________________
188
કોકિલા હેમચંદ શાહ
SAMBODHI
ચિંતન કરવાથી જ્ઞાનનો બોધ થાય, ચંચળ મન સ્થિર થાય, રાગદ્વેષરહિત બની શકાય. વૈરાગ્યજનની દ્વાદશઅનુપ્રેક્ષા મુમુક્ષુ માટે સાધનાપથમાં મદદરૂપ, આત્મોન્નતિમાં સહાયક છે. જૈનાચાર્યોએ કહ્યું છે કે આ દ્વાદશ અનુપ્રેક્ષા જિનાગમ અનુસાર છે. જે ભવ્ય જીવો તેનું ચિંતન કરશે તે ઉત્તમ સુખને પ્રાપ્ત કરશે. કુંદકુંદાચાર્યે પણ આ જ વાત કરી છે – “ભૂતકાળમાં જે મહાત્મા સિદ્ધ થયા છે અને ભવિષ્યમાં થશે તે આ ભાવનાના માહભ્યથી જ. તેથી જે શુદ્ધ મનથી તેનું ચિંતન કરશે તે પરમ નિર્વાણ પ્રાપ્ત કરશે.” વળી એમ પણ કહ્યું છે કે આ દ્વાદશ અનુપ્રેક્ષા જ પ્રત્યાખ્યાન, પ્રતિક્રમણ, આલોચના, સામાયિક સ્વરૂપ છે; તેથી નિરંતર તેનું ધ્યાન કરવું જોઈએ. જીવનને સાચા અર્થમાં સુખમય બનાવવું આ ચિંતનનું ધ્યેય છે. જૈન તત્ત્વજ્ઞાનીઓ કહે છે : “હે ભવ્ય જીવ ! તું ભાવોની શુદ્ધિ માટે બાર ભાવનાઓનું યોગ્ય રીતે ચિંતન કરે કે જેની સિદ્ધાંતગ્રંથોમાં શ્રી જિનેશ્વરદેવોએ ઘણી પ્રશંસા કરી છે. આ ભાવનાઓનું ચિંતન કરતાં એ પ્રકારની વૈચારિક ભૂમિકા તૈયાર થતાં સાધકને સમભાવ-પ્રાપ્તિનો અપૂર્વ અવસર પ્રાપ્ત થાય છે. શ્રીમદ્ રાજચંદ્ર કહે છે.
જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજજ્ઞાન જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ.” (આત્મસિદ્ધિ, ૪૧)
મહાવીરે કર્મની જટિલ સમસ્યા સમજાવી, કર્મબંધનાં કારણો વગેરેનું વિશદ વર્ણન કર્યું, પણ જ્યારે કેવળજ્ઞાનની વાત કરી ત્યારે તેમણે મોહને જ વાત કરવાની વાતને મહત્ત્વ આપ્યું. ચૌદ ગુણસ્થાન-ક્રમારોહમાં પણ ઉત્તરોત્તર મોહને તોડવાની જ વાત છે. આ ભાવનાઓનું ચિંતન આસક્તિરહિત થવા માટે છે. જીવનક્રમ તો ચાલ્યા જ કરવાનો છે પરંતુ તે ક્રમમાં ક્ષણે ક્ષણે પ્રમાદરહિત થઈ જાગૃત રહીએ. આચારાંગસૂત્રમાં કહ્યું છે -
પ્રમાદીને સર્વત્ર ભય છે, અપ્રમાદીને ક્યાંય પણ ભય નથી (૩-૪-૧૨૩)
આપણી અનિચ્છા છતાં જિંદગી પોતાની વાસ્તવિક્તાનું પ્રગટીકરણ કરે છે. આ સંદર્ભમાં રાજા અને સાધુની બોધકથા વિચારવા યોગ્ય છે. રાજાના આગ્રહથી સાધુ તેની પાસે ચાર વસ્તુ માગે છે
(૧) એ જીવન કે જેમાં મૃત્ય ન હોય. (૨) એ ખુશી કે જે સ્થાયી હોય (૩) એ યુવાની જેમાં બુઢાપો ન હોય. (૪) એ સુખ કે જેની સાથે દુઃખ ન હોય.
રાજા વિચારમાં પડી જાય છે અને તેના અહંકારનું વિસર્જન થાય છે. તે સમજી જાય છે કે આમાંથી કોઈ પણ વસ્તુ આપવા તે સમર્થ નથી. સત્તાનો મદ વ્યર્થ છે. વૈરાગ્ય એ જ મોટી સંપદા છે. અનુપ્રેક્ષા-ચિંતન દ્વારા સંસારની વાસ્તવિક્તા સમજાય છે. અનુપ્રેક્ષા-ચિંતન મનને શુભ અધ્યવસાયોમાં રોકી રાખવા માટે છે. જીવનને અર્થપૂર્ણ અને સમૃદ્ધ બનાવવા માટે છે, શુષ્ક