________________
કવિ મંત્રી વસ્તુપાલ અને તેના સમકાલીન કવિઓ*
વિભૂતિ વિ. ભટ્ટ
૧૨મી સદીમાં શ્રી હેમચંદ્રાચાર્યનું શિષ્યમંડળ રાજા સિદ્ધરાજ અને કુમારપાલની સભામાં પ્રસિદ્ધિ પામ્યું તેમ રાણકમંત્રી શ્રી વસ્તુપાલના ધોળકાના દરબારમાં સોમેશ્વરદેવ કવિ અને તેના સમકાલીન કવિઓ, વિવિધ રાજ્યના મંત્રીઓ, કવિઓ, ભાટ-ચારણો વગેરે ગુજરાતનું ગૌરવ વધારવા માટે તેમની કૃતિઓનો સતત રચનાસ્રોત અને રસનામૃત વહાવતા હતા; કેમકે વસ્તુપાલ પોતે મહાકવિ, શીઘ્રકવિત્વશક્તિ ધરાવતો, ગુણરત્નોનો પારખનાર, ગુણગ્રાહી, ગુણપ્રિય, કવિત્વશક્તિનો પ્રોત્સાહક અને આશ્રયદાતા હતો. તેથી સોમેશ્વર વગેરે કવિઓએ તેને કાવ્યગોષ્ઠી ગોઠવનાર “સરસ્વતીપુત્ર' કહ્યો છે. તે જ્યાં જયાં જતો ત્યાં તેની આસપાસ કવિઓ, યાચકો, ધર્મપ્રેમીઓ સતત વીંટળાયેલા જ રહેતા.
રાજ્યવહીવટમાંથી આ મંત્રીને મહાકાવ્ય અને વિવિધ સ્તોત્રો રચવામાં રસ હોય તો પણ ક્યાંથી સમય મળતો હશે? તેનો નાનો ભાઈ તેજપાલ, તેના પુત્ર અને વસ્તુપાલના પુત્ર જયંતસિંહ પોતાનો બધો કાર્યભાર સંભાળી લેતા તેથી અહીં તેને મહામાત્ય કે રાજકારણી તરીકે નહિ, પરંતુ કવિ વસ્તુપાલનો કવિવૃંદમાં કેવો સંપર્ક—સંબંધ હતો, તેના વ્યક્તિત્વનું આ વિશિષ્ટ પાસુ હતું તેનો વિચાર કરીએ.
પોતાના ધર્મગુરુએ પોતાની યાત્રા સંઘપતિ તરીકે કરેલી તેની યાદમાં ‘સંઘપતિચરિત્ર'ની રચના કરેલી. તેની એક હસ્તપ્રત વસ્તુપાલે સુવર્ણાક્ષરે સ્વહસ્તે લખીને ગુરુભક્તિ સિદ્ધ કરી હતી. અને તેની અનેક નકલો તૈયાર કરાવીને સરસ્વતી દેવીની ઉપાસના કરી; અને એક પ્રત સિદ્ધાંતને લગતી સુવર્ણશાહીથી લખી અને બીજા પંડિતોએ છ તાડપત્રીય હસ્તપ્રતો કાળી શાહીથી લખીને તૈયાર કરી. આ રીતે ૭ કરોડ દ્રવ્ય ખર્ચીને ૭ સરસ્વતીકોશ-જ્ઞાનભંડારો તૈયાર કર્યા. શ્રી કૃષ્ણચરિતના આધારે રચેલા તેના નરનારી IIનદ્ મહાકાવ્યના પ્રત્યેક સર્ગને અંતે અન્ય કવિએ રચેલા પ્રશસ્તિશ્લોક છે. વસ્તુપાલચરિત'માં જિનહર્ષગણિએ અને વસ્તુપાલે પોતાના મહાકાવ્યને અંતે “સોમેશ્વર અને હરિહર વગેરે; ઉપદેશતરંગિણી અને જૈનપ્રબંધોમાં એ બધા કવિઓના ઉલ્લેખો જોવા મળે છે. કવિઓ તેને વસંતપાલ' કહેતા. શત્રુંજય પર્વત પર આવેલા શ્રીનાભિસૂનુપ્રભુના દર્શનામૃતનું પાન કરીને ઉત્કંઠિત થઈને આદિજિનેશ્વર પ્રભુનું નવું સ્તવન વસ્તુપાલે રચ્યું જે ૧૨ શ્લોકોનું, રૈવતાદ્રિ પરના નેમિનાથનું ૧૮ શ્લોકોનું પૂનરશ્વરમહામાત્ય વસ્તુપાલે રચ્યું એવું તેની પુષ્પિકા પરથી સ્પષ્ટ છે. અંબિકાસ્તોત્રમાં
ગુજરાત રાજ્ય સંસ્કૃત અધ્યાપક મંડળના ૨૮મા અધિવેશનમાં વાંચેલો નિબંધ.