવ દુઃખકાર છે તેથી બુદ્ધિમાનો તેના નિવારણ અર્થે પ્રયત્ન કરે છે. આમ રાગદ્વેષ આદિ કર્મબંધનાં કારણો જે છે, એ વિષેનું ચિંતન કરવું તે આસ્રવ ભાવના.