Book Title: Sambodhi 2004 Vol 27
Author(s): J B Shah, N M Kansara
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 200
________________ Vol. XXVII, 2004 આબુકલ્પ 191 આબુકલ્પમાં આબુની આજુબાજુના પ્રદેશો-ખાસ કરીને વસિષ્ઠ આશ્રમની આજુબાજુ મળતી માટી, વનસ્પતિ, વગેરેની પ્રક્રિયાથી સુવર્ણસિદ્ધિ કેવી રીતે થતી તે બતાવાયું છે. આબુકલ્પની અન્ય પ્રતો મળી શકી નથી. આ હસ્તપ્રતની મૂળ પ્રત (આધારરૂ૫) પ્રત હારીજ તાલુકાના મુજપુર ગામની પૌષધશાળાના ગોડજીના પુસ્તક ભંડારમાં છે. તે ઉપરથી મુજપુરના જોષી વિઠ્ઠલ મોતીરામે સંવત ૧૮૦૬ની સાલમાંથી ઉતારેલી છે. આ પ્રત સં.૧૮૯૧ ચૈત્ર સુદ ૬ને સોમવાર મિતિ આ પ્રત ઉપર નોંધાયેલી છે. મૂળ પ્રતમાં જે તે મુજબ જ આ પાઠ આપેલો છે, મૂળપ્રતના લહિયાના દોષ યથાતથ છે. સુવર્ણસિદ્વિતંત્ર કે અન્ય વૈજ્ઞાનિક આધાર ઘરાવતા ગ્રંથોના વધુ સંશોધન માટે સંયુક્ત વિદ્યાશાખા દ્વારા અધ્યયન અને પ્રયોગોને અવકાશ રહે છે. સંસ્કૃત-પ્રાકૃત-પાલિ કે જૂની ગુજરાતી ભાષામાં લખાયેલા ગ્રંથોમાં તજજ્ઞો પાસેથી આવા ગ્રંથોને મેળવી તેના રહસ્યને ઉકેલવા રસયાણવિજ્ઞાન કે વનસ્પતિવિજ્ઞાનના વિદ્વાનોના સાથ સહકારની જરૂર રહેશે. અન્યથા આ વિદ્યાને કપોલકલ્પિત માનીના ઉપેક્ષા થવાની. આબુકલ્પમાં નિર્દિષ્ટ વનસ્પતિયો અને રસાયણો આવા વૈજ્ઞાનિક પ્રયોગોના દ્વાર ખોલે તેમ અથ આબુકલ્પ લિખતે શ્રીગણેસાએ નમાં આબુ ઉપર પસમ દીશાએ સYરકા નામે નદી છે. ઉત્તર તરફ વહે છે. તાંહાં ઝાડ છે. ઉમરાના જેવાં ફૂલ છે. ભાગેથી થોરના સરીખું દૂધ નીકરે છે ને દૂધ સરવે ધાતુના પત્રે ચોપડી પચાવીએ તો હે. થાય-૧ આબુ ઉપર સરીકા નામે નદી છે. તેનો પ્રવાહ સીદુર સરીખો છે. તાહાં રાતાં ઝાડ છે પંચાંગ રાતાં છે. પંચાંગ રસ કાઢવો. બીજોરાનો રસ-કુવેરનો રસ કાઢવા સરખા ભાગે કાઢવા ૧ થી ૨ કાલીને તેમાં રસ સીંચીએ તો રૂપુ થાય. તાંબાના પત્રમાં ત્રણવાર ઠારે તો ૧૦૮ હે. થાય. આબુ ઉપર પસમ દિશાએ હસનલા ગામ છે ત્યાંથી ઉત્તર દિશા બોર સરીખાં ઝાડ છે. ભાગેથી દૂધ નવસરે છે. તે દૂધને, બીજું ભેસનું દૂધ ને ગાયનું મુતર ૧ થી ૨ ગાલીને સાચીએ તો આબુ ઉપર વસીસટનું આસરામ છે. તો નજામા નામે ઝાડ છે. તેની છાલ આંગળ ૪ લીજે ગાયના દુધમાં નાખી ખીર કરી પીએ તો મોર છે આવો. ઘડી ૮ પછી સાવદન થાય. કાયા વજાર સરીખી થાય. મહાબણી સ થાય સહી.

Loading...

Page Navigation
1 ... 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212