________________
Vol. XXVII, 2004 કવિ મંત્રી વસ્તુપાલ અને તેના સમકાલીન કવિઓ
165 છે. રાજા પણ એનો ભાણેજ છે. તે ગુસ્સે થયેલો છે. એને શાંત પાડો (આપ શાંત થાવ) કે જેથી હું સુલેહશાંતિ કરાવી આપું. આથી મંત્રીએ કહ્યું, “મરવાનો શો ડર?”
जिते च लभ्यते लक्ष्मी ते चापि सुराङ्गना ।
क्षणविध्वंसिनी काया, का चिन्ता मरणे रणे ? ॥९४, ११ प्र. को. पृ. १२७ જીત થાય તો લક્ષ્મી, સેવકો, અપ્સરાઓ મળે, આ ક્ષણભંગુર કાયાની મરણની કે રણાંગણની શી ચિંતા કરવાની ? ગુરુનો પરાજય અસહ્ય હોય છે. હવે શું થશે?
जीवितैकफलमुद्यमार्जितम्, लुण्ठितं पुरत एव यद् यशः ।
ते शरीरकोपलालनं कुर्वते बत कथं मनस्विनः ॥ જીવનનું એક ફળ ઉદ્યમ કરીને ધન કમાવવું, તે મેળવ્યું. શરીરનું લાલન-પાલન કર્યું, યશ તો આગળ આળોટે છે. મુમુક્ષુઓ આ બધું શરીર માટે, (ભૌતુક સુખ માટે) કરે તે યોગ્ય છે ?
મંત્રીનો મરવાનો એવો નિર્ધાર જાણીને ગુરુએ રાજાને કહ્યું, રાજન્ ! આ ઝગડા (પ્રપટ્ટ, ફાટ) મંત્રી મરવાનો જ. અગાઉ પણ આ શૂરવીર યુદ્ધમાં યુદ્ધના પ્રસંગોમાં શ્રેષ્ઠ વિજયી થયેલો છે. એ બધું કહેવાનો અત્યારે કંઈ પાર આવે તેમ નથી. તેમ છતાં વળી ‘શૂરવીરનું જીવન તુચ્છ તણખલા બરાબર હોય છે.” એવી કહેવત પ્રમાણે યોદ્ધો જરાક વિપત્તિજનક કંઈક કાર્ય કરી બેસે, અથવા કંઈક વિપત્તિ આવી પડે તેને આગળ ધરીને તેનો ઘાત કરવામાં આવે. શું તે યોગ્ય થાય છે? અગાઉ કરેલાં કાર્યો, મદદ બધું વ્યર્થ તો નથી ? બહુ રીતે તે આપનો ઉપકારી થયેલો છે (નહિ તો) અથવા તો તે શું મોટો સમર્થ સ્વામી થઈ ગયો છે કે જે જૂના સેવકોના બે-ત્રણના અભિપ્રાયો સહન ન કરી શકે? અમારા જેવાના મનમાં પણ દેવને માટે કેવી આશા રાખી શકાય? એવું બધું દઢતાપૂર્વક મૃદુ સ્વરમાં બોલીને રાજાને હાથમાં લીધો વિશ્વાસમાં લીધો). આ સંદર્ભમાં શ્રી જિનહર્ષગણિએ અને તે પરથી ડૉ. ભો. જ. સાંડેસરાએ સોમેશ્વરની મહત્તા દર્શાવી છે.
રાજાએ મંત્રીને ધીરજ આપીને સન્માનપૂર્વક લઈ આવવાનું કહ્યું- ગુરુ સોમેશ્વરે ત્યાં જઈને રાજાનાં વચનો મંત્રીને કહ્યાં. અને તેને રાજા સમક્ષ લાવવામાં આવ્યો. (પરંતુ બંદી બનાવીને). તેને બાંધેલો જોઈને રાજાએ તેના વિવિધ ઉપકારો યાદ કરીને અશ્રુપૂર્ણ નેત્રોથી, પિતાતુલ્ય હૃદયે મંત્રીને શાંત પાડ્યા- “મંત્રી ! આપના જેવો મારા રાજ્યમાં બીજો કોઈ રાજ્યવૃદ્ધિ કરનાર નથી. પહેલાં તો આપ અધિકારી હતા. હવે તો રાજ્યના મુખ્ય અધિષ્ઠાતા છો. (મારા મત પ્રમાણે કહું તો આ રાજ્ય તમારું જ છે). મારા રાજ્યની પ્રકૃતિ (રાજ્યમંત્રીમંડલ) તમારી જ છે. નાગડે તમારી આજ્ઞા હવેથી માનવાની છે.” મામાને મંત્રીના પગે લગાડ્યો. મંત્રીને ૧૦૭ ગામો આપીને ગામગ્રાસ આપ્યા. તેણે મંત્રીએ છેદેલો સિંહનો હાથ લોકોને દર્શાવ્યો. લોકો ઉશ્કેરાયા અને મોટા અવાજે કહ્યું: ગુરુના હણનારને અમે હણીશું. ન્યાય-અન્યાય જોવાનું કામ મંત્રીનું છે એમ રાજાએ કહીને મંત્રીએ રાજયનું અને જૈન મતનું ગૌરવ અત્યાર સુધી વધાર્યું છે એમ જણાવ્યું. આ રીતે વીસલદેવ સાથે વસ્તુપાલને સારી પ્રીતિ થઈ.