________________
172
અજિત ઠાકોર
SAMBODHI
વિપત્ર, પૌતિદિEવાંઝીયમ્ I (વાદિદેવસૂરિ : પ્રમાણનયતત્તાલોક ૭.પ૬) આ જીવનો સ્વભાવ અમૂર્તપણું, રૂપરસાદિનો અભાવ અને ચેતનાશક્તિરૂપ છે, તો જીવનો વિભાવ અર્થાત્ કર્મજન્ય પર્યાય ભાષા, આકાર, સુખ, દુઃખ દ્વેષાદિરૂપ છે. જીવનો સ્વભાવ-પુલનિરપેક્ષ હોવાથી અતીન્દ્રિય છે તો જીવનો વિભાવ- પુદ્ગલસાપેક્ષ હોવાથી ઇન્દ્રિયગ્રાહ્ય છે. એ જ સંસારી જીવ કહેવાય છે. જીવનું મૂળ રૂપ પૂર્ણતાયુક્ત છે. એમાં અનંત પ્રજ્ઞા, અનંત શાન્તિ, અનંત શ્રદ્ધા અને અનંત વીર્ય-એમ અનંત ચતુટ્ય રહેલું છે. પરંતુ જે સમય દરમ્યાન જીવનો પુદ્ગલ સાથે સંયોગ રહે છે તે સમય એમનો સંસાર ગણાય છે. જૈનોના મતે આ વિશ્વ સૂક્ષ્માતિસૂક્ષ્મ કર્મવર્ગણા નામક કર્મદ્રવ્ય અને ચેતન સ્વભાવ જીવપદાર્થથી ભરેલું છે. સ્વભાવતઃ શુદ્ધ, મુક્ત, બુદ્ધ સ્વભાવી જીવ રાગ-દ્વેષાદિના પરિણામરૂપ ચીકાસને લીધે કર્મપુદ્ગલથી બંધાય છે / ઢંકાય છે. જૈનો કર્મના દ્રવ્યકર્મ અને ભાવકર્મ એવા બે ભેદો માને છે : (૧) ક્રોધ, મદ, માયા, લોભાદિ કષાયરૂપ આત્માના આંતરિક પરિણામે ભાવકર્મ કહેવાય (૨) ભાવકર્મથી લેપાયેલો જીવ અંગત સ્કંધરૂપ કામણવર્ગને ગ્રહણ કરે ત્યારે એ કામણવર્ગમાં જીવના જ્ઞાન, દર્શન, સમ્યક્તા અને સ્વાધીનતાને ઢાંકી દઈ, સુખદુઃખ જન્માવવાની આવતી શક્તિ દ્રવ્યકર્મ કહેવાય. કર્મના ઘાતી અને અઘાતી-એવા બે વિભાગો પૈકી ચાર પ્રકારનાં ઘાતી કર્મોમાં જ્ઞાનાવરણીય (જ્ઞાનશક્તિને ઢાંકનાર), દર્શનાવરણીય (દર્શનશક્તિને ઢાંકનાર), મોહનીય (સમ્યક્તને ઢાંકનાર) અને અંતરાય (સ્વાધીનશક્તિને ઢાંકનાર)નો સમાવેશ થાય છે. જીવ અને કર્મ વચ્ચેના સંબંધ પરત્વે જૈનોની ત્રિદષ્ટિ માર્મિક વિશ્લેષણ કરે છે : (૧) વ્યવહારદષ્ટિએ આત્મા પુદ્ગલ-કર્મસમૂહનો કર્તા છે. (૨) અશુદ્ધ નિશ્ચયનયદષ્ટિએ આત્મા રાગદ્વેષાદિ ચેતન કર્મસમૂહનો કર્તા છે. (૩) શુદ્ધ નિશ્ચયનયદષ્ટિએ આત્મા
સ્વકીય, શુદ્ધ ભાવસમૂહનો કર્તા છે. આત્માનો અને કર્મનો સંબંધ અનાદિ છે. જેમ મલિન દર્પણને સાફ કરો તેમ આત્માનો મેલ દૂર કરો એટલે આત્માની સ્વાભાવિક ઉજ્જવલતા પ્રકટે છે. પ્રતિભામાં આવી જ ઉજ્જવલતાનો આવિર્ભાવ અભિપ્રેત છે.
જીવની બંધનથી મુક્તિ સુધીની પ્રક્રિયામાં સૌ પ્રથમ કર્મ આત્મા તરફ વહેવા લાગે, કર્મનો આત્મા સાથે સંબંધ થાય છે. એને આસ્રવ કહેવાય. એમાં સંસારના વિષયો ઇન્દ્રિયાદિ દ્વારોમાં થઈ આત્મામાં પેસે છે. આવા કર્મો જીવમાં રહેલા રાગદ્વેષાદિ ચીકાસને કારણે આત્માને વળગે છે. એને બંધ કહેવાય. કર્મોના આગ્નવને મનોયોગ, વચનયોગ અને શરીરયોગથી અટકાવવામાં આવે તે સંવર કહેવાય. આ સંવર ગુપ્તિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરિષહનો જય, ચારિત્ર અને તપથી સાધી શકાય. નવું કર્મ અટકાવવું અને જૂનુ કર્મ દૂર કરવું તે સંવર. આ પ્રક્રિયા પછી બંધાયેલા કર્મો ભોગવ્યા પછી ખરી પડે તે નિર્જરા કહેવાય. એમાં તપ આદિ સાધનો દ્વારા કર્મનો ક્ષય થાય છે. અંતે જીવનાં બધાં જ કર્મો નષ્ટ થતાં જીવ જે સ્વાભાવિક અવસ્થા પામે તે મોક્ષ કહેવાય.
હેમચંદ્ર પ્રતિભાની વ્યાખ્યામાં નિર્જરા-સંવરની પ્રક્રિયાને કેન્દ્રમાં રાખતા લાગે છે. ભૂતકાલીન કર્મોનો ક્ષય અને ભાવિકર્મોના ઉપશમન-નિરોધની દ્વિમુખી પ્રક્રિયા રેખાયિત થઈ છે. આ પ્રક્રિયાની પરિણતિરૂપે પારમાર્થિક અપરોક્ષ જ્ઞાનનો ઉદય થાય છે. ક્યારેક મન-ઇન્દ્રિયની સહાય વિના, ઘાતીયઅધાતીય કર્મોનો પ્રભાવ દૂર થતાં પ્રકટતા સ્વતઃ જ્ઞાનરૂપ કેવલજ્ઞાન તો કયારેક સીમિત વિષયો પૂરતું