________________
154
SAMBODHI
વિભૂતિ વિ. ભટ્ટ નૂર્નરવવવવશ્રીવાસ્તુતિઃ વિડ' છે, પરંતુ તેની પુષ્યિકામાં તો માત્ર શ્રીવાસ્તુપાત કહ્યું છે. “મારાધના' માંના કેટલાક શ્લોકો અન્ય કવિઓના મુખે બોલાયેલા હોવા સંભવ છે. જેમકે પ્રથમ શ્લોક સોમેશ્વરકૃત કીર્તિકૌમુદી સર્ગ ૮ અને કર્ણામૃતસુભાષિતાવલીના પ્રકીર્ણ શ્લોકોમાં છે. એ રીતે અન્ય શ્લોકો પણ વિચારી શકાય; અને તે શ્લોકો વસ્તુપાલની ઉત્તરાવસ્થામાં પાકટવયે રચાયા હોવા સંભવે છે. સ્તોત્રની અંદર કર્તા-કવિનું નામ નથી માત્ર તેની પુષ્યિકામાં મંત્રીશ્વરવસ્તુપાત્રતા મારાધના છે. તેમાં કવિમંત્રીએ પોતાના જીવનમાં કંઈક સત્કૃત્યો કરવામાં, આરાધના કરવામાં ભૂલો થયેલી હોય તેની ક્ષમાપના અને પશ્ચાત્તાપ વ્યક્ત કર્યો છે, અને દેવીની વધુ નિકટ પ્રગતિ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે.”
આવા સન્નિષ્ઠ સત્પરુષ કવિના સમકાલીન કવિઓ તો અનેક જગ્યાએ ઉલ્લેખાયેલા છે જે પૈકી ૧૦ વસ્તુપાલપ્રશસ્તિઓ અને શત્રુંજય પર્વતપરના બે “સંવારપાના' કર્યા અંગેના શિલાલેખોરૂપે પ્રશસ્તિઓ છે;૨અ એમાં જાણીતા કવિઓ ઉપરાંત દામોદર અને દોદર નામના બે કવિઓનો ઉમેરો થયો છે, તે નોંધપાત્ર છે. એના અનેક સત્કૃત્યોની પ્રશંસા માટે અનેક કવિઓએ કાવ્યો, નાટક, પ્રશસ્તિઓ, શિલાલેખોમાં પ્રશસ્તિઓ ઈત્યાદિની રચના કરતાં સંતોષ માન્યો નથી. એ કવિઓનું એક “સાહિત્યવર્તુલ બંધાઈ જવાથી સ્વ. પ્રો. ભોગીલાલ સાંડેસરાએ પોતાના મહાનિબંધનો મુખ્ય વિષય બનાવીને તેમનો પરિચય આપ્યો છે ; અને હજી પણ તેના સાહિત્યમંડળના અન્ય પ્રત્યેક કવિ અંગે મહાપ્રબંધ રચાય એટલી વિપુલ સામગ્રી ગુજરાત પાસે પડેલી છે.
અહીં કવિ વસ્તુપાલના સમકાલીન કવિઓમાં અગ્રેસર કવિ સોમેશ્વર અને વસ્તુપાલતેજપાલના સંપર્કમાં આવેલા કેટલાક કવિઓના પ્રસંગો જૈન પ્રબંધોને આધારે સંક્ષેપમાં નિરૂપવામાં આવ્યા છે. તેમાંય ખાસ કરીને મંત્રીઓની નિયુક્તિની ભલામણ ઉપરાંત તેમના સુખ-દુઃખના સાથી તરીકે ગાઢ અને સુદીર્ઘ પરિચયમાં આવનારા અને સાથે રહેનારા વસ્તુપાલ-સોમેશ્વર ઉપરાંત અન્ય કવિઓ વિશે થોડો વિચાર કરીએ.
એક વાર સંઘયાત્રા કરીને પાછો ધોળકામાં સંઘપતિ વસ્તુપાલ પ્રવેશે છે ત્યારે સોમેશ્વર અને અન્ય કવિઓ પણ ત્યાં ઉપસ્થિત હતા. તે પ્રસંગે મંત્રીના સ્વાગત નિમિત્તે સોમેશ્વરે સભામાં આ શ્લોકનું વાચન કર્યું.
पाणिप्रभाविहितकल्पतरुप्रवालश्चौलुक्यभूपतिसभा नलिनीमरालः ।
दिग्चक्रवालविनिवेशितकीर्तिमालः श्रीमानयं विजयति भुवि वस्तुपालः ॥
આમ કહીને સોમેશ્વરે વિજયી વસ્તુપાલને આશીર્વાદ આપ્યા હતા. આ પરથી સોમેશ્વર અને અન્ય કવિઓ પણ ધોળકામાં સાથે જ નિવાસ કરતા ને પ્રસંગોપાત્ત કવિયત્રમાં કે સંઘયાત્રા જેવા શુભકાર્યોમાં ઉપસ્થિત રહેતા.
બીજા એક પ્રસંગે ઉપરોક્ત શ્લોક સાંભળ્યા પછી વસ્તુપાલે નીચું જોયું ત્યારે એ જોઈને સોમેશ્વરે કહ્યું