________________
142
બંસીધર ભટ્ટ
SAMBODHI
(e) પ્રસ્તુત, ગીતા ૧૩:૧૯-૨૨ના એકમના શ્લોક, વિશેષ વિવેચન માગી લે છે. અહીં
મહાભારત-કાલીન સાંખ્યના વિચારો મળી આવે છે. પરિપક્વ સાંખ્ય-દર્શનમાં, મૂળપ્રકૃતિ (વિકાર રહિત), પ્રકૃતિ-વિકૃતિ (સત્ત્વપ્રધાન વિકારયુક્ત પ્રકૃતિ) અને વિકૃતિ (સ્કૂલ મહાભૂવો વગેરેનું કારણ) છે, તેમાં મૂળ પ્રકૃતિ ગુણોને ઉત્પન્ન કરતી નથી, પણ ત્રણ ગુણ તત્ત્વોથી રચાયેલું એક તત્ત્વ છે. અને વિકારો તો પ્રકૃતિની વિકૃતિમાંથી ઉત્પન્ન થાય છે. પરંતુ, ૧૩:૧૯ મુજબ તો વિકારો અને ગુણો પ્રકૃતિમાંથી ઉપજે છે એમ જણાવ્યું છે. સાંખ્યમાં પુરુષ અનેક છે અહીં પુરુષ એક જ હોય એ રીતે વર્ણન આવે છે. શ્લોક ૨૨મો નૃસિંહતાપનીય ઉપ. (ઉત્તર) ૨:૯૨ “૩પષ્ટનુમન્તા...” ઉપરથી રચાયો છે.આ ઉપ.માં આ મંત્ર તથા આ શબ્દ-સમૂહ બીજા મંત્રો સાથે મૌલિક રીતે જોડાયેલા છે. તો વળી ગીતાનો આ શ્લોક જણાવે છે કે દેહમાં રહેલો પર પુરુષ, મહેશ્વર (મહાન-ઈશ્વર ?) નામથી પણ ઓળખાય છે. આમ શૈવ તત્ત્વની (?) આ શ્લોકમાં ગુંથણી કાંઈ વિચિત્ર લાગે છે. સરખાવો ગીતા ૫ઃ૨૯, ૯:૧૨) આ શ્લોકમાં પુરુષ: પર: શબ્દોથી ૧૯-૨૧માં જણાવેલા પુરુષથી કોઈ ભિન્ન તત્ત્વ હોય એવો અર્થ થઈ શકતો નથી, અહીં (શ્લોક ૨૨માં) તો પુરુષના પર્યાય દર્શાવ્યા છે. ઉપરાંત, આ શ્લોક આ એકમમાં પાછળથી ઉમેરાયો હોય તેમ ઉપર જણાવ્યું છે. (સરખાવો : ગાર્ગે, ૬૦, વેબર ૬૨-૬૩). સારાંશ એ કે ગીતાનો ૧૩મો અધ્યાય સાકાર કૃષ્ણ-તત્ત્વ અને કર્મયોગથી અલિપ્ત રહ્યો છે. તેમાં પણ ૧૯-૨૨ના તાત્ત્વિક વિચારો
તદ્દન જુદા પડી જાય છે, જેમકે ગીતા - ૧૩:૧૯-૨૨ (એકમ ૨). ૧. પ્રકૃતિ અનાદિ
૧૯-૨૦ વિકાર અને ગુણોની ઉત્પાદક
કાર્ય–કરણ—કર્તૃત્વમાં હતુ. ૨. પુરુષ અનાદિ, ગુણોમાં સંગ થવાથી સુખદુ:ખના ભોસ્તૃત્વમાં હતુ,
૧૯-૨૧ તેથી અનેક જન્મો.
ઉપદ્ર, અનુમંતા, મહેશ્વર, ભર્તા, ભોક્તા, પરમાત્મા,
૨૨ (પક) પર પુરુષ, વગેરે તેના પર્યાયો છે. ગીતા તેરમા અધ્યાયમાં ૧૯-૨૧ શ્લોક એક જુદો જ વિષય રજૂ કરે છે, તેમાં શ્લોક ૨૨ નૃસિંહતાપની ઉપ.ના આધારે પાછળથી રજૂ થયો છે. આ શ્લોકોને ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞ વર્ણન સાથે સંબંધ નથી.