________________
vol. XXVII, 2004
હેમચંદ્ર : કાવ્યો/ચિંતન-જૈનદાર્શનિક્તા અને અલંકારશાસ્ત્રીય પરંપરા
177
કાવ્યસર્જનમાં અભ્યાસની ભૂમિકા સ્પષ્ટ કરે છે. તેમના મતે કાવ્યરચનાના નિરંતર અભ્યાસથી સંસ્કાર પામેલી પ્રતિભા કાવ્યામૃત વર્ષાવતી કામધેનુ બની જાય છે. હેમચંદ્ર પ્રતિભાના સંસ્કારની સમગ્ર પ્રક્રિયાને બે તબક્કામાં વિભાગે છે : પ્રથમ તબક્કો વ્યુત્પત્તિથી પ્રતિભાના સંસ્કરણનો ઘટિત થાય છે. એમાં પ્રતિભામાં એવી પ્રૌઢી પ્રકટે છે કે જેનાથી અનૌચિત્ય અને અસંભવિતતા કે અપ્રતીતિકરતારૂપ દોષોનો સ્વતઃ પરિહાર થઈ જાય છે. પ્રતિભાના સંસ્કરણનો બીજો તબક્કો અભ્યાસથી સંપન્ન થાય છે. વ્યુત્પત્તિથી સંસ્કારાયા પછી જયારે અભ્યાસથી પ્રતિભા સંસ્કારાય છે ત્યારે પ્રતિભા કવિ અને સહૃદયનું મનોવાંચ્છિત કાવ્યફળ આપનારી કામધેનુ બની જાય છે. અર્થાત્ પ્રતિભાના સંસ્કરણના આ બીજા તબક્કામાં પ્રતિભામાં અતિશય પ્રકટ થાય છે. એનાથી કાવ્યામૃત અર્થાત્ રસધ્વનિ = કાવ્યસૌંદર્ય સ્રવે છે. પ્રતિભા અને વ્યુત્પત્તિ—અભ્યાસ વચ્ચેના સંસ્કાર્ય-સંસ્કારક સંબંધની ઉપરોક્ત ભાવ- pattern-ની પ્રેરણા હેમચંદ્રને શબ્દાર્થ અને દોષ-ગુણ-અલંકાર વચ્ચેના સંબંધની વામને શોધી કાઢેલી ભાતમાંથી મળી હોય એવું પ્રતીત થાય છે. કાવ્યમાં દોષોના પરિહારથી અનૌચિત્યનું નિવારણ, ગુણના ન્યાસથી કાવ્યસૌંદર્યની નિષ્પત્તિ અને અલંકારના વિન્યાસથી કાવ્યસૌદર્યમાં અતિશયતા થાય છે. એવી વામનની કલ્પના પરથી હેમચંદ્ર વ્યુત્પત્તિને કાવ્યમાં પ્રક્ષિપ્ત અનૌચિત્યનો પરિહાર કરનાર પ્રતિભાસંસ્કારક તત્ત્વ અને અભ્યાસને કાવ્યામૃતને નિષ્પન્ન કરનાર પ્રતિભાસંસ્કારક તત્ત્વરૂપે વ્યાખ્યાયિત કરે છે. પ્રતિભા સાથેના વ્યુત્પત્તિ અને અભ્યાસના ઉપરોક્ત દ્વિસ્તરીય સંબંધની કલ્પના હેમચંદ્રનું કાવ્ય હેતુચિંતનમાં મૌલિક પ્રદાન છે.
હેમચંદ્ર અભ્યાસનું લક્ષણ આપતાં વ્યવિછિક્ષય પદ યોજે છે. આ પદના સંદર્ભે જ કાવ્યશિક્ષાનું લક્ષણ પ્રસ્તુત થયું છે તોડનિવધોડતોડપિ નિવલ્પો નિયમછીયાઘુનીવનાવશ્વ શિક્ષા: I (ા.શા. ૨/૨૦ પૃ.૨૪) હેમચંદ્રનું કાવ્યશિક્ષાચિંતન રાજશેખર પર આધૃત છે. હેમચંદ્ર કાવ્યશિક્ષાનાં વિવિધ અંગો પૈકી મરતોડપિ નિવશ્વઃ, તોfપ નિવબ્ધ અને નિયમ રૂપ કવિસમય કાવ્યમીમાંસાના ૧૪,૧૫ અને ૧૬ અધ્યાયોમાં સંક્ષેપીકરણ દ્વારા ઘડી કાઢે છે. તેઓ રાજશેખરના કવિસમયના વર્ગીકરણ પૈકી સ્વર્ગ્યુ, પાતાલીય અને ભૌમ કવિસમરૂપ પ્રકારો સંભવતઃ ચમત્કાર પર આધૃત ન હોવાથી, એમનો પરિહાર કરે છે. જો કે હેમચંદ્ર જાતિદ્રવ્યાદિ વર્ગીકરણનો સ્વીકાર કરે છે.
હેમચંદ્ર કરેલું કવિશિક્ષાના છાયા નામક અંગનું નિરૂપણ કાવ્યમીમાંસાના શબ્દાર્થહરણનું નિબંધન કરતાં ૧૧, ૧૨ અને ૧૩ અધ્યાયોના સંક્ષેપરૂપ છે. જો કે હેમચંદ્ર વિશ્વમાં એનું લક્ષણ પોતાના તરફથી આપે છે : છાયા અથર્થય] (ા.શા. ૨/૨૦–વિવેક ટીકા પૃ.૨૪) તેમણે છાયાને અર્થમાંથી કે અર્થની છાયારૂપે સમજાવી તેને પ્રતિબિંબતુલ્ય આદિ રચનાપદ્ધતિથી કાવ્યના ૩પનીવન રૂપે ઘટાવી છે. તેમણે અર્થહરણના પ્રતિબિંબતુલ્ય, તુલ્યદેહિતુલ્ય, આલેખ્યપ્રખ્ય અને પરપુરપ્રવેશપ્રતિમ - એ ચારે પ્રકારો ઉદાહરણ સહિત કાવ્યમીમાંસામાંથી ઉદ્ધત કર્યા છે. એ જ રીતે શબ્દહરણના પદોપજીવન, પાદોપજીવન, પાદદ્ધયોપજીવન, પાદત્રયોપજીવન, પર્દકદેશોજીવન, ઉકયુપજીવન જેવા પ્રકારો પણ કાવ્યમીમાંસામાંથી ઉદ્ધત કર્યા છે. આ ઉપરાંત સમસ્યાપૂરણના પ્રકારોમાં પાદસમસ્યા, પાદદ્રયસમસ્યા,