Book Title: Sambodhi 2004 Vol 27
Author(s): J B Shah, N M Kansara
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 187
________________ 178 અજિત ઠાકોર SAMBODHI પાદત્રયસમસ્યા જેવા પ્રકારો પણ નિરૂપાયા છે. એ સિવાય વાક્યર્થશૂન્યવૃત્તાભ્યાસ, પુરાતનવૃત્તોમાં પદપરાવૃત્તિનો અભ્યાસ, મહાકાવ્યાર્થચર્વણ, પરકૃતકાવ્યનો પાઠ આદિ પણ કાવ્યશિક્ષારૂપે કલ્પાયા છે. આ પ્રકારો હેમચંદ્ર ક્ષેમેન્દ્રના કવિકંઠાભરણમાંથી લીધા છે. આ ઉપરાંત પણ હેમચંદ્ર કાવ્યમીમાંસાના દસમા અધ્યાયમાંથી સ્વાચ્ય, પ્રતિભા, અભ્યાસ, ભક્તિ, વિદ્વત્યથા, બહુશ્રુતતા, સ્મૃતિદઢતા અને અનિર્વેદ – એમ કવિત્વની અષ્ટ માતર ઉદ્ધત કરી છે. હેમચંદ્ર કાવ્યશિક્ષાની આ વિસ્તૃત ચર્ચામાં કાવ્યહરણનાં ઔચિત્યો અવન્તિસુંદરીનો મત આપી દર્શાવ્યાં છે. કાવ્યમીમાંસાના ૧૧મા અધ્યાયમાં રાજશેખરે શબ્દહરણ અને અર્થહરણ કયા સંજોગોમાં સ્વીકાર્ય ઠરે એ વિશે અવન્તિસુંદરીનો મત ઉદ્ધત કર્યો છે: યમપ્રસિદ્ધ પ્રસિદ્ધિમાનમહમ્, યમપ્રતિષ્ઠ: प्रतिष्ठवानहम्, अप्रक्रान्तमिदमस्य संविधानकं प्रक्रान्तं मम, गुडूचीवचनोऽयं मृद्वीकावचनोऽहम्, अनादृतभाषाविशेषोऽयमादृतभाषाविशेषोऽहम्, प्रशान्तज्ञातृकमिदं देशान्तरकर्तृकमिदं, उत्सन्ननिबन्धनमूलमिदं म्लेच्छितकोपनिबध्धमिदमित्येवमादिभिः कारणैः शब्दहरणेऽर्थहरणे चाभिरमेत्त इति अवन्तिसुन्दरी । (का.शा. ૧/૨૦ વિવેક પૃ. ૨૮) હેમચંદ્ર શબ્દાર્થહરણના સંદર્ભે ઉપજીવન-મૌલિકતાને માનદંડ બનાવી રાજશેખરની કાવ્યમીમાંસાના ૧૧મા અધ્યાયમાંથી ઉત્પાદકકવિ, પરિવર્તકકવિ, આચ્છાદકકવિ અને સંવર્ધકકવિ-એવું સર્જકકેન્દ્રી વર્ગીકરણ પણ ઉદ્ધત કર્યું છે. હેમચંદ્ર અભ્યાસની વિવિધ પ્રવિધિઓ રૂપે કાવ્યશિક્ષાને નિહાળી છે. તેમણે લોક અને શાસ્ત્રથી વિરુદ્ધ હોવા છતાં કવિપરંપરાથી પ્રમાણિત થયેલા કવિસમય, શબ્દાર્થહરણથી થતી છાયા-કાવ્યરચનાઓ, પ્રખર બૌદ્ધિકતામાંથી નિપજતી બુદ્ધિવિલાસરૂપ સમસ્યાપૂરણ કાવ્યરચનાઓ, વાક્યર્થશૂન્યવૃજ્યાભ્યાસ અને પુરાતનવૃત્તોમાં પદપરાવૃત્તિના અભ્યાસરૂપ વૃજ્યાભ્યાસમૂલ છંદરચનાઓ, મહાકાવ્યાર્થચર્વણ, પરકૃતકાવ્યનો પાડ, અષ્ટ કાવ્યમાતર અને કાવ્યહરણના કારણભૂત કવિઓની મનોવૃત્તિઓ એમ વિવિધ દિશાઓમાં પોતાનું કાવ્યશિક્ષાચિંતન વિસ્તાર્યું છે. હેમચંદ્ર રાજશેખરના કાવ્યશિક્ષાચિંતનને પીઠિકા બનાવી, ક્ષેમેન્દ્રના કાવ્યશિક્ષાચિંતનથી એમાં પરિપૂર્તિ કરી છે. તેમણે રાજશેખરના ચિંતનમાં રહેલા ઓછા મહત્ત્વના અંશોનો પરિહાર કરી પોતાના કાવ્યશિક્ષાચિંતનમાં સૌષ્ઠવ પ્રકટાવ્યું છે. તેમણે કાવ્યના ચમત્કાર સાથે પ્રત્યક્ષપણે ન સંકળાયેલા રાજશેખરના કાવ્યશિક્ષા વિષયક અંશોનો અસ્વીકાર કરી પોતાના ચિંતનને કાવ્યના હાર્દ સાથે જોડ્યું છે. રાજશેખરપ્રણિત ભૌમાદિ કવિસમય વર્ગીકરણ એનું દષ્ટાંત છે. તેમણે રાજશેખરમાં વેરવિખેર પડેલા અંશોને સંયોજિત કરી કાવ્યશિક્ષાચિંતનને નિશ્ચિત આકાર આપ્યો છે. તેમણે કાવ્યમીમાંસાના ૧૦મા અધ્યાયમાંથી કાવ્યમાતર, ૧૧-૧૨-૧૩મા અધ્યાયોમાંથી શબ્દાર્થહરણ અને ૧૪-૧૫-૧૬મા અધ્યાયોમાંથી કવિસયમ તથા કવિકંઠાભરણમાંથી વૃત્તાભ્યાસાદિને સંયોજિત કરી કાવ્યશિક્ષાચિંતનમાં અખિલાઈ, સૌષ્ઠવ અને માર્મિકતા પ્રકટાવી છે. હેમચંદ્રના કાવ્યતૃચિંતનનું વિશ્લેષણ કરતાં કેટલાક નિષ્કર્ષો પર પહોંચી શકાય : (૧) જૈનદાર્શનિક દષ્ટિએ હેમચંદ્ર સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં સૌ પ્રથમવાર પ્રતિભાનું સ્વરૂપ ઉદ્ઘાટિત કર્યું છે. પ્રતિભાચિંતનમાં હેમચંદ્રનું આ અપૂર્વ મૌલિક પ્રદાન છે.

Loading...

Page Navigation
1 ... 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212