________________
Vol. XXVII, 2004
ગીતામાં નિરાકાર સાકાર તત્ત્વ વિચાર
121
૧૬મા શ્લોકના પુરુષો માટેનું મૂળ આલેખન વધુ પારદર્શી રહે તે માટે પ્રકૃતિ તત્ત્વના નિદર્શનને અહીં સ્થાન નથી આપ્યું. આમ છતાં, સર્વે ભૂતાત્મા કે જીવાત્મા અહીં (૧૫:૧૬માં) તેમની મુખ્તાવસ્થામાં પણ શાશ્વત કે સનાતન જીવાત્મા રૂપે જ છે કે તે (બ્રહ્મ કે પરમાત્મા કે એવા કોઈ) સર્વવ્યાપી મૂળ ચેતનરૂપે છે, એ બાબતની સ્પષ્ટતા આ લેખમાં પ્રસ્તુત નથી. ગીતામાં તેનાથી જુદી વિચારધારા સ્પષ્ટ છે; જીવાત્મા મુક્તાવસ્થામાં પણ જીવાત્મા સ્વરૂપે–સનાતન અંશરૂપે રહે છે. (ગીતા ૧૫:૭) ઉપર્યુક્ત મુદ્દા (૨)માં અક્ષર–પુરુષને ફૂટસ્થ કહ્યો છે (૧૫:૧૬). આ અક્ષર તત્ત્વને ગીતા ૧૨:૨માં ફૂટસ્થ ઉપરાંત અવ્યક્ત, સર્વવ્યાપી, અચળ તરીકે જણાવે છે : (...અક્ષાં...વ્યરું...સર્વત્ર....ફૂટીમાં ... ; સરખાવો =ગીતા ૮:૨૧=વ્યક્ટ્રોડક્ષર રૂત્યુp:=... જુઓ આગળ, એકમ ૪). એ રીતે, (૧૫:૧૭)માં વ્યક્ત થતી ગીતાની, ઉપર મુદ્દા(૩)માં જણાવેલી વિચારસરણી ગીતા માટે અને ભારતીય તત્ત્વજ્ઞાનમાં નવી નથી. ગીતા ૧૩:૨૨ મુજબ દેહમાં રહેલા “બીજા (જુદા)” પુરુષને ભર્તા (ધારણ કરનાર), અને પરમાત્મા, તથા તે રીતે ૧૩.૩૧માં તેવા પરમાત્માને અવ્યય, અનાદિ કહ્યો છે (જુઓ એકમ પર...મર્તા.. પરમાત્મા...હૈદે. પુરુષ: પર: | અને અનાલિત્વી...પરમાત્મા...મ:...), વળી, ગીતા ૧૮:૬૧ ઈશ્વરને સર્વ ભૂતોનાપ્રાણીઓના હૃદયમાં રહેલો જણાવે છે (ફુર: સર્વભૂતાનાં દેશે...તિકૃતિ ) પણ ગીતા ૧૫.૧૭માં અન્ય (બીજા, જુદા) શબ્દ ગીતા ૧૫ઃ૧૮માં વ્યક્ત થતા, મુદ્દા (૪)માં જણાવેલા વિચારોમાં સાકાર-કૃષ્ણરૂપ વ્યક્તિગત ચેતન તત્ત્વ સ્પષ્ટ કરે છે. ગીતામાં આવા પ્રકારના વિચારો પ્રમાણમાં વિશેષ તરી આવે છે. તે ચેતન મૂળે અવ્યક્ત, અવ્યય, અનુત્તમ–સૌ ઉત્તમમાં ઉત્તમ છે (૭. ૨૪.
વ્ય$.. મવ્યયમનુત્તમમ્ II). ગીતાના ૮મા અધ્યાયમાં તો અવ્યક્તથી પણ અવ્યક્ત ભાવને અવિનાશી જણાવ્યો છે (શ્લોક ૨૦), આવું અવ્યક્ત અક્ષર ગણાતું કૃષ્ણનું પરમ ધામ પ્રાપ્ત થતાં ફરીથી જન્મ થતો નથી (શ્લોક ૨૧; આગળ જુઓ એકમ ૪), કૃષ્ણ અવ્યક્ત–મૂર્તિ છે (૯:૪ મયા... રુમૂર્તિના !). આમ, ૧૫ઃ૧૮ તેની આગળના ૧૬–૧૭ શ્લોકોમાં જણાવેલાં ક્ષર
અને અક્ષર તત્ત્વોથી ઉત્તમ તત્ત્વ સાકાર-કૃષ્ણ-રૂપ ચેતન તત્ત્વનો આદેશ કરે છે. (e) હવે ઉપર સ્પષ્ટ કરેલા ૧-૪ મુદ્દાઓ (૧૫:૧૬-૧૮) એક પછી એક, વિચારોથી કેવી રીતે
સંકળાયેલા રહ્યા છે તે વિવેચન માગી લે છે. તેમાં ૧૭-૧૮ શ્લોકો, ૧–૪ મુદ્દામાં કયા મુદ્દા સાથે સંબંધમાં હશે તે નક્કી કરવું મુશ્કેલ છે. સ્વાભાવિક રીતે ૧-૪ મુદ્દાઓ સંબંધની દષ્ટિએ કુલ ચાર
વિભાગમાં વહેંચી શકાય; જેમકે (i) વિભાગ ૧ (૧) મુદ્દો ૧ (૧૫:૧૬)–ક્ષર પુરૂષ (૨) મુદ્દો ૨ + મુદ્દો ૩ (૧૫:૧૬–૧૭)–અક્ષર પુરુષ તે “પરમાત્મા” (૩) મુદ્દો ૪ (૧૫:૧૮)–ઉપરનાં બંને તત્ત્વથી વિશિષ્ટ “પુરુષોત્તમ”—કૃષ્ણ