________________
vol. XXVI, 2004 હેમચંદ્ર : કાવ્યચિંતન-જૈનદાર્શનિક્તા અને અલંકારશાસ્ત્રીય પરંપરા
175 વ: શ્રુતિઃ | યથા-૩ર્વશી રાણર. તન્નપુર્વે યથા---વાદ્ વધઃ-----(ા.શા. /૮ વિવેવ પૃ.૭) હેમચંદ્ર વિવિધ શાસ્ત્રોનાં લક્ષણ પ્રસંગે કેટલીક વખત પોતે જ લક્ષણ આપે છે. કેટલીક વખત રાજશેખરમાંથી ઉદ્ભત કરે છે તો ક્યારેક કાવ્યમીમાંસામાં ભિન્ન ભિન્ન સ્થળોએ રહેલા અંશોને જોડીને રાજશેખરને પુનર્ગઠિત કરી વ્યુત્પત્તિચિંતનને આકાર આપે છે. પુરાણનૈપુણ્યનું નિરૂપણ કરતાં રાજશેખર પ્રથમ તો કાવ્યમીમાંસાના શાસ્ત્રનિર્દેશ નામક બીજા અધ્યાયમાંથી પુરાણનું લક્ષણ ઉદ્ધત કરે છે. અને પછી કાવ્યમીમાંસાના કાવ્યાWયોનિ નામક આઠમા અધ્યાયમાંથી ઉદાહરણ લઈ બંને અંશોને સંયોજે છે : વેદ્રાધ્યાનોપનિલ્પપ્રાયં પુરમ્ | યથા-દિરખ્યશિપુનૈપુ યથા–સ સંવરિ[...(ા.શા.વિ. ૨/૮ પૃ.૮) આ સંદર્ભ કાવ્યમીમાંસામાં બે જૂદા જૂદા અધ્યાયોમાં આ પ્રમાણે વિકીર્ણ પડ્યો છે : (૧) તત્ર વેદ્દાસ્થાનોપનિવર્ધનપ્રાય પુરાણમષ્ટધા I (.મી.ગ.૨ પૃ.૮) (૨) પૌરાણિક :- હિરણ્યકશિપુ... અત્રસ સરિષ્ન.... (.મી..૮ પૃ.૮૮) હેમચંદ્રની આ સંયોજનકળા કાવ્યાનુશાસનને વૈવિધ્યભર્યા સંદર્ભોથી સમૃદ્ધ અને છતાં વાતાનામુપયો અંલકારશાસ્ત્રીય ગ્રંથની સ્પૃહણીય મુદ્રા અર્પે છે. કાવ્યાનુશાસનને ઉડતી નજરે જોનારા શ્રી પી.વી.કાણે અને ડે-દાસગુપ્તા જેવા વિદ્વાનોને હેમચંદ્ર મૌલિક્તા વિનાના, જૂદા જૂદા ગ્રંથોમાંથી ઉતારા કરી સાંધી દેનારા લાગ્યા છે. પણ કાવ્યાનુશાસનની સમગ્ર સંરચનાનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરતાં હેમચંદ્ર ઉચિત અંશોને ગ્રહણ કરનારા, અપ્રસ્તુત અંશોનો પરિહાર કરનારા, સવર્ણ અંશોનું સંયોજન કરનારા, નૂતન અંશોનું સર્જન કરનારા, ઉચિત દૃષ્ટાંતોથી પુષ્ટિ કરનારા અને વિષયવસ્તુને વિકસાવનારા સ્પૃહણીય કાવ્યાચાર્ય પ્રતીત થાય છે. હેમચંદ્ર સંસ્કૃત કાવ્યચિંતનની સુદીર્ઘ પરંપરામાંથી ઉચિત અંશોનું ચયન, સંયોજન, વિકસન કરી સ્વકીય મૌલિક્તાનો પુટ આપી પોતાની કાવ્યવિચારણાનો આવિષ્કાર કરે છે. હેમચંદ્રનું કાવ્યો,ચિંતન એનું તાદશ ઉદાહરણ છે.
હેમચંદ્ર કાવ્યાનુશાસન-વિવેક ટીકાંમા રાજશેખરમાં નથી મળતા તેવા યોગશાસ્ત્ર, આયુર્વેદ, જયોતિષશાસ્ત્ર, તુરગશાસ્ત્ર, ધાતુવાદ, ઘુત, ઇન્દ્રજાલ, ચિત્ર જેવા શાસ્ત્રનૈપુણ્યોની સદષ્ટાંત ચર્ચા કરે છે, એ વાત પણ ઉપરોક્ત મતનું સમર્થન કરે છે. રાજશેખર પ્રથમ તો વ્યુત્પત્તિનો વિસ્તાર દર્શાવે છે. એ પછી તેઓ વ્યુત્પત્તિનો મર્મ પ્રગટ કરે છેવચ્ચેષ મહાવિપ્રીતેષુ નિપુણવં તત્ત્વત્વિ વ્યુત્પત્તિ: | (ા.શા. ૨/૮ પૃ.૩) અહીં રાજશેખરે પૂર્વાચાર્યોના નામે પ્રસ્તુત કરેલો “બહુજ્ઞતા તે વ્યુત્પત્તિ – વહુન્નતા વ્યુત્પત્તિઃ' રૂત્યવાદ(ા.મી..પૃ.૩૭) એવો મત અને રુદ્રટને અનુસરીને રજૂ કરેલો પોતાનો મત- “વિતાવિતવિશે વ્યુત્પત્તિ: તિ યાયાવરીયઃ I (ા.મી.ગ.. પૃ. ૩૭ : જુઓ રુદ્રટ : छन्दोव्याकरणकलालोकस्थितिपदपदार्थविज्ञानात् । युक्तायुक्तविवेको व्युत्पत्तिरियं समासेन ॥ (का.लं. १/१८ પૃ.૨૨) હેમચંદ્ર પરિષ્કૃત કરતા હોય એમ પ્રતીત થાય છે. કેમ કે વ્યુત્પત્તિનું ખરેખરું અને સૂક્ષ્મ સ્વરૂપ તો મહાકવિઓ રચિત કાવ્યોમાં કાવ્યના અંગ બની જઈ, કાવ્યમાં સમરસ થઈ જઈ કાવ્યચેતનારૂપે પ્રવાહિત થનારા શાસ્ત્રજ્ઞાનમાં પ્રકટે છે. કાવ્યચેતનામાં શાસ્ત્રજ્ઞાનના રૂપાંતરણ જેવા અત્યંત સૂક્ષ્મ રહસ્યને હેમચંદ્ર અહીં અભુત રીતે પકડી પાડ્યું છે. આમ શાસ્ત્રોનું શાસ્ત્રો તરીકે જ અધ્યયન કરવું કે જ્ઞાન મેળવવું કવિ માટે પૂરતું નથી. ખરેખર તો કવિપ્રતિભાથી કાવ્યની ચેતનારૂપે રૂપાંતરિત થઈ ગયું