________________
166
વિભૂતિ વિ. ભટ્ટ
SAMBODHI વસ્તુપાલે સં. ૧૨૯૮માં સ્વર્ગારોહણ કર્યું. શ્રી નરચંદ્રસૂરિએ સં. ૧૨૮૭ ભાદ્રપદ વદ ૧૦ના દિવસે વસ્તુપાલ (૧૨ વર્ષ પછી) દિવંગત થવાનું જણાવેલું. તે યાદ કરીને તાવના વ્યાધિથી પીડાતા વસ્તુપાલ તેજપાલને તેના પુત્ર-પૌત્રાદિ પરિવારની હાજરીમાં પોતાનો મૃત્યુદિન જણાવી દીધો હતો.
વસ્તુપાલના મૃત્યુ બાદ સોમેશ્વરે પોતાની વ્યાસવિઘા છોડી દીધી હતી. વીસલદેવે સોમેશ્વરને તેનું પદ ચાલુ રાખવાનો આગ્રહ કર્યો અને વિશેષ પ્રાસ-લાભ પણ આપવાનું જણાવ્યું, પરંતુ તેણે કહ્યું કે વસ્તુપાલ સમક્ષ વ્યાસવિદ્યા કર્યા પછી બીજાની સમક્ષ હું તે ન કરું. એ પછી એ વ્યાસપીઠ પર રાજાએ ગણપતિને નીમ્યો (પુ. પ્ર. સં. પૃ. ૮૦).
વસ્તુપાલની જેમ તેજપાલની પણ ઘટસર્પની કસોટી થયેલી. ખંભાત-સ્તંભતીર્થમાં સઈદ નામના વેપારીના ઘરમાં સુવર્ણમિશ્રિત ધૂળ હતી. તે તેજપાલ મંત્રીના ઘરમાં છે, એવો આક્ષેપ કરીને સઈદના ભાણાએ “ઘટસર્પનો દિવ્ય કસોટી કરેલી. ત્યારે તેજપાલે રાજા સમક્ષ કહ્યું : “જો સઇદની સુવર્ણમિશ્રિત ધૂળ પણ મારે ઘેર હોય તો આ ઘડાનો સર્પ કરડે' એમ કહીને સઇદના ભાણાના ખોળામાં એ ઘટમાંથી સર્પ કાઢીને ફેંક્યો અને તે મર્યો. એ ધૂળ ૩૦ કરોડ જેટલી કિંમતની હતી (પુ. પ્ર. સં. પૃ. ૭૩). તેના પરિણામે ગુર્જર રાજ્યલક્ષ્મીના ઉદ્ધાર, સંરક્ષણ અને સંવર્ધનનાં કાર્યો થઈ શક્યાં. સોમેશ્વરે પણ ભીમદેવની સભામાં જૂના પરિચિત મિત્રો-મંત્રી યુગલ ઉપરાંત લવણપ્રસાદ-વીરધવલ વગેરેએ પણ એ કાર્યમાં સહયોગ આપ્યો ગણાય. કેમકે ભીમદેવ પાસેથી ઉછીની સેવા કરવાને સોમેશ્વરની ભલામણથી બંનેને વિરધવલે મંત્રીપદે નીમ્યા હતા.
આથી વીસલદેવના કાલમાં વસ્તુપાલની પણ કસોટી થયેલી હતી તે પણ આપણે ઉપર જોયું. આમ લગભગ ૨૦ વર્ષ (વિ. સં. ૧૨૭૬-૯૬) વસ્તુપાલ સાથે, તેથીય વધારે લગભગ ૨૮ વર્ષ (૧૨૭૬-૧૩૦૪) તેજપાલ સાથે ગાઢ પરિચય સોમેશ્વરને હતો તે નિશ્ચિત છે. વિ. સં. ૧૨૭૫ પહેલાં કેટલાંક વર્ષો અને ૧૩૦૦-૧૩૧૧ પર્યત સોમેશ્વર અણહિલ પાટણમાં અને તેની વચ્ચેના સમયનો ગાળો તેણે ધોળકામાં વ્યતીત કર્યાનું નિશ્ચિત છે. એ સમય દરમ્યાન કુમારપાલ-જયસિંહના સમયમાં હેમચંદ્રાચાર્ય અને અન્ય કવિતાક્ષરોના વર્તુલ જેવું જ મંત્રીનું કવિમંડળ અમર થયું હતું.' પાદટીપ ૧. સુતીતિનિદ્રિવસ્તુપાત્ર પ્રતિસંપ્રદ (સુ. શ્રી. વ. વ. સં.)માં વસ્તુપાલ સ્વહસ્તે લખેલી આ હસ્તપ્રતને
તેના ગુરુ શ્રી ઉદયપ્રભસૂરિએ “જૈન મુખની જેમ આ હસ્તપ્રત ચિરંજીવી રહે” તેવા આશીર્વાદ આપ્યા હતા. ૨. પુરાતનપ્રવધૂસદ (પુ. ઇ. સ.) પરિ. ૧૦૨, નં. ૨૬૦. પૃ. ૭૪; પ્રવધશ (રૂ. #ો.) પરિ. ૭૪૮, પૃ. ૨૦૧; પર.
નં. ર૬૨; . . . ૩. સે, પૃ. ૨૨-૧૮ મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ગ્રંથ (મ. જે. વિ. યુ. મા. પ્ર.) ભાગ ૨, પૃ. ૩૦૧-૩૦૮, મુંબઈ, ૧૯૬૮; ડૉ. વિભૂતિ વિક્રમ ભટ્ટ, સોમેશ્વરની કૃતિઓ : ઐતિહાસિક અને સાંસ્કૃતિક અધ્યયન, પૃ. ૧૦૬, ૧૨૨-૧૩૧, અમદાવાદ, ૧૯૮૯
પ. પ્ર. સં., પૃ. ૬૧, ૭૪; ૪. પ્રવર્ધીવિન્તામણિ (. .), પૃ. ૨૦૩; ૫. . સં. પૃ. ૭૪; વસ્તુપાત પ્રશસ્તિ ને , સ્તો-૨