________________
155
Vol. XXVII, 2004 કવિ મંત્રી વસ્તુપાલ અને તેના સમકાલીન કવિઓ
15s एकस्त्वं भुवनोपकारक इति श्रुत्वा सतां जल्पितं . लज्जानम्रशिरो धरातलमिदं यद्वीक्ष्यसे वेद्मि तत् । वाग्देवीवदनारविन्दतिलक ! श्री वस्तुपाल ! ध्रुवं
पातालद्वलिमुद्दिघीर्घरसकृन्मार्ग भवान् मार्गति ॥" આ શ્લોક સાંભળીને પ્રસન્ન થેયલા વસ્તુપાલે સોમેશ્વરને ૪૪ હજાર દ્રમ્મ ઈનામમાં આપ્યા. આ જ શ્લોક નાગડ કવિએ ગાયેલો ત્યારે મંત્રીએ તેને ૧૬ હજાર દ્રમ આપેલા (પુ. પ્ર. સં. પૃ. ૧૦)
- એક વાર મંત્રી રૈવતક પર્વત (સૌરાષ્ટ્ર-જૂનાગઢ પાસે) ચડી ગયો. તેના સંઘના યાત્રીઓ પણ ચડી ગયા. તેમની સાથે સોમેશ્વર પણ ગયો હતો. નેમિનાથની પૂજા આરતી બધું પૂરું થયા પછી મંત્રી ફળ, સંપત્તિ વગેરે યાચકોને વહેંચતો હતો તે જોઈને સોમેશ્વરે શીઘ્ર કવિતા આ રીતે ગાઈ.
इच्छासिद्धि समन्विते सुरगणे कल्पद्रुमैः स्थीयते पाताले पवमान भोजनजने कष्टं प्रणष्टो बलिः । नीरागानगमन मनीन सुरभयश्चितामणिः क्वाप्यगात
तदिस्मादर्थिकदर्थनां विषहतां श्रीवस्तुपालः क्षितौ ।।" વિ. સં. ૧૨૭૬-૭૭માં મંત્રી મુદ્રા સ્વીકાર્યા બાદ શુભમુહૂર્તમાં વસ્તુપાલ ખંભાત ગયો. ત્યાં ભરૂચના રાજા શંખને યુદ્ધમાં પાછો હઠાવ્યો અને વિજયી બન્યો. તેની જીતના પ્રસંગને વધાવવા માટે રાજાની સૂચનાથી સોમેશ્વરે તેની આ રીતે પ્રશંસા કરી
श्री वस्तुपाल ! प्रतिपक्षकाल ! त्वया प्रपेदे पुरुषोत्तमत्वम् ।
तेऽपि वर्द्धरकृतेऽपि मात्स्ये दूरं पराजीयत येन शंखः ॥ અહીં પુરુષશ્રેષ્ઠ મંત્રી વસ્તુપાલે પુરુષોત્તમ-વિષ્ણુભગવાનથી શ્રેષ્ઠતાની પદવી પ્રાપ્ત કરી. સાથે સાથે મિત્રની પ્રશંસા તથા ઈષ્ટદેવનું સ્મરણ કર્યું છે, ઉપરોક્ત પ્રસંગની મહત્તાને કેન્દ્રમાં રાખીને હરિહરે ‘શંgવવ્યાયા' રચ્યું. ઉપરાંત અરિસિંહ, જિનહર્ષગણિ, સોમેશ્વર ઇત્યાદિ મંત્રીના સમકાલીન અને ઉત્તરકાલીન કવિઓએ વસ્તુપાલને નવાજ્યા છે.
આ વિજય પછી મંત્રી સૈન્ય સાથે સ્તંભતીર્થથી ધોળકા પાછો આવ્યો ત્યારે ઉપરોક્ત કવિઓ પણ ત્યાં ઉપસ્થિતિ હોવાનું નિશ્ચિત છે. મંત્રી થતા પહેલાં વસ્તુપાલની કવિત્વશક્તિ તો વિકસેલી હતી જ તેના અનેક ઉલ્લેખો છે. એક વાર સમુદ્રતટે નાવમાંથી ઘોડા ઉતારવામાં આપતા હતા ત્યારે મંત્રીએ પાસે ઉપસ્થિત રહેલા મિત્ર સોમેશ્વરને સમસ્યા પૂછી
“પ્રવૃત્તેિ પોરાશિઃ નિતનિત: ?" તો તરત જ સોમેશ્વરે તે આ રીતે પૂરી કરી
अन्तःसुप्तजगन्नाथनिद्राभङ्गःभयादिव ॥ આથી પ્રસન્ન થઈને વસ્તુપાલે ૧૬ ઘોડા આપીને સોમેશ્વરની શીઘ્ર કવિત્વશક્તિની કદર કરી