________________
192
ડી.જી.વેદિયા
SAMBODHI
ઉપરના ઝાડની સાલનું ચુરણ કરી સેધાણને આકડાના દુધમાં વાટવું. ત્રણવાર પલાડીને વાટવું. તાંબાના પત્રે ચોપડીને તપાવીએ તો હે llll
આબુ ઉપર વસીસ્ટતું આસરામ છે. તેથી પુરવ દિશામાં જમંદગ નામે તીરથ છે, તીરથથી પસમ દીસાએ સતમંદ નામે તીરત છે. માથે સુરજનું દેહેરુ છે. ત્યાં સલહેલ ખાતર ખોદીએ. એક જાકાર માતર પાસણ નીસરે છે. તે વાટીએ ભેંસના દૂધમાં કમાવીએ. રૂપાના પત્રે ચોપડી તપાવીએ તો હ. Ifશા
એ તીરથથી વાયવા કોણે નારી નામે નદી છે. તેને કાંઠે શ્રી ગણેશજીનું દેરું છે. તેથી ૧૦ હાથ કોહીલા સરકો પાસણ છે. કોહીલા સરસું મરદીએ અગનીસું પચાવીએ ખાય તો દેવરૂપ થાય જરા ન આવે ll
તાં નાવી નામે નદી છે તે નીરસી છે સાથળ સુધી ખોદીએ તો બીલીનાં આ ફૂલ જેવડાં પાસાણ નીસરે છે. અળસેરમાં કરવાવીએ ને પીડ કરીએ. ખેરના અંગારામાં ધમીએ તો ગા હે થાય. આઠ આના થાય છે ૧૦.
તે જ પાસાણ વાલીએ રસસુ થીજીએ. ધીમહ લઈ પીએ તો નીધા(નિધિ ?) ને દેખે. ૧૧
એ જ પાસાણ લખો છે તે પાસે રાખે તો શત્રુજીતે નહીં છે.૧૨ આબુ ઉપર ત્રાંબાવતી નામે નદી છે. નીચે ગોળ વરણ ઝાડ છે. પાન રાતો છે. તેનો રસ સવ ધાતુ ને ચોપડીને ભઠી કરીને અગનીમાં ધમીએ તો હેમ-મ-૧૩.
આબુ ઉપર અમરીપ નામે લ્કાન (સ્થાન) છે. તેથી ઓતર દીસાએ ભવનેસરીનું તીરથ છે. તે પાસે પાખણ છે સખતધાતું અગની જોગે વધે છે. તહાં અમરકા નામે સતાન (સ્થાન ?) છે તાંહાં અમરેશ્વરીનું દેરું છે તો કુંડ છે તેમાં પેસીને પીલી માટી લેવી એ માટી પાસે રાખીએ તો સવ લોક વસ થાય. એ માટીની ખેડ કરીને અગનીમાં ધમીએ તો-હે-મ ૧૪
આબુ ઉપર ઉસરી માતાનું દેરું છે. તે થકી પસમ દીશાએ ત્રણ કોસ નીચો વસીસ્ટ મુનીનો આસરામ છે. તે મધે આવલીનાં ત્રણ ઝાડ છે તેના પાસે એક ઝાડ છે તેનો રસ તૈયાર કરીને તાંબુ ગાલીએ તાંબાથી બમણો રસ સેચીએ તો-હે-મ-૧૫
એક ટૂંકા ઈસાન કોણા સામો છે. તો સરોવર છે તાં ઈસવરીનો પ્રસાદ છે તો પુરવ સનમુખ આકાશ લગી તે આગળ ત્રણ કંડ છે તે ઉપર નાગસલા છે. તો એક હાથ ખોદીએ તો સરસવ જેવડા પાસાણ નીસરે છે તે લોઢા થકી વાટીએ મુખ મધે રાખીએ તો સરવલોક વસીકરણ થાય. તે જ સીખર વસ વાનર નામે તીરથ છે નાં માથા સુધી ખાડ ખોદે તો હેઠે પાકા ભારંગડા જેવડા પાસણ નીસરે છે. તે અગનીમાં ધમીએ તો આસપાસ અડધ હેમ થાય. ૧૬
તે જ સખર પાવનમાખે (નામે :) તિરથ છે ઓરત (ઓત્તર-ઉત્તર) તરફ વહે છે. તેમાં મણસીલ સરીખા પાખાણ છે તે મટી (માટી ?) લેવી તાંબુ ૧) ગાલીને રૂ ૧ ભાર નાખે તો તેમાં