________________
164 વિભૂતિ વિ. ભટ્ટ
SAMBODHI “હું રાજાના મામા જેઠુઆઓનો સિંહ છું. તે તું મને ઓળખતો નથી ?' એ એવું તિરસ્કારભર્યું અને અભિમાનપૂર્વક બોલીને પોતાને ઘેર ગયો. (પ્ર. કો. પરિ. ૧૫૨, પૃ. ૧૨૬). આ બધો બનાવ બપોરે મંત્રી વસ્તુપાલ ભોજનનો પહેલો કોળિયો લેતો હતો તેવામાં જ ક્ષુલ્લક ત્યાં રડતો રડતો ગયો અને તેણે પોતાની પીઠ ખોલીને બતાવતાં બધો વૃત્તાંત જણાવ્યો. મંત્રીએ જમ્યા વિના જ ઊઠીને ક્ષુલ્લકને આશ્વાસન આપીને પૌષધશાળામાં પાછો મોકલ્યો. પછી તેણે પોતાના માણસો સમક્ષ મોટેથી કહ્યું : “અરે ક્ષત્રિયો ! તમારામાંથી કોઈ એક પણ એવો સમર્થ છે કે જે મારા મનની અપમાનની આગને શાંત કરે?” એ બધામાંથી ભૂતભૃગુણપાલ નામના એક ક્ષત્રિયે કહ્યું- “દેવ ! આજ્ઞા કરો. હું તો તમને પ્રાણનું દાન કરવા છતાં પણ તમારી કૃપાનું ઋણ ચૂકવી શકું તેમ નથી. તેને ખાનગીમાં-એકાંતમાં લઈ જઈને મંત્રીએ આજ્ઞા કરી-જેઠુઆ વંશના રાજાના મામા સિંહનો જમણો હાથ છેદીને મને ભેટ આપ.” એ રાજપુત્ર “તેમ જ થશે' કહીને બપોરે એકલો સિંહના ઘરના આંગણે ઊભો રહ્યો ત્યારે સિંહ રાજાની કચેરીએથી પાછો આવી ગયો હતો. રાજપુત્રે તેની આગળ આવીને પ્રણામ કરીને કહ્યું.-“મંત્રી વસ્તુપાલે કંઈક ખાનગી કામ માટે મને તમારી પાસે મોકલ્યો છે. તેથી આપ મારી વધુ નજીક આવીને સમજી લો.” એવું કહેવાથી તે તેની જરાક વધુ નજીક આવીને જેવો સાંભળવા માટે તૈયાર થયો કે તરત જ મંત્રીના સેવકે સિંહનો હાથ પોતાના હાથમાં લીધો અને છરીથી એકદમ છેદીને તે છૂટો પડેલો હાથ લઈને. “શ્વેતાંબરનો પરાભવ થયો એવું કહીને, તેના ચરણ વંદીને તે ભૂતભ્રોણપાલ દોડતો મંત્રી પાસે ગયો અને પેલો હાથ ધરી દીધો. આથી મંત્રીએ એનાં વખાણ કર્યા. તે હાથ પોતાની હવેલી આગળ (બધાની નજર પડે તે રીતે) બાંધ્યો. અને પોતાના આપ્તજનોને જણાવ્યું, “જેમને જવું હોય તે પોતાને ઘેર જાય. અમારે બળવાનની સાથે વૈર થયું છે. મરણ હાથમાં જ છે.' એમ કહીને મંત્રીએ બધાને છોડી મૂક્યા. તે બધાએ કહ્યું. “સ્વામીની સાથે અમારે મરવું કે જીવવું એવું અમે નક્કી કર્યું છે.” એવો નિર્ધાર કહ્યો. ત્યાર પછી ગામના મોટા દરવાજાઓના આગળા દઈને બંધ કરીને) પોતપોતાને ઘેર સુરક્ષિત કવચથી સજ્જ થઈને પોતાની હવેલી ઉપર ઊભા રહ્યા. ધનુષ્ય, ઢાલ, નિષંગી (અસ્ત્ર) વગેરેથી સજ્જ થયા. પછી સિંહની પોતાના બાંધવો વગેરેની મોટી પરિષદ ભરાઈ. બધાએ વસ્તુપાલ પાસે જઈને કહ્યું- વસ્તુપાલને પુત્ર, પશુ, બાંધવોની સાથે અમે હણીશું' એવી પ્રતિજ્ઞા કહીને ધમકી આપીને જેઠુઆ સૈન્ય ચાલ્યું ગયું.
રાજાના મહેલ આગળ જેવું એ ટોળું આવી પહોંચ્યું ત્યાં કકળાટ ઘોંઘાટ થવા લાગ્યો. એ બધામાંથી એક મુરબ્બીએ (સોમેશ્વરે?) કહ્યું- (આ રીતે જો વિરુદ્ધ અનર્થ થાય તો) એ બનાવ રાજાને જણાવવામાં આવે તો સારું. એ રીતે રાજાને એ વૃત્તાંત કહ્યો. રાજાએ જાણ્યો. એ વિચાર કરીને બોલ્યો :
અપરાધ વિના કે કંઈ વાંક-ગુના વિના વસ્તુપાલ કોઈને જરાય પડતો નથી. તમે આ અનુચિત કર્યું છે. મંત્રીના ગુરુને પીડા થઈ છે.” રાજાએ કહ્યું કે “જો એમ હોય તો તમે બધા અહીં જ ઊભા રહો. અમે પોતે જે યોગ્ય હશે તે કરીશું.' ત્યાર પછી સોમેશ્વરદેવને પૂછ્યું-હે ગુરુ ! વડીલ ! આ બધું યોગ્ય જ થાય છે શું?' ગુરુએ કહ્યું, “મને તેની પાસે મોકલો. એ અહીં આવે તે પછી કંઈક યોગ્ય ઉપાય કરીએ.” એ મંત્રીની હવેલીના બારણે પહોંચ્યો. મંત્રીની પાસે પહોંચેલા એણે મંત્રીની પરવાનગીથી કહ્યું. મંત્રી ! આપે આ બધું શું કર્યું? (આવા નજીવા કાર્ય માટે રજનો ગજ કરી મૂક્યો !) જેઠવાઓ ભેગા મળી ગયા