________________
અજિત ઠાકોર
ભેદ છે. રાજશેખર આંતર પ્રયત્નરૂપ સમાધિ અને બાહ્ય પ્રયત્નરૂપ અભ્યાસને કવિત્વશક્તિના ઉદ્ભાસકો માને છે. આમ સમાધિ-અભ્યાસ અને શક્તિ વચ્ચે ઉદ્ભાસ્ય-ઉદ્ભાસક સંબંધ રાજશેખરને અભિપ્રેત છે. અહીં વ્યુત્પત્તિની કોઈ ભૂમિકા સ્પષ્ટ થઈ નથી. વળી રાજશેખર શક્ત્તિને કર્તા અને પ્રતિમાવ્યુત્પત્તિને એનાં કર્મ માને છે. આમ શત્તિ અને પ્રતિમા–વ્યુત્પત્તિ વચ્ચે કર્તા-કર્મ સંબંધ છે. હેમચંદ્ર શત્તિ શબ્દનો પ્રયોગ ટાળે છે. શત્તિ અને પ્રતિમા વચ્ચેનો કર્તાકર્મસંબંધ તેઓ સ્વીકારતા નથી. તેઓ શત્તિ અને સમાધિ-અભ્યાસ વચ્ચે ઉદ્ભાસ્ય ઉદ્શાસક સંબંધને પણ સ્વીકારતા નથી. રાજશેખર ત્તિ અને સમાધિઅભ્યાસ તથા ત્તિ અને પ્રતિમા-વ્યુત્પત્તિ વચ્ચે જે દ્વિસ્તરીય વ્યાપાર કલ્પે છે એની પાછળની તાર્કિક્તા સ્પષ્ટ થતી નથી. હેમચંદ્ર રાજશેખરની આ આખી ગોઠવણીનો અસ્વીકાર કરે છે. રાજશેખર અભ્યાસને શર્તિના બાહ્ય પ્રયત્નરૂપ ઉદ્ભાસકરૂપે કલ્પે છે પણ હેમચંદ્ર અભ્યાસને પ્રતિમાના સંસ્કારકરૂપ પ્રતિષ્ઠિત કરે છે. રાજશેખરના અરૂઢ અભિગમ કરતાં હેમચંદ્રે કરેલું પરંપરાનું તાર્કિક અર્થઘટન પ્રતીતિકર લાગે છે. રાજશેખરના ઉદ્ભાસિત એકકારણવાદ અને મમ્મટના સમન્વિત એકકારણવાદ કરતાં હેમચંદ્રનો સંસ્કૃત એકકારણવાદ વધુ તર્કસંગત છે.
170
SAMBODHI
હેમચંદ્ર પ્રતિભા અને કાવ્ય વચ્ચે કારણ-કાર્યસંબંધ માને છે : અય ાવ્યત્યેવં પ્રધાનું જાળમ્ (ા.શા. ૨/૪ વૃત્તિ. પૃ.૬) ભામહ, દંડી,મમ્મટનો પણ એવો જ મત હતો. પરંતુ રુદ્રટ કાવ્યરચનાકાળે નિરસ અંશનો ત્યાગ અને સરસ અંશના ગ્રહણ સાથે શક્તિ, વ્યુત્પત્તિ અને અભ્યાસને જોડે છે :
तस्यासारनिरासात्सारग्रहणाच्च चारुणः करणे ।
त्रितयमिदं व्याप्रियते शक्तिव्युत्पत्तिरभ्यासः ॥ का.लं(रु.) १/१४
આમ રુદ્રટ કાવ્યહેતુ કાવ્યવ્યાપારમાં કઈ ભૂમિકા બજાવે છે તે સ્પષ્ટ કરે છે.
હેમચંદ્ર પ્રતિભાનું સ્વરૂપ સ્પષ્ટ કરે છે : પ્રતિમા નવનવોÐવશાતિની પ્રજ્ઞા । (જા.શા. ૨/૪ વૃત્તિ પૃ.૬) નવા-નવા વર્ણનોની નિર્મિતિ કરવાથી શોભતી પ્રજ્ઞા તે પ્રતિભા. હેમચંદ્ર પ્રજ્ઞાને પ્રતિભા કહે છે. આ પ્રજ્ઞામાં નવા નવા વિષયો અને નવી નવી રચનારીતિઓથી અવિસ્મરણીય વર્ણનોના નિર્માણની શક્તિ હોય છે. હેમચંદ્રે નવનવોન્મેષને સ્થાને નવનવોÐવ શબ્દ યોજ્યો છે, એ સૂચક છે. હેમચંદ્રના પુરોગામી રાજશેખર પ્રતિભાનું સ્વરૂપ આમ સ્પષ્ટ કરે છે ઃ યા શઘ્રામમર્થસાર્થમતકૢારતન્ત્રમુત્તિમાર્ગમન્યવપિ તથાવિધમપિર્ત્ય પ્રતિમાસયતિ સા પ્રતિમા । (ા.મી.૬ : ૪ પૃ.૨૬-૨૭) રાજશેખર હૃદયની ભીતર થતા પ્રતિભાસને મહત્ત્વ આપે છે. આ પ્રતિભાસ શબ્દગ્રામો, અર્થસમૂહો, અલંકારતંત્ર, ઉક્તિ, માર્ગ અને એવાં જ બીજા કાવ્યાંગોનો થતો હોય છે. દેખીતી રીતે જ રાજશેખર શબ્દથી શરૂ કરી કાવ્યના ક્રમશઃ વધુને વધુ અંતરંગ તત્ત્વો તરફ ગતિ કરે છે. રુદ્રટમાં નિરસ-સરસના પરિહારગ્રહણ, રાજશેખરમાં કાવ્યઘટનને અનુકૂળ શબ્દાર્થાલંકારાદિનો હૃદયગુહામાં પ્રતિભાસ અને હેમચંદ્રમાં અપૂર્વ વર્ણનનિર્માણએમ પ્રતિભાનુ કાર્યાત્મક સ્વરૂપ વર્ણવાયું છે. પણ એમાં કેટલોક તાત્ત્વિક ભેદ રહેલો છે. રુદ્રટમાં ઉચિતાનુચિત કે સુંદર-અસુંદર વચ્ચેનો હેયોપાદેયવિવેક કેન્દ્રમાં છે. રાજશેખરમાં શબ્દથી માંડી માર્ગાદિ પર્યંતના કાવ્યઘટકોનો હૃદયભીતરે પ્રતિભાસ કેન્દ્રમાં અર્થાત્ રાજશેખરને મયૂરઅંડમાં જેવી મોરની