________________
SAMBODHI
150
રવિ હજરનીસ છે. (જૂઓ ચિત્ર-૧) એક યા બીજી રીતે શંખલિપિ લેખ બૌદ્ધ વિષય સલગ્ન મળ્યા છે. કમનસિબે સિંધુલિપિની જેમ આપણે શંખલિપિને પણ ઉકેલી શક્યા નથી . આથી આવા વિસ્તૃત માહિતિસ્ત્રોત્રથી આપણે વંચીત રહ્યા છીએ. અન્યથા સાબરકાંઠાના શંખલિપિ લેખની સહાયથી આ વિસ્તારના બૌદ્ધ જગત અંગે જાણી શકાત. અન્યત્રથી પ્રાપ્ત આવા લેખનો સમય અનુગુપ્તકાલનો આંકવામાં આવ્યો છે. આથી હાલના તબક્કે એટલું જ કહી શકાશે, કે અનુગુપ્તકાલની મધ્યભારતની પરંપરા આ વિસ્તારમાં ચાલુ રહી હતી.
૪. વાયુશિલ્પ કે વાસુશિલ્પ અને લખાણ :
શામળાજી વિસ્તારની પાંચ ગણ કે યક્ષ કે જુદા જુદા દેવની પારેવા પાષાણની પ્રતિમાઓ મળેલી હતી. જે હાલ વડોદરા સંગ્રહાલય અને ચિત્રાલયમાં સુરક્ષિત છે. આ સમૂહ પૈકી એક શિલ્પ જેનું શીર્ષ પ્રાપ્ત થયેલ નથી. તેમાં ઉપવીતની જેમ ઘંટિકાઓનો પટો ધારણ કરેલો છે. બેઠક પર પ્રાચીન બ્રાહ્મીના બે ઉત્કીર્ણ અક્ષરો છે. જે “વાયુ” કે “વાસુ” વાંચી શકાયા છે. વાયુના મૂર્તિવિધાન સાથે આયુધો અને મૂર્તિ સ્તગત નથી. કોતરેલા શબ્દો શિલ્પનું કે દાતાનું કે શિલ્પીનું નામ હોવા સંભવ છે. જો કે અક્ષરો પાછળથી કોતરાયા હોવાનો પણ સંભવ છે. આ પ્રતિમાઓનો સમૂહ ઇ.સ.ના પ્રથમ-દ્વિતીય શતકનો ગણાય છે. આથી પ્રતિમા નીચેના લખાણનો સૌથી પ્રાચીનતમ પુરાવો ગણી શકાશે. (જુઓ ચિત્ર-૨) ૫. તલાજા શૈલ ઉત્કીર્ણ ગુફા પાસેથી પ્રાપ્ત મૃત્પાત્ર અને લખાણ
આ લેખકના સૌરાષ્ટ્રના સર્વેક્ષણ દરમ્યાન તલાજાની ઉત્કર્ણ ગુફા સમૂહ પૈકી આઠ નંબરના ગુહ્યાશ્રય પાસેથી એક લિખિત મુદ્દભાંડનો શેષ ભાગ મળેલો હતો.૯ લેખીત હોવાથી તેની અગત્યતા હતી. તે ઘૂંટેલા લાલ વાસણ (Red Burnished ware) પ્રકારનો છે. આ પ્રકારના વાસણોની બનાવટ સફાઈદાર જોવા મળે છે. જે સ્થાનીક કુંભાર દ્વારા નિર્માત થતાં લાલા ઓપ ચઢાવેલ વાસણો (Red Polish Ware)ને તે મળતા આવતા હોય છે.
પ્રસ્તુત ટૂકડો ઘડાના વચ્ચેના ભાગનો હોવા સંભવ છે. ઘડાને યોગ્ય રીતે તપાવીને તૈયાર કર્યા પછી કોઈ તિક્ષ્ણ ઓજારથી અક્ષરો કાઢેલા છે. હાલમાં તે પર ત્રણ અક્ષરો જોવા મળ્યા છે. જેનો ઉપલો કેટલોક ભાગ તૂટેલો છે. ખાસ તો પ્રથમ અને દ્વિતીય અક્ષરનો ઉપરનો ભાગ નષ્ટ થયેલો છે. આ કારણે આખાય શબ્દને ઉકેલવાનું મુશ્કેલ છે. પ્રથમ અક્ષર ટૂ બીજો મા અને છેલ્લો જો વાંચી શકાય છે. મતલબ કે આ બચેલો ભાગ સુમનો દેખાય છે. પ્રાચીન લિપિવિદ્યાને આધારે આ અક્ષરો દેવની મોરીના લેખ સાથે નીકટનું સામ્ય બતાવે છે. આ કારણે પ્રસ્તુત મૃત્પાત્રને ક્ષત્રપ પરિપાટીના લેખના નમૂના તરીકે ગણવું જોઈએ. અને તેને ચોથી સદીના અંત ભાગમાં મૂકી શકાશે. (જુઓ ચિત્ર-૩)