________________
Vol. XXVII, 2004
ગીતામાં નિરાકાર–સાકાર તત્ત્વ વિચાર
141
(d)
ક્ષેત્રજ્ઞનું વર્ણન ન સંભવી શકે શ્લોક ૧૮-૩૪માં પણ ક્ષેત્રજ્ઞનું વર્ણન નથી. અહીં પુરુષ અને સાથે સાથે પ્રકૃતિનો તથા ઈતર તત્ત્વોનો વિચાર જ છે. આ રીતે થતશયત્ (૧૩:૩)નો વિચાર પણ મળતો નથી. મોદી (૨૫૦, ૨૯૦) અહીં ક્ષેત્રને બ્રહ્મનું તરીકે લે છે, અને ૧૩:૧૨-૧૮ને પાંચરાત્ર સિદ્ધાંતના માની, તેને ક્ષેપક ગણે છે (૫૪૧), તથા ૧૩:૨૬-૩૩ને ક્ષેત્રનું વર્ણન માને છે (૩૧૦-૩૧૩). માલીનારના મતે ૧૩:૧૮-૨૭ એક જુદું એકમ રચે છે અને ૧૩૩-૧૧માં વિકારો અને પ્રભાવનું વર્ણન સમાઈ જાય છે. ક્ષેત્રનું વિવરણ ૧૩:૫-૬માં થયું છે, અને આ આખો ૧૩મો અધ્યાય ગીતાના ૧૪મા અધ્યાય માટે એક પ્રકારની ““પ્રસ્તાવના”, પૃષ્ઠભૂમિ ઊભી કરે છે (૩૨૨). વળી તે જણાવે છે કે, ૧૩:૨૨માં પુરુષના પર્યાયવાચી શબ્દો છે, અને પુરુષ-પ્રકૃતિનું વર્ણન કરતા આ શ્લોકોનો ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞનાં વર્ણન સાથે કોઈ સંબંધ નથી. (૩૩૮-૩૪૮). મોદી (૫૪૧, ૫૪૩) પણ ૧૩:૧૯-૨૩ને એક જુદો, ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞથી અસંબદ્ધવિષય છે તેમ માને છે. ઝેહનર (૩૩૬) ૭-૨૫ શ્લોકો ક્ષેપક હોય એવી શંકા વ્યક્ત કરે છે. અમને એમ લાગે છે કે ગીતાનો ૧૩મો અધ્યાય આખી ગીતામાંથી જુદો તરી આવે છે, સાકાર-કૃષ્ણ-તત્ત્વના શ્લોક બાકીના અધ્યાયોમાં જે પ્રમાણમાં મળે છે, તેના કરતાં અહીં આવા શ્લોકો ખૂબ અલ્પ પ્રમાણમાં ફક્ત ત્રણ; ૨, ૧૦, ૧૮ જ છે આ અધ્યાયમાં કર્મ કે તેના યોગની ચર્ચા મળતી નથી તે ઉપરાંત શ્લોક ૪ (ઋષિમ વિંgધા જીતં.....), શ્લોક ૩ અને ૫ ની વચ્ચે આવતા ક્રમભેદ કરે છે. પણ શ્લોક ૧૮ ખોટી રીતે મૂળ ગીતા ૧૩૩નો “ઉપસંહાર” સૂચવે છે, અને તે પણ ફક્ત ક્ષેત્ર, જ્ઞાન, શેયનો જ, “ઉપસંહાર” સૂચવે છે, જ્યારે ક્ષેત્રજ્ઞનું વર્ણન તો થયું જ નથી, અને શેયમાં ક્ષેત્ર સમતું હોય તો ક્ષેત્રજ્ઞની તે રીતે સ્પષ્ટતા કોઈ શ્લોકમાં સૂચવી નથી ! અહીં પણ પુરુષ-પ્રકૃતિના વર્ણનનું એકમ શ્લોક ૧૯-૨૨માં પૂરું થતાં તેના “ઉપસંહારરૂપે ફરીથી કૃષ્ણ તત્ત્વનો શ્લોક ૨૩મો જોડી દીધો ! આ રીતે મૂળ વિચારોનું એકમ ગીતામાં જયાં પૂરું થાય, ત્યાં ઘણીવાર સાકાર-કૃષ્ણ-તત્ત્વના શ્લોક અંતે જોડી દઈને તે તે મૂળ વિચારોને સાકારમાં સમાવી દેવાની એક વિશિષ્ટ શૈલી ગીતામાં તરી આવે છે. (જેમ ગીતા ૧૫:૧૬-૧૭ પછી શ્લોક ૧૮ જુઓ એકમ ૧, ગીતા ૮:૧૮-૨૦ પછી શ્લોક ૨૧, જુઓ એકમ ૪, તેમ ગીતા ૧૩:૧૭ પછી શ્લોક-૧૮). વળી, શ્લોક ૧૦માં ભક્તિ તત્ત્વ મૂકીને સતત ચાલ્યા આવતા જ્ઞાનના વર્ણનમાં ક્ષતિ પહોંચાડે છે. શ્લોક ૧૧માં જણાવ્યા મુજબ જો શ્લોક ૭-૧૧માં જણાવેલા જ્ઞાનથી ઊલટું અજ્ઞાન ગણાય, તો શ્લોક ૧૦માં “ભક્તિ બાબતે શું માનવું ? “ભક્તિથી ઊલટું “અજ્ઞાન” કેવી રીતે સંભવે ?