________________
vol. Xxvn, 2004 હેમચંદ્ર ઃ કાવ્યોચિતન-જૈનદાર્શનિક્તા અને અલંકારશાસ્ત્રીય પરંપરા 179
(૨) હેમચંદ્ર સૌ પ્રથમવાર કેવળ પ્રતિભારૂપ એકમેવ કારણવાદની સ્થાપના કરી. હેમચંદ્ર પૂર્વે રાજશેખરે કેવળ શક્તિરૂપ એકમેવ કારણવાદની સ્થાપના કરી હતી. પરંતુ રાજશેખરની શક્તિવિભાવના તથા હેમચંદ્રની પ્રતિભાવિભાવનામાં ઘણો ભેદ છે.
(૩) હેમચંદ્રે સૌ પ્રથમવાર કર્મપુદ્ગલના ક્ષય અને નિરોધ માટે દષ્ટ ઉપાધિની અનાવશ્યક્તાઆવશ્યક્તાને માનદંડ રૂપે યોજી પ્રતિભાનું સહજા અને ઔપાધિકરૂપ વર્ગીકરણ પ્રસ્તુત કર્યું છે.
(૪) હેમચંદ્ર સહજા પ્રતિભા કે પાધિની પ્રતિભા વચ્ચે કોઈ સ્વરૂપગત ભેદ કે તરતમભાવ માનતા નથી. એથી વિપરીત રાજશેખર સહજા, આહાર્યા અને ઔપદેશિકી-એ ત્રિવિધા પ્રતિભા વચ્ચે સ્વરૂપગત ભેદ અને તરતમભાવ માને છે.
(૫) હેમચંદ્ર પ્રતિભા અને વ્યુત્પત્તિ-અભ્યાસ વચ્ચે સંસ્કાર્ય-સંસ્કારકભાવ સંબંધ માને છે. એથી વિપરીત રાજશેખર સમાધિ અને અભ્યાસને શક્તિના ઉદ્ભાસકો માની બંને વચ્ચે ઉભાસ્ય-ઉભાસક સંબંધ માને છે. વળી તેઓ પ્રતિભા અને વ્યુત્પત્તિને શક્તિનું કર્મ માની શક્તિ અને પ્રતિભા-વ્યુત્પત્તિ વગે કર્તા-કર્મભાવસંબંધ માને છે. આમ રાજશેખર દ્વિસ્તરીય સંબંધની કલ્પના કરે છે. હેમચંદ્ર પ્રતિભાસંસ્કારવાદની સ્થાપના કરી છે. '
(૬) રાજશેખર પ્રતિભાનું સ્વરૂપ શબ્દાદિના હૃદયની અંદર થતાં પ્રતિભાસ સુધી જ મર્યાદિત કરે છે, જ્યારે હેમચંદ્ર નવનવોલેખરૂપે પ્રતિભાને પ્રમાણી કાવ્યવ્યાપારની કાવ્યકૃતિરૂપે થતી પરિણતિ સુધી, અમૂર્તતાથી મૂર્તતા સુધી, પ્રતિભાના કાર્યને વિસ્તાર છે. જગન્નાથે હેમચંદ્રને અનુસરી – સા વ્યધટનાનુભૂલશબ્દાર્થોપસ્થિતિઃ I (ર..પ્ર.ના.પૃ.) એમ પ્રતિભાની વ્યાખ્યા આપે છે.
(૭) હેમચંદ્ર પ્રતિભાના સંસ્કરણને કાવ્યકૃતિમાં બે રીતે ફલિત થતું માને છે :
(૧) વ્યુત્પત્તિથી સંસ્કૃતા પ્રતિભા કાવ્યમાં વર્ણથી માંડી રસધ્વનિ સુધીનાં બધાં જ અનૌચિત્યોનો પરિહાર કરે છે. (૨) અભ્યાસથી સંસ્કૃત થયેલી પ્રતિભા કાલામૃત-રસધ્વનિની નિષ્પત્તિ કરી કાવ્યસૌદર્યમાં અતિશયતાનો ન્યાસ કરે છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રની સમગ્ર પરંપરામાં વ્યુત્પત્તિ અને અભ્યાસથી સંસ્કૃત થયેલ પ્રતિભાનાં બે સ્વરૂપો અને તેમના વ્યાપાર-ફલશ્રુતિનું આવું વિશ્લેષણ થયું નથી. હેમચંદ્રનું આ અનન્ય મૌલિક પ્રદાન છે.
(૮) હેમચંદ્ર વ્યુત્પતિનું સ્વરૂપ રાજશેખરના ઉદ્ધરણ, અર્થઘટન, વિકીર્ણ અંશોના સંયોજન અને પરિપૂર્તિથી ઘડે છે. આથી એ વ્યાપક, પ્રમાણભૂત, વિશદ અને વાતાનામુપયોગી બની શક્યું છે.
(૯) હેમચંદ્ર વ્યુત્પત્તિ કેવળ મહાકવિઓના કાવ્યોમાંથી જ અર્જિત કરવા પર ભાર મૂકે છે. લોકવ્યવહાર અને વિવિધ શાસ્ત્રોના પરિશ્રમપૂર્વકના અધ્યયનથી થતી વ્યુત્પત્તિનુ હેમચંદ્ર ઝઝું મૂલ્ય આંકતા નથી. મહાકવિઓની સર્જક ચેતનામાં રસરૂપે રૂપાંતરિત થયેલું લોકશાસ્ત્રજ્ઞાન જ પ્રતિભાને સંસ્કારવા સમર્થ બને છે. કાવ્યરૂપે રૂપાંતરિત ન થયેલું લોક-શાસ્ત્ર જ્ઞાન કાવ્યમાં ગંઠાઈ જઈને રસભંગનું કારણ બને છે. કાવ્યબંધમાં જ, કાવ્યરસરૂપે રૂપાંતરિત થયેલું લોક-શાસ્ત્ર જ્ઞાન જ, કાવ્યના ભાવનવ્યાપાર