________________
Vol. XXVII, 2004 ગુજરાતની પ્રાચીનકાળમાં પ્રાચ્ય લખાણ
149 જેમાં બ્રાહ્મીનો ઉપયોગ ચાલુ રહ્યો. જ્યારે ખરોષ્ઠી અને ગ્રીક સમય સરીતાના વહેણમાં લુપ્ત થઈ ગયા. તત્કાલીન સમયની ગુજરાતની સીમા-હદ આજ કરતાં જુદી, વ્યાપક અને વિશાળ હતી. ભારતીય પ્રદેશમાં શિલાચિત્રો અંગેના સંશોધન એકાદ શતાબ્દી જેટલાં પ્રાચીન છે. જો કે ગુજરાતમાં આ શોધખોળનો સિલસિલો હમણા હમણા છેલ્લા પચ્ચીસ વર્ષથી શરૂ થયેલો છે. અદ્યાપી આ દિશામાં પ્રારંભ હોઈ, સમયાંકન આદિના જટિલ પ્રશ્નો છે. સંશોધન-સર્વેક્ષણના પરીપાકરૂપે સાંબરકાંઠા જિલ્લાના સાંપાવાડા, લાલોડા, ગંભીરપુરા, ઇડર, પંચમહાલ જિલ્લાના તરસંગ, ભાવનગર જિલ્લાના ચમારડી તેમ જ વડોદરા જિલ્લાના પાવી-જેતપુર વિસ્તારમાંથી શૈલાશ્રયચિત્રો મળી આવ્યા છે. ગુફાચિત્રોએ ભિત્તિચિત્રોનો પ્રકાર છે.
શિલાચિત્રોમાં કેટલીકવાર પ્રાચ્ય લખાણ કે અક્ષરો જોવા મળે છે. મૃત્પાત્ર અવશેષો કે માટીના વાસણો પર લઘુચિત્રો, સ્થાપત્ય સાથે કે ફિલ્મ પર પ્રાચ્ય લખાણ કે લેખ જોવા મળે છે. અહીં કેટલાંક ઓછા જાણીતા ઐતિહાસિકકાલના નમૂનાઓની ચર્ચા કરી છે.
૧. સાંપાવાડાના શૈલચિત્રો અને લખાણ.
સાંપાવાડાના શૈલાશ્રય-૨માં શ્વાન, મયૂર, હાથીસ્વાર, અને અન્ય પ્રતીકો સાથેના છ ચિત્રો મળ્યા છે. પ્રતીકો સમીપે બે મૌર્ય બ્રાહ્મીના અક્ષરો મળ્યાં છે. જે “નો-' વંચાયા છે. તરસંગના ખડકચિત્રો સાથે મૌર્ય લાક્ષણિકતા યુક્ત બ્રાહ્મી અક્ષરો મળેલાં છે. ફૂલ-રૂપાંકન, ત્રિરત્ન, સ્વતિક, સૂર્ય-ચંદ્ર, ત્રિશૂલ અને દિવા જેવાં ચિત્રો સાથે એ આલેખાયેલા છે.૧૨ ભિમબેટકા, ખરવાઈ, અબચંદ, નિરસિંહગઢ અને ગ્વાલીયર જેવા સ્થળોના શૈલચિત્રોમાં ભૌમિતિક, ફલ-રૂપાંકન અને પ્રતીકો સાથે બ્રાહ્મી અક્ષરો જોવા મળ્યા છે. વાકણકરે ચિત્ર સાથે તેમનો સમય ઈસ્વીસન પૂર્વ ત્રીજી શતાબ્દીથી પહેલાં શતક સુધીનો નિર્ધારીત કરેલો છે.૧૪
૨. ગંભીરપુરા-ઈડરના બૌદ્ધશૈલસ્તુપચિત્રો અને લખાણ :
ગંભીરપુરા મુકામે છે અને ઈડરમાં ઈડરીયાગઢ જતા માર્ગે રૂઠીરાણીના મહેલ પાસે ૩ એમ કુલ નવ બૌદ્ધશૈલતૂપચિત્રો પ્રાપ્ત થયેલાં છે. આ પૈકી શૈલાશ્રય ૧૮માં એક ઉપર આક્ષીપ્ત (superimposed) સૂપાકાર સાથે બ્રાહ્મીના અક્ષરો છે. અવાચ્ય હોવા છતાં, એ “રાજસ” વાંચી શકાય છે. પ્રાચીન લિપિવિદ્યા અને મરોડને આધારે તે ચોથી-પાંચમી શતાબ્દીના હોવાનું સમજાય છે. જે ચિત્રોની શૈલી સાથે સમયાંકનમાં સહાયરૂપ નિવડ્યાં છે. જે આધારે ગંભીરપુરા-ઈડરના બૌદ્ધશૈલતૂપચિત્રોને ક્ષત્રપ કાલના અંત ભાગે કે શરૂઆતના ગુપ્તકાલમાં મૂકવામાં આવ્યા છે."
૩. સાંપાવાડાના શિલાચિત્રો અને શંખલિપિ લેખઃ
સાંપાવાડાના મહાકાલી મંદિર સામે ઉત્તરાભિમુખ ગુહ્યાશ્રયમાં સૂર્ય-ચંદ્ર, જંગલી વૃષ પાસે શંખલિપિમાં લેખ મળેલો છે. શંખલિપિના અલંકૃત લાલ-ગેરૂરંગી ફૂલ-વેલ રૂપાંકનની જેમ ચિત્રિત