________________
Vol. XXVI, 2004
દ્વાદશાનુપ્રેક્ષા
183 આર્ત અને રૌદ્ર ધ્યાન ત્યજી ધર્મધ્યાનમાં જે સ્થિર થવાનું છે તેનો સાર આ બાર ભાવનાઓમાં આવી જાય છે – આચાર્ય કુંદકુંદના શબ્દોમાં -
अद्रुवमअशरणमेगत्तमण्णसंसार लोगमसुचितं । માસવ સંવરમાં બિરાધમાં વાર્દિ વતેસ્ત્રો / (કુંદકુંદાચાર્ય, બારસઅણુવેક્ઝા-૨) અર્થાત્
“અનિત્ય, અશરણ એકત્વ, અન્યત્વ, સંસાર, લોક, અશુચિ, આસ્ટવ, સંવર. નિર્જરા, ધર્મ અને બોધિ દુર્લભ-આ ભાવનાઓનું ચિંતન કરવું જોઈએ.”
તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે'अनित्याशरणसंसारैकत्वान्यत्वाशुच्यास्त्रवसंवरनिर्जरा । તોવધતુર્તમ ધર્મસ્વાયા તત્ત્વાકુવંતનમનુપ્રેક્ષા' | (તત્ત્વાર્થસૂત્ર ૯-૭) અર્થાત્
અનિત્ય, અશરણ સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિ, આસવ, સંવર, નિર્જરા, લોક, બોધિ દુર્લભ અને ધર્મસ્વાખ્યાતત્ત્વનું અનુચિંતન તે અનુપ્રેક્ષા.
સ્વામિ કાર્તિકેય કહે છે. “સુતેત્રી ચિંતા મyપેદા” (કાર્તિકેયાનુપ્રેક્ષા-૯૭)
આ બાર ભાવનાઓ સાથે બીજી ચાર ભાવનાઓ મનઃ શુદ્ધિ માટે ઉપયોગી છે : (૧) જગતના સર્વ જીવો પ્રત્યે મૈત્રી, (૨) પ્રમોદ - ગુણોના ગુણની અનુમોદના કરવી, (૩) કરુણાજગતના દુઃખી જીવો પ્રત્યે કરુણા દર્શાવવી, (૪) માધ્યસ્થ - અપાત્ર પ્રત્યે સમભાવ રાખવો. કર્મવશાત્ પ્રાણીઓની સ્થિતિ આ પ્રમાણે છે એમ સમજી સમતા ધારણ કરવી. ટૂંકમાં અનુપ્રેક્ષા એટલે ‘reflection on right princliples”. જેનાચાર્યોએ બાર ભાવનાઓને ઘણું જ મહત્ત્વ આપ્યું છે. અલબત્ત વૈરાગ્યબોધિની હોવા છતાં આ બાર ભાવનાઓ નકારાત્મક નથી. તેમાં જીવનનો સમગ્ર સ્વીકાર છે. તેથી આ ગહન ચિંતન નિરાશાજનક નહીં, પરંતુ આશા અને ઉત્સાહમૂલક છે, કારણ કે તે મુક્તિનું કારણ છે. સ્વામિ કાર્તિકેયે અનુપ્રેક્ષાને ભવ્ય જીવોને આનંદ ઉપજાવનારી કહી છે. જૈન તત્ત્વજ્ઞાનના હાર્દરૂપ “બાર અનુપ્રેક્ષાનીચે પ્રમાણે છે. - (૧) અનિત્યભાવના-બધું - જ ક્ષિણક છે. સંસારની પ્રત્યેક વસ્તુ વિનાશી છે. જે કંઈ પણ ઉત્પન્ન થયું છે તેનો નિયમથી નાશ થાય છે. પરિણામ સ્વરૂપથી આત્મા સિવાય કોઈ પણ વસ્તુ શાશ્વત નથી. શરીર, વૈભવ, સત્તા આદિ સર્વ અનિત્ય છે એમ ચિંતન કરવું તે અનિત્ય ભાવના. બધું જ ક્ષણભંગુર છે એમ સમજાઈ જાય તો દુન્યવી ભોગોનું નિરર્થકપણું સિદ્ધ થાય અને એમાં આસક્તિ ન રહે. અધ્યવસાય શુભ રાખવા આ ભાવના સહાયક બને છે. શ્રીમદ્રાજચંદ્રના શબ્દોમાં