________________
162
વિભૂતિ વિ. ભટ્ટ
SAMBODHI
સાક્ષામ નૃપ પ્રસાદ .... વછચમત્સ્યપામ્ II?રા આમ બોલીને પોતાની સંપત્તિનો અ નાગ હરિહરને આપીને બાકીનો અર્ધો ભાગ સાથે લઈને ધોળકાના રાણક અને મંત્રીની રજા લઈને પોતાનો સ્વાર્થ સાધવા કાશયાત્રાએ ગયો. અમર કવિ અને સોમેશ્વર કવિ
અણહિલપત્તનની પાસે વાયટ નામનું મહાસ્થાન હતું. તે ૮૪ મહાસ્થાનોમાં અનન્ય ઉત્તમ હતું. પરપુરપ્રવેશવિદ્યા'ના જ્ઞાતા શ્રી જીવદેવસૂરિના વંશજ શ્રીજિનદત્તસૂરિના શિષ્ય અમર પંડિત પ્રજ્ઞાલચૂડામણિ' હતા. શ્રી જિનદત્તસૂરિના શિષ્ય કવિરાજ અરસિંહ પાસેથી તેમને “સિદ્ધ સારસ્વત’ મંત્ર પ્રાપ્ત થયો હતો. અમર કવિએ તે મંત્રના જપ-તપ રાજાના ખજાનચી પદ્મના વિશાળ મહેલના એક એકાંત ખૂણામાં વ્રત કરીને ભારતી દેવીને પ્રસન્ન કરીને “સિદ્ધકવિ થવાનું અને રાજાના માનનીય થવાનું વરદાન પ્રાપ્ત કરેલું. એ પછી તે “કવિઓમાં મુખ્ય થયો. તેણે “કાવ્યકલ્પલતા' નામનો કવિશિક્ષાનો ગ્રંથ, “છંદોરત્નાવલી,” “સૂક્તાવલી”, “કલાકલાપ”, “બાલભારત'ની રચના કરેલી છે. ( . . પૃ. ૬૧) વિસલદેવ રાજા ધોળકામાં રાજ્ય કરતો હતો (પ્રબંધકારની નામ કે સ્થાનની નોંધમાં કંઈક વિગત દોષ લાગે છે, ત્યારે આ કવિને (સમકાલીન) કવિવંદે ‘વેળીપાળ' બિરુદ આપી નવાજયો તેવી એના કવિત્વની ખ્યાતિ હતી અને મહારાષ્ટ્ર વગેરેના રાજાઓએ એનું પૂજન કરેલું એવું સાંભળેલું (. . પૃ. ૬૨).
રાણક રાજા વિરધવલ પછી વિસલદેવ રાણક રાજાનો પણ સોમેશ્વર માનીતો કવિ હતો. અમર કવિની ખ્યાતિ સાંભળીને વીસલદેવે મંત્રી વૈજલ દ્વારા અમરને સન્માનપૂર્વક સભામાં બોલાવ્યો. સ્વાગતવિધિ થઈ ગયા પછી અમર કવિએ બે શ્લોકો કહ્યા. તેનાથી બીજા કવિઓ પ્રસન્ન થયા. રાજાએ સભાપડિતોને સંબોધીને કહ્યું : ““કવીન્દ્રો ! સાંભળો, અમર કહે છે તે સાચું છે, જો દેવ(સોમેશ્વર) તે શોધીને સાચું છે એમ કહે તો.” તે પછી સોમેશ્વરે તેને એક સમસ્યા આપી - યથા “શષMાં સૈવ વન્દી मम नवतिरभूल्लोचनानामशीति' ।
અમરે તરત જ તે સમસ્યા સુંદર રીતે આ પ્રમાણે પૂરી કરી દીધીकैषा भूषा शिरोऽक्ष्णां तव भुजगपते !.....नवतिभूल्लोचना ॥४॥
અહીં મસ્તકોની આંખો-મુન્ન-શીર્ષ ઉપર હોવી યોગ્ય છે એવી યોગ્ય ગુણ-વાણીની કલ્પના મધ્યમપદલોપી સમાસના પ્રયોગથી કાવ્યચમત્કૃતિ સિદ્ધ કરી આપી છે. દ્વન્દ સમાસમાં પ્રાણીનું અંગ એકરૂપ ગણાય છે તેથી આ યોગ્ય જ છે. તે પછી વાનસ્થતી (વંથળી)ના સોમાદિત્યે" કૃષ્ણનગરના રહેવાસી કમલાદિત્યે, વીસલનગરના રહેવાસી નાનાકે આપેલી સમસ્યાઓ અમર પંડિતે પૂરી કરેલી. આમ કવિઓની ૧૦૮ સમસ્યા પૂર્તિ આ કવિએ કરી તેથી રાજાએ “કવિસાર્વભૌમશ્રી અમર'નું બિરુદ આપ્યું હતું (. વો. પૃ. ૬૩). પુ. પ્ર. શોષ કાર કહે છે કે જિનદત્તસૂરિશિષ્ય અમર બીજા દેશમાંથી ગુજરાતમાં આવી ચડ્યો. એ સારસ્વતમંત્રના પ્રભાવથી મહાકવિ બનેલો. ત્યાર પછી સોમેશ્વર કવિના