________________
182
કોકિલા હેમચંદ શાહ
SAMBODHI
મોક્ષમાર્ગ આગમો અને અન્ય શાસ્ત્રોમાં દર્શાવ્યો છે. જ્ઞાની પુરુષોએ પણ આ જ માર્ગનું સ્પષ્ટીકરણ ક્યું છે. આ માટે જૈન તત્ત્વજ્ઞાનમાં વૈરાગ્યબોધિની બાર ભાવનાઓનું બહુ જ મહત્ત્વ છે, જે ‘દ્વાદશાનુપ્રેક્ષા' નામે પ્રખ્યાત છે. જૈન દાર્શનિકોએ જીવન અને જગતને જોવાનો જે દૃષ્ટિકોણ બતાવ્યો છે, તે વિશિષ્ટ છે. જૈનદર્શનની ઈશ્વરના સ્વરૂપ વિષેની અને પરમાત્મપદ વિષેની પોતાની આગવી વિચારધારા છે. ઈશ્વર કોઈ જગત્કર્તા નથી. વિશ્વ અનાદિ અને અનંત છે. તે વ્યવસ્થિત રીતે નિયમને આધીન ચાલે છે. આત્મામાં અનંત શક્તિ છે, જે આત્મસાધના દ્વારા વિકસિત થઈ શકે અને આત્મા પરમાત્મા બની શકે. આત્મવિકાસ સાધવાનું પ્રશસ્ત સાધન એ અનુપ્રેક્ષાચિંતન છે. સર્વજીવ સુખને ઇચ્છે છે પણ સુખ પ્રાપ્ત કરવાનો માર્ગ જાણવાની ઇચ્છા કોઈને થતી નથી. ધર્મનો રાહ - સાક્ષીભાવ - અલિપ્તભાવમાં રહેવું - એ સર્વ દુઃખલયનો ઉપાય છે. સંપૂર્ણ જ્ઞાનના પ્રકાશથી અજ્ઞાન ટળે છે અને મોહના ત્યાગથી એકાંત નિબંધ સુખ પ્રાપ્ત થાય છે. વીતરાગ ઉપાસક પ્રવૃત્તિપરાયણ હોવા છતાં રાગદ્વેષ રહિત પ્રવૃત્તિ કરે છે, જે કર્મબંધ નથી કરતી. આચારાંગસૂત્રમાં કહ્યું છે તેમ અહીં જે આસ્રવનાં સ્થાનો છે તે નિર્જરાનાં સ્થાનો બની જાય છે. જીવો સુખની શોધમાં બધી સાંસારિક પ્રવૃત્તિઓ કરે છે પરંતુ તે સુખ ક્ષણભંગુર છે. ભગવાન મહાવીરે સાંસારિક જીવનનું રહસ્ય જાણીને જ કહ્યું : “અહો દુખ્ખો હી સંસારો'. અઢળક લક્ષ્મી, વૈભવ, સ્વજન–પરિવાર, તેમજ સંસારના પ્રત્યેક સુખ વડે વિરાજઋન છે. ઢાં ઈસ્ટર સર્વસ્વરો ત્યાગ કરી યોગમાં પરમાનંદ માની મહાવીર બન્યા. યોગ નિર્વાણસાધક છે. આચાર્ય હરિભદ્રસૂરિ અધ્યાત્મ, ભાવના, કષાયમુક્તિને યોગના પ્રકાર ગણે છે. ધર્મ એટલે આત્માના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ માટે થતી ક્રિયા. જીવને આવી અધ્યાત્મની ઉચ્ચ ભૂમિકાએ લઈ જવામાં અનુપ્રેક્ષાચિંતન સહાયક બને છે. આ ચિંતન દ્વારા ક્રમે ક્રમે સમ્મદર્શન, જ્ઞાન અને ચારિત્રની પ્રાપ્તિ થાય છે. કેટલાક આચાર્યો અનુપ્રેક્ષાને સ્વાધ્યાયનો એક પ્રકાર માને છે. અનુપ્રેક્ષા વિષે પ્રાચીન તેમ જ અર્વાચીન જૈન સાહિત્ય ઉપલબ્ધ છે. ભગવતીસૂત્રમાં અનુપ્રેક્ષાનો સ્વાધ્યાયના એક પ્રકાર તરીકે ઉલ્લેખ છે. કેટલાક ધર્મધ્યાનના એક અંગ તરીકે પણ અનુપ્રેક્ષા-ચિંતન ગણવામાં આવે છે, જે પ્રશસ્ત છે. તત્ત્વાર્થસૂત્રમાં અનુપ્રેક્ષાને સંવરનો એક પ્રકાર કહ્યો છે (તત્ત્વાર્થસૂત્ર-ઉમાસ્વાતિ-૯-૨). બાર ભાવનાનો ઉલ્લેખ મૂળ ગ્રંથોમાં હોવા ઉપરાંત કુંદકુંદાચાર્મ, સ્વામિકાર્તિકેય, શુભચંદ્ર, દેવચંદ્રની રચનાઓમાં જોવા મળે છે. શ્રીમદ્ રાજચંદ્રના “ભાવનાબોધ' ગ્રંથમાં પણ વૈરાગ્યપ્રેરક બાર ભાવનાઓનું સરસ વર્ણન છે. મુનિ કાર્તિકેયપ્રણીત “સ્વામીકાર્તિકેયાનુપ્રેક્ષા' તત્કાલીન પ્રચલિત પ્રાકૃત ભાષામાં રચાયેલ ઉચ્ચ કોટિનો પ્રસિદ્ધ અનુપ્રેક્ષાગ્રંથ છે. બધી મળીને ચારસો એકાણું ગાથા પ્રમાણ એમાં છે. કદાચ અનુપ્રેક્ષા વિષયક આ સૌથી મોટી કૃતિ કહી શકાય. આચાર્ય કુંદકુદની બારસ્સઅણુવેમ્બ્રા' નામની અધ્યાત્મરસસભર કૃતિ પ્રસિદ્ધ છે. ઉમાસ્વાતિ પ્રશમરતિપ્રકરણમાં તેનો ઉલ્લેખ કરતાં કહે છે - “ભાવના દાદા: વિશુદ્ધા:” (પ્રશમરતિપ્રકરણ -૧૫૦) પ્રશમસુખ, પ્રત્યક્ષ મોક્ષસુખ અહીં જ છે, જે સાચા મુનિઓ ભોગવી રહ્યા છે. તે માટેનો માર્ગ આપણને-પોતાને જ આધીન છે. અનુપ્રેક્ષા ચિંતનની ફળશ્રુતિ છે સમતા. ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે. ધર્મ એટલે વસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજવું. નિશ્ચયનયથી આત્મોપયોગ એ જ ધર્મ છે. જ્યારે વ્યવહારનયથી આત્મરક્ષણ-રૂપ લક્ષ રાખી શાંત ચિત્ત, સમતા તે જ ધર્મ છે.