Book Title: Sambodhi 2004 Vol 27
Author(s): J B Shah, N M Kansara
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 168
________________ Vol. XXVII, 2004 કવિ મંત્રી વસ્તુપાલ અને તેના સમકાલીન કવિઓ 159 શંભુનસાંનિધી સુરધની મૂડ્ઝ ટ્રધાન: સ્થિત:.... ...તવ પ્રતાપદનું જ્ઞાત્વોત્વાં પવિનમ્ II - दृष्टस्तेन शरान्किस्नभिमुख....दृष्टो येन रणाङ्गणे सरभसश्चौलुक्यचूडामणिः ॥ १६२-१६३ પંડિતે બટુને પૂછયું : “આ સભામાં સોમેશ્વર છે કે નહિ?' બટુએ કહ્યું “એ ક્રોધને લીધે આવ્યા નથી'. એ એના પ્રત્યે વૈમનસ્ય ધરાવતો થયો. ત્યારથી એવું જાણીને તે સ્થિર ઊભો રહ્યો. પછી હરિહરનો સભા પ્રવેશ થયો. રાણકે તેને મહેલ, વસ્ત્ર, ચાકર, ઘોડા, સોનું-ચાંદી વગેરે આપ્યું. આ કેવો ચમત્કાર? પોતે આપવા સાથે લાવેલો અને અહીં તેને ઉપરથી મળ્યું ! એ મંત્રીને ઘેર ગયો. મોટી સભા ભરાઈ. મંત્રીએ ઊભા થઈને કહ્યું : - मुधा मधु मुधा सीधु मुधा सोऽपि सुधारसः । आस्वादितं मनोहारि यदि हरिहरवचः ॥१६४॥ પંડિતે કહ્યું, દેવ ! લઘુ ભોજરાજ ! તમે ધ્યાનથી સાંભળો. અમે પંડિત છીએ. અમારી માતા સરસ્વતી છે... એ પ્રમાણે કાવ્યગોષ્ઠી થતી હતી તેવામાં કોઈ એક આ શ્લોક મોટેથી બોલતો બોલતો ત્યાં આવ્યો તેવસ્વનંથ ... प्रीत्यादिष्टोऽयमुष्यांस्तिलकयति तलं वस्तुपालच्छलेन ॥१६८।। એ પ્રમાણે તેણે લાંબુ કાવ્ય કહ્યું, તેને ઘણું દાન આપીને મંત્રીએ ‘ફત્પવ્રુક'નું બિરુદ સાર્થક કર્યું. અને તે યાચક પણ સંતુષ્ટ થયો. કેટલાક દિવસો વ્યતીત થયા પછી પંડિતોની સભા મળી ત્યારે સોમેશ્વરની ઉપસ્થિતિ હતી ત્યારે રાણકે હરિહરને કહ્યું, “પંડિત ! આ ગામમાં અમે વરનારાયણ નામનો મહેલ કરાવ્યો છે. તેની પ્રશસ્તિનાં ૧૦૮ કાવ્યો સોમેશ્વરેદેવ પાસે કરાવ્યાં છે. તે આપશ્રી ધ્યાનથી સાંભળો એમાં એટલી શુદ્ધિ છે કે જેથી તમને તેના જ્ઞાનનો ચોક્કસ ખ્યાલ આવશે.” “મહાલક્ષ્મીની દૃષ્ટિએ જોતાં એમાં કંઈ નાણાની પરીક્ષા કરવાની હોય? હરિહરે કહ્યું, “તો તે કહેવડાવશો.' સોમેશ્વરે એ કહ્યા. તે સાંભળીને હરિહરે કહ્યું- “દેવ! અમને આ કાવ્યો સારી રીતે પરિચિત છે. અમે જ્યારે માળવામાં આવેલી ઉજ્જયનીમાં ગયા હતા ત્યારે ત્યાં આવેલા સરસ્વતીકંઠાભરણ મહેલમાંના ગભારામાં આવેલી પટ્ટી પર શ્રી ભોજદેવના આ વર્ણનનાં કાવ્યો અમે જોયાં છે. જો વિશ્વાસ ન આવતો હોય તો તે અનુક્રમે સંભળાવું” એમ કહીને અનુક્રમે અટક્યા વિના, ભૂલો વિના તેનો કડકડાટ પાઠ બોલી ગયો. આથી રાણક દુઃખી થયો. ખલજનો પ્રસન્ન થયા. વસ્તુપાલ વગેરે સજ્જનો વ્યથિત થયા. સભા વીખરાઈ ગઈ. સોમેશ્વર તો જાણે હણાઈ ગયો કે મરાઈ ગયો કે જડાઈ ગયો હત રૂવ, મૃત રૂવ, મૂત રૂવ, ગડિત રૂવ કાતિ: સોમેશ્વ: | ગતિઃ દત્ ડ્રિયા વિનં રઈતિ ગૃહેડપિ વા તથા રાજ્ઞાતિના મનસ્ય ? એવો તે ઘેર ગયો. તે પોતાના ઘરમાં પણ પોતાનું મોં બતાવતો નથી તો રાજસભામાં જવાની તો વાત જ શી?

Loading...

Page Navigation
1 ... 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212