________________
દ્વાદશાનુપ્રેક્ષા કોકિલા હેમચંદ શાહ
“સર્વ પ્રકારના ભયને રહેવાના સ્થાનકરૂપ આ સંસારને વિષે માત્ર વૈરાગ્ય જ અભય છે.”
ભીષણ નરકગતિમાં, તિર્યંચગતિમાં, કુદેવનરગતિમાં
પામ્યો તું તીવ્ર દુઃખ, ભાવ રે જિન ભાવના જીવ !! જૈન તત્ત્વજ્ઞાનીઓએ અભુત વાત કરી છે. સંસારની સર્વ વસ્તુઓ ભયવાળી છે. માત્ર એક વૈરાગ્ય જ અભય છે. જૈનપરંપરામાં વૈરાગ્યબોધિની બાર અનુપ્રેક્ષાની પ્રતિષ્ઠા છે. “અનુપ્રેક્ષા એ જૈનસાહિત્યનો પારિભાષિક શબ્દ છે. “અનુ' એટલે અનુસરો અને પ્રેક્ષા એટલે જુઓ, અર્થાત “અનુપ્રેક્ષા એટલે જુઓ અને અનુસરો’ – ‘to reflect upon the facts of life'. અનુપ્રેક્ષાનો અર્થ ભાવના પણ થાય છે, અર્થાત્ શુભચિત્તવૃત્તિ. - વિશ્વ વિષેનું ચિંતન જે તેના વાસ્તવિક સ્વરૂપની ઝાંખી કરાવે અને જે દ્વારા કષાયમુક્તિ શક્ય બને. વૈરાગ્યને દઢ કરનારી બાર ભાવનાઓનું ચિંતન ઉત્તમગતિ અર્પે છે.
જૈનદર્શન અતિ સૂક્ષ્મ છે. તેમાં જ્ઞાનથી પ્રાપ્ત થયેલ સમ્યદૃષ્ટિ-વીતરાગતા- non-attachment - નું મહત્ત્વ છે. જૈન ધર્મ નિગ્રંથધર્મ છે. જૈન ધર્મનું પ્રવર્તન કોઈ વ્યક્તિને નામે નથી. તે જિનનો ધર્મ છે. “જિન” એટલે આંતર્શત્રુ - રાગદ્વેષ પર વિજય મેળવનાર. જિનના અનુયાયીઓ જૈન કહેવાય છે. જિન એ કોઈ વ્યક્તિવિશેષનું નામ નથી પણ પૂર્ણ દષ્ટા વીતરાગ જ્ઞાનીનું નામ છે. તેથી જ જૈનપરંપરામાં વીતરાગ વિજ્ઞાનને મંગલમય ગણી નમસ્કાર કરવામાં આવે છે. - “મંગલમય મંગલકરણ વીતરાગ વિજ્ઞાન. નમો તાહિ જાતે ભએ અરિહંતાદિ મહાન.” ચાર કર્મોનો ક્ષય કરી, સર્વજ્ઞતા પ્રાપ્ત કરનાર આત્મશક્તિસંપન્ન અરિહંતાદિ લોકોમાં ઉત્તમ કહેવાય છે.
સંસારમાં આધિ, વ્યાધિ અને ઉપાધિરૂપ અનંત ભરપૂર તાપ છે. તત્ત્વજ્ઞાનીઓ તેથી મુક્તિ માટે કહેતા આવ્યા છે. જૈનદર્શનમાં બધા પુરુષાર્થમાં સારભૂત મોક્ષતત્ત્વનું બુદ્ધિગમ્ય ચિંતન દ્વારા પ્રતિપાદન કરવામાં આવ્યું છે. સૂત્રકૃતાંગમાં મોક્ષને બધાય ધર્મમાં શ્રેષ્ઠ કહ્યો છે : “નિવાબસેદ્રા નદ સબંધH' (સૂત્રકૃતાંગ-૨-૧-૬-૨૪). વીતરાગના વચનમાં અનુરક્ત થવું એ જ મુક્તિનું સાધન છે: “વચનામૃત વીતરાગનાં પરમ શાંત રસ મૂળ' - (શ્રીમદ રાજચંદ્ર). જૈનદર્શનનો વિશિષ્ટ