________________
174
અજિત ઠાકોર
SAMBODHI
ભેદ એટલો છે કે સહજા પ્રતિભાને કશી ઉપાધિની જરૂર પડતી નથી જ્યારે ઔપાધિની પ્રતિભાને કર્મપુદ્ગલના નાશ માટે મંત્ર, દેવતાનો અનુગ્રહ આદિ બાહ્ય ઉપાયોની જરૂર પડે છે.
હેમચંદ્ર આ બન્ને પ્રકારની પ્રતિભાને વ્યુત્પત્તિ અને અભ્યાસથી સંસ્કારવી જરૂરી માને છે. આમ પ્રતિભા કાવ્યનો એકમેવ હેતુ છે. પણ એ વ્યુત્પત્તિ અને અભ્યાસથી સંસ્કારાય ત્યારે જ ઉત્તમ કાવ્યનું નિર્માણ કરી શકે છે. આમ વ્યુત્પત્તિ અને અભ્યાસનું કાર્ય કાવ્યનિર્મિતિનું નથી. પરંતુ કાવ્યનિર્માણક્ષમા પ્રતિભાને માંજવાનું, પરિપક્વ કરવાનું છે. આમ વ્યુત્પતિ-અભ્યાસ કાવ્યનું સાક્ષાત્ કારણ નથી પરંતુ તેઓ પ્રતિભાના ઉપકારક છે, પ્રતિભાને નિખારે છે. પ્રતિભા જ ન હોય તો એમનું કશું મૂલ્ય રહેતું નથી : ताभ्यां संस्करणीया । अत एव न तौ काव्यस्य साक्षात्कारणं प्रतिभोपकारिणौ तु भवत: । दृश्यते हि પ્રતિબાહીની વિતી વ્યુત્પન્ચચ્ચાસૌ I (ા.શા. ૨/૭ સૂત્ર-વૃત્તિ પૃ.૬)
.:૪:
હેમચંદ્ર પ્રતિભાના સંસ્કારક વ્યુત્પત્તિ અને અભ્યાસની વામનરાજશેખરના ચિંતનને સામે રાખીને માંગણી કરે છે. તેઓ વ્યુત્પત્તિની વ્યાખ્યા આ પ્રમાણે આપે છે:
लोकशास्त्रकाव्येषु निपुणता व्युत्पत्तिः ॥१८॥ લોક, શાસ્ત્રો અને કાવ્યોમાં મેળવેલી નિપુણતા તે વ્યુત્પત્તિ. હેમચંદ્ર સ્થાવર અને જંગમ-એમ ઉભયપ્રકારના લોકવ્યવહારનો તોમાં સમાવેશ કરે છે. તેઓ વિવેક ટીકામાં લોકનિપુણતાના અભાવમાં પ્રકૃતિવ્યત્યય નામના રસદોષની સંભાવના જુએ છે : स च देशकालादिभेदादनेकप्रकारः प्रकृतिव्यत्ययाख्ये रसदोषे प्रपञ्चयिष्यते ।
(ાશા-૮ વૃત્તિ-વિવેક ટીકા, પૃ. ૭) શાસ્ત્રોમાં શબ્દાનુશાસન (વ્યાકરણ), છંદોનુશાસન, અભિધાનકોશ, શ્રુતિ, સ્મૃતિ, પુરાણ, ઈતિહાસ, આગમ, તર્ક, નાટ્ય, અર્થશાસ્ત્ર, કામશાસ્ત્ર, યોગશાસ્ત્ર આદિને ગણાવે છે. તેઓ વિવેમાં મારિ પદથી આયુર્વેદ, જયોતિઃ શાસ્ત્ર, ગજલક્ષણ, તુરગશાસ્ત્ર, રત્નપરીક્ષા, ધાતુવાદ, ધૂત, ઈન્દ્રજાલ, ચિત્ર અને ધનુર્વેદ-એમ વિવિધ શાસ્ત્રોનાં નૈપુણ્ય સદષ્ટાંત સમજાવે છે. હેમચંદ્ર શાસ્ત્રનિપુણતાનું નિરૂપણ વામનના વિદ્યા નામક–કાવ્યાંગમાંથી (દા.ત. અભિધાનકોશ) અને શ્રુતિ આદિ શાસ્ત્રોમાં નિપુણતાનો વિષય રાજશેખરમાંથી (કાવ્યમીમાંસાના કાવ્યાWયોનિ નામક આઠમા અધ્યાયમાંથી) લીધો છે. વિવેક ટીલામાં હેમચંદ્ર રાજશેખરને આખેઆખા ઉદ્ધત કરે છે. એમાં ક્યાંક ક્રમમાં અને વિગતમાં નાનકડા ફેરફારો જોવા મળે છે. સાથે સાથે કેટલીક સ્પષ્ટતાઓ પણ હેમચંદ્ર ઉમેરે છે. જેમ કે આગમની વ્યાખ્યા હેમચંદ્ર ઉમેરે છે : મીતિવવનમ્ નામ: I (ા.શા. વિવેટીલા 95) જો કે વિવેકમાં શબ્દાનુશાસન અને ઇન્દ્રોનુશાસનનું થયેલું નિરૂપણ વ્યનિફૂરસૂત્રવૃત્તિથી શબ્દ, વિગત અને દૃષ્ટાંતની બાબતે પણ અલગ છે. હેમચંદ્ર રાજશેખરની કાવ્યાWયોનિની વિભાવનાને શાસ્ત્રમૂલ વ્યુત્પત્તિ રૂપે પરિવર્તિત કરે છે. તેઓ એને કવિના શાસ્ત્રનૈપુણ્યરૂપે ઘટાવે છે. હેમચંદ્ર રાજશેખરનું અર્થઘટન કરી સરળ સમજૂતી આપે છે. દા.ત. પૌરુષેય