________________
Vol. XXVII, 2004 ગીતામાં નિરાકાર–સાકાર તત્ત્વ વિચાર
139 રોનઃ (કાનિ) જેવાં તેવું સારી (દવો વગેરે) અને ખરાબ (પશુ વગેરે)
યોનિઓમાં થતા જન્મોમાં ૧૩:૨૨. પણ = નજીકથી નિરીક્ષણ કરનાર, તપાસ રાખનાર.
અનુમઝું = અનુમતિ, સંમતિ આપનાર. [“પ્રકૃતિ અને પુરુષ, બંનેનેય, તું અનાદિ તરીકે જાણ. વિકારોને અને ગુણોને પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલા જાણ (૧૯) કાર્ય, કરણ (સાધન) અને કર્તુત્વ (કર્તાપણા)માં કારણ, પ્રકૃતિ કહેવાય છે. પુરુષ, સુખ અને દુઃખના ભોક્નત્વ (ભોગવનારપણું)માં કારણ કહેવાય છે (૨૦). પુરુષ પ્રકૃતિમાં રહ્યો, પ્રકૃતિમાંથી ઉત્પન્ન થતા ગુણોને ભોગવે છે. (એના) સારી અને ખરાબ યોનિઓમાં જન્મોની બાબતે કારણ, એનો ગુણોથી સંગ (સંબંધ) છે (૨૧): ઉપદ્રષ્ટા, અનુમતિ આપનાર, ધારણ કરનાર, ભોક્તા મહેશ્વર; આ શરીરમાં બીજો (ઊંચા પ્રકારનો) પુરુષ છે, (ત) પરમાત્મા છે એમ પણ કહેવાય છે (૨૨)”]
(b) ગીતાના તેરમા અધ્યાયમાં મૂળ વિષય : પુરુષ પ્રકૃતિનું કે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞનું વર્ણન સળંગ ચાલ્યું આવે છે, અને તેમાં ગીતાના આ ૧૯-૨૨ શ્લોકો સ્વાભાવિક રીતે સંબંધમાં રહ્યા છે કે નહીં તે વિશે વિવેચન જરૂરી છે.
કાશ્મીરી વાચનામાં ૧૩:૧ની પહેલાં આવતો એક વધારાનો શ્લોક મળી આવે છે, જેમકેઃ ૧૩.૦ પ્રકૃતિ પુરુષ વૈવ ક્ષેત્રે ક્ષેત્રજ્ઞમેવ |
____एतद्वेदितुमिच्छामि, ज्ञानं ज्ञेयं च केशव ॥ [“હે કેશવ (કૃષ્ણ), પ્રકૃતિ અને પુરુષ, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ, જ્ઞાન અને શેવ; એ હું જાણવા ઇચ્છું છું” (૧)]
આ શ્લોકની મૌલિક્તા તપાસવા માટે ગીતાના ૧૭મા અધ્યાયના શ્લોકોને પ્રથમ દૃષ્ટિએ વિષયવાર નીચે મુજબ ગોઠવી શકાય.
૧-૬ ક્ષેત્ર વર્ણન. ૭-૧૧ જ્ઞાન (અજ્ઞાન) વર્ણન. ૧૨-૧૮ ય (જ્ઞાનગમ્ય) વર્ણન. ૧૯-૨૩ પુરુષ-પ્રકૃતિ વર્ણન. ૨૪-૩૪ પરમ તત્ત્વ પ્રાપ્તિ વગેરેનું વર્ણન.
અહીં ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞના વર્ણનને પ્રાધાન્ય આપ્યું છે. (૧-૩, ૨,૧૨, ૧૮. “ઉપસંહાર” ૨૬, (૩૩, ૩૪ “ઉપસંહાર”). શ્લોક ૧-૨ અને ૩૪ “ઉપસંહાર”માં પણ ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞના વર્ણનને જ