Book Title: Sambodhi 2004 Vol 27
Author(s): J B Shah, N M Kansara
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 193
________________ 184 કોકિલા હેમચંદ શાહ SAMBODHI ‘વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ આયુષ્ય તે તો જલના તરંગ પુરદરી ચાંપ અનંગ રંગ શું રાચીએ જ્યાં ક્ષણનો પ્રસંગ ! (૨) અશરણભાવના - અધુવ અને અશાશ્વત આ સંસારમાં મરણ સમયે જીવને શરણ આપનાર કોઈ નથી. ઉત્તરાધ્યયનસૂત્રમાં પણ કહ્યું છે – “ધર્મ ઉત્તમ શરણ છે.” મૃત્યુની અનિવાર્યતા આગળ “હું રાજા છું, “ધનિક છું એવો અહંકાર વ્યર્થ છે. બધી જ વસ્તુઓ – સંપત્તિ, વૈભવ, કુટુંબ જેના આધારે સહાયસુખ મળશે, તે બધાં વખત આવ્યે નિઃસહાય બને છે ત્યારે વાસ્તવિક્તા સમજાય છે. પોતાનો આત્મા જ પોતાને શરણ છે. એમ ચિંતન કરી ધર્મની પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરવો. ઇન્દ્ર, ફણીન્દ્ર, નરેન્દ્ર પણ જીવનને શરણભૂત થઈ શકતા નથી - એ રીતે ચિંતન કરી શ્રેણિક રાજા સમકિત પામ્યા. જ્યારે તેમને અશરણતાનું સ્પષ્ટ દર્શન થયું. (૩) સંસારનુપ્રેક્ષા - સંસારભાવના એટલે સંસાર સંબંધી ચિંતન. એક ગતિમાંથી બીજી ગતિમાં, એક શરીરમાંથી બીજા શરીરમાં, એક પ્રકારના સંયોગને છોડીને બીજા સંયોગમાં જવું તે સંસાર. યોગસાર (ગાથા-૪)માં કહ્યું છે – “જીવ, કાળ સંસાર આ કહ્યા અનાદિ અનંત, મિથ્થામતિ, મોહે દુઃખી, કદી ન સુખ લહત.” ત્યારે – જીવ ચાર ગતિમાં ભમતો કેમ અટકે ? કારણે કે ભવસાગર તો અનંત છે. તેમાં મિથ્યાષ્ટિથી મોહિત જીવ સુખ તો પામ્યો જ નથી. કેવળ ધર્મ જ સુખમય છે. નિક્ષયનયથી સર્વ પ્રકારે અસાર એવા આ ભયાનક સંસારમાં કિંચિત્ પણ સુખ નથી એમ સમજી આત્મસ્વભાવનું ધ્યાન કરવું, જેથી સંસારપરિભ્રમણનો નાશ થાય. (૪) એકત્વ અનુપ્રેક્ષા - જીવ એકલો જ જન્મે છે અને એકલો જ મરે છે - એકલો જ સુખ દુઃખને ભોગવે છે. નરકમાં પણ એકલો જ જાય છે અને નિર્વાણ પણ એકલો જ પામે છે. રાજચંદ્ર કહે છે તેમ “શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય, તે કોઈ અન્ય લઈ ન શકાય. એ ભોગવે એકત્વ આત્મા પોતે, એકત્વ એથી નય સુજ્ઞ ગોતે”. આમ એત્વના સ્વરૂપને જાણી પરદ્રવ્યોને હેયરૂપ માની જ્ઞાનમય આત્માનું ધ્યાન ધરવું એ આ ભાવના જાણવાનું પ્રયોજન છે. આ સંસારમાં જીવ એકલો પરિભ્રમણ કરે છે. માત્ર ભ્રમણાથી તે બીજાની ઓથને આશ્રય માને છે અને અન્ય વસ્તુઓ મારી મારી છે, એમ કહે છે. પણ કહ્યું છે કે – “તું નહીં કિસકા કોઈ નહીં તેરા, ક્યા કહે મેરા મેરા, તેરા હૈ સો તેરી પાસ, અવર સબ હી અનેરા” - એકત્વમાં જ આત્માની સિદ્ધિ છે. આથી મિથ્યા મમત્વની ભાવના ટાળી પરભાવ છોડવાનો ઉપદેશ છે. આમ પોતાના આત્મા એકલો છે એમ ચિંતવવું તે અકત્વ ભાવના. (૫) અન્યત્વ ભાવના - અન્યત્વ ભાવના એટલે આત્મ અને અનાત્મ વસ્તુઓ ભિન્ન છે તેનું ચિંતન. દેહાદિરૂપ “હું નથી એ જ્ઞાન મોક્ષનું બીજ છે. ધન, વૈભવ, સ્વજન ઇત્યાદિ અન્ય છે. અંતે તો દેહ પણ પોતાનો રહેવાનો નથી - તો અન્ય પદાર્થો ક્યાંથી પોતાના હોઈ શકે ? સૂત્રકૃતાંગમાં કહ્યું છે - “જીવ અન્ય છે, શરીર અન્ય છે. પરને પોતાનું માનવું એ મિથ્યાત્વ ભાવ છે, એ જ સંસાર છે. એ જ અજ્ઞાન છે, ભ્રાંતિ છે. આ પ્રકારના બોધથી આસક્તિ ટળી જાય છે

Loading...

Page Navigation
1 ... 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212