________________
134
બંસીધર ભટ્ટ
SAMBODHI
અધ્યાત્મ સ્વભાવ સાથે સમાંતર મૂકી શકાય. આ બે તત્ત્વો (બ્રહ્મ સ્વભાવ અને કૃષ્ણ-તત્ત્વ) આંતરિક (અધ્યાત્મ, દેહમાં) છે. જ્યારે અધિભૂત ક્ષર ભાવ અને પ્રાણીઓને જન્મ આપનાર કર્મ કે વિસર્ગ ભૌતિક કે બાહ્ય તત્ત્વો છે, અને અધિદેવત પુરુષ પણ દૈવી (અલૌકિક) પુરુષ તરીકે આંતરિક તત્ત્વોના સંદર્ભમાં દૈવી બાહ્ય તત્ત્વ છે. પુરુષ અહીં બ્રહ્મથી ઊંચું પરમ તત્ત્વ છે, કૃષ્ણચેતનરૂપ છે, એવું મોદી (૨૮૯) માને છે. ક્ષર ભાવ હોવાથી, અધિભૂત અને કર્મ બંને પ્રાકૃતિક તત્ત્વોમાં ગણાય છે. પણ અધિદેવત દૈવી હોવાથી, પુરુષ અધિભૂતથી ઊંચે ગણાય; જ્યારે અધ્યાત્મમાં આત્મા, અને પરમ અક્ષર બ્રહ્મ અને તેના સ્વભાવનું તત્ત્વ, અધિદૈવત કરતાં સૂક્ષ્મ, પર છે. અધિયજ્ઞ કૃષ્ણ–ચેતન-તત્ત્વને અધ્યાત્મની બરાબર ગણાવ્યું છે. આગળ ગીતા ૮:૧૩ જણાવે છે કે ઓમ્ એવા એકાક્ષર બ્રહ્મનું ઉચ્ચારણ કરતાં અને સાથે સાથે તે ઓમ્ સ્વરૂપ કૃષ્ણ તત્ત્વને યાદ કરતાં કરતાં મૃત્યુ પામનાર વ્યક્તિ પરમ ગતિ પામે છે. સરખાવો મોનિત્યક્ષ વ્યહિર”ામનુસ્મરર્ા : પ્રથતિ ત્યાન્વેટું સ યતિ પ૨માં તિઃ II) અહીં એ નોંધપાત્ર છે કે કૃષ્ણ ચેતન તત્ત્વ અધ્યાત્મમાં (આત્મા કે બ્રહ્મ સાથે) સમાન કક્ષામાં રહે છે, તેને સૌથી “ઉત્તમ” ગણવામાં નથી આવ્યું !
આ રીતે સંક્ષેપમાં ગીતા-૮: ૩-૪માં વ્યક્ત થતા વિચારો નીચે પ્રમાણ રજૂ કરી શકાય. ગીતા ૮૩–૪ (એકમ ૩) (બાહ્ય)
(આંતરિક) સમાન તત્ત્વો
પુરુષ
અધિભૂત અધિદેવત
અધ્યાત્મ અધિયજ્ઞ (ભૌતિક) (દૈવી)
(ચેતન) (ચેતન) ક્ષર ભાવ
પરમ અક્ષર આ–દેહમાં રહેલો “હું” (૮.૪) (૮.૪)
બ્રહ્મ
કૃષ્ણ તત્ત્વ + ભૂતભાવોને
+ સ્વભાવ (૮-૪) ઉત્પન્ન કરનાર
(૮.૩) (યજ્ઞ) (૮.૩) (પુરુષ) નં. ૧ સૌથી ઊતરતી કક્ષાનું તત્ત્વ ગણાય. (તે ભૌતિક છે) નં. ૨ નં. ૧થી ઊંચી કક્ષાનું પણ નં. ૩ અને ૪થી ઊતરતી કક્ષાનું તત્ત્વ છે. (તે દૈવી છે) નં. ૩–૪આ બંને તત્ત્વોને અહીં સમાન કે સમાંતર ગયાં હોય એમ લાગે છે (અધ્યાત્મિક).
(ઓમ્)