________________
vol. XXVI, 2004 હેમચંદ્ર ઃ કાવ્યો,ચિંતન-જૈનદાર્શનિક્તા અને અલંકારશાસ્ત્રીય પરંપરા
173 જ થતું વિક્લજ્ઞાન એવા પ્રકારો સંભવે છે. વિકલજ્ઞાનમાં પણ કર્મોનો આંશિક નાશ થતાં અત્યંત દૂરનાં સૂક્ષ્મ અસ્પષ્ટ દ્રવ્યોને જાણવારૂપ અતીન્દ્રિય એવું અવધિજ્ઞાન સંભવે છે. શ્રેષ્ઠ પ્રકારનાં અવધિજ્ઞાનવાળી વ્યક્તિ રૂપ ધરાવતી કોઈપણ વસ્તુની સ્વયં ફુરણા મેળવી શકે છે. એ સ્થળ અને સમયના અગણિત પ્રદેશો અને ચક્રો ભેદી શકે છે. વિકલજ્ઞાનનો બીજો પ્રભેદ મન:પર્યાયજ્ઞાન છે. સમ્યફ ચરિત્ર દ્વારા જ્ઞાન પરનાં આવરણો દૂર થતાં આ જ્ઞાન ઉદય પામે છે. પોતાના અને બીજાના મન સાથેના સંયોગથી આ જ્ઞાન સંભવે છે. એમાં ક્યારેક ત્રિકાળના વિચાર-લાગણીઓનું જ્ઞાન તો કયારેક કેવળ પોતાના અને બીજાના વિચારો-લાગણીઓનું જ્ઞાન એમ વિપુલમતિ અને ઋજુમતિ થાય છે. હેમચંદ્રની પ્રતિભાની વિભાવના અનેકસ્તરીય પારમાર્થિક અપરોક્ષજ્ઞાનને જ લક્ષ્ય કરતી પ્રતીત થાય છે. આથી જ હેમચંદ્રની પ્રતિભા ભામહ, દંડી, વામન, રુદ્રટ, આનંદવર્ધન, રાજશેખર, કુંતક અને મમ્મટાદિની પ્રતિભાથી મૂળભૂત સ્વરૂપગત ભેદ ધરાવતી પ્રતીત થાય છે.
હેમચંદ્ર સહજા પ્રતિભામાં સંવર-નિર્જરારૂપ આંતર નિમિત્તો જ કારણભૂત માને છે. આ તથ્ય સૂચવવા જ વ્યાખ્યામાં તેમણે માત્રાત્ શબ્દ યોજયો છે. વૃત્તિમાં તેમણે “મંત્રાદિ-દષ્ટ ઉપાધિઓનો નિષેધ પોતાને અભિપ્રેત છે, એ સ્પષ્ટપણે કહ્યું છે. તેમણે સહજા પ્રતિભાના ઉદાહરણરૂપે ગણધરો દ્વારા સદ્ય રચાયેલા દ્વાદશાંગ સૂત્રોની રચના ટાંકી છે. આ ઉદાહરણ પણ જૈનાદાર્શનિકતામાંથી નિષ્પન્ન થયેલી પ્રતિભા જ હેમચંદ્રને અભિમત છે, એ તથ્ય પુરવાર કરે છે.
હેમચંદ્ર સહજા પ્રતિભાનો આવિર્ભાવ વર્ણવતા ભાવ અને દ્રવ્યરૂપ કર્મપુદ્ગલના આવરણનો ક્ષય અને ઉપશમની પ્રક્રિયાથી નાશ સૂચવે છે. જ્ઞાનાવરણીય આદિ કર્મો નષ્ટ થતાં ચતુર્વિધ શક્તિ પ્રકટ થાય છે : (૧) જ્ઞાનશક્તિ : જ્ઞાનશક્તિ પૂર્વાપર વિચાર કરવાની, સત્યાસત્યનો નિર્ણય કરનારી શક્તિ છે. એમાં પદાર્થનો વિશેષ પ્રકારે બોધ થાય છે. (૨) દર્શનશક્તિઃ દર્શનશક્તિથી જીવનું ગુણદર્શન થાય છે. એમાં પદાર્થના સામાન્ય સ્વરૂપનો બોધ થાય છે. (૩) સભ્યશક્તિ સમ્યક્શક્તિ આત્માના સમ્યક્ત અને ચારિત્રને પ્રગટ કરી મોહનો નાશ કરે છે. (૪) સ્વાધીનશક્તિ સ્વાધીનશક્તિ કાર્યને અંતરાય વિના પૂર્ણ કરે છે. આમ આ ચતુર્વિધ શક્તિ પ્રકટ થતાં પારમાર્થિક અપરોક્ષજ્ઞાનો ઉદય થાય છે. ઉચ્ચાવી એવા વિવિધ સ્તરોવાળું આ પારમાર્થિક અપરોક્ષજ્ઞાન હેમચંદ્રના મતે જ્યારે પ્રજ્ઞા વડે નવનવોઢેરાતી અર્થાત અપૂર્વ વર્ણનનું નિર્માણ કરે ત્યારે પ્રતિભારૂપે આવિષ્કૃત થાય છે.
હેમચંદ્ર ઔપાલિકી પ્રતિભાનું લક્ષણ આપે છે : मन्त्रादेरौपाधिकी। मन्द्रदेवतानग्रहादिप्रभवौपाधिकी प्रतिभा । इयमप्यावरणक्षयोपशमनिमित्ता, एवं दृष्टोपाधिनिबन्धनत्वात्वौपाधिकीत्युच्यते । (#l.શા. ૨/૬ સૂત્ર-વૃત્તિ પૃ.૬) હેમચંદ્રના મતે સહજા પ્રતિભા અને ઔપાધિક પ્રતિભા વચ્ચે કશો સ્વરૂપગત ભેદ હોતો નથી.