________________
Vol. XXVI, 2004
ગીતામાં નિરાકાર-સાકાર તત્ત્વ વિચાર
123
અહીં મુદ્દો ૨ (૧૫:૧૬) સાથે મુદ્દો ૩ (૧૫:૧૭) લઈ ઉપર વિભાગ ૧ મુજબ એક ગણી, અને મુદ્દા ૩ (૧૫:૧૭) સાથે મુદ્દો ૪ (૧૫-૧૮) લઈ વિભાગ ૨ મુજબ એક ગણી, કુલ મુદ્દા ૨-૪ ને એક સ્વરૂપે લઈ શકાય. આમ અહીં કુલ બે ચેતન તત્ત્વની બાબત સ્પષ્ટ થાય છે; “ક્ષર” - (જીવાત્મા વગેરે) અને બીજું “કૂટસ્થ, પરમાત્મા” તત્ત્વ; જે કૃષ્ણ-પુરુષોત્તમ સ્વરૂપ છે. ગીતાને આવો વિચાર માન્ય હોય એમ લાગતું નથી. ગીતાનું સાકાર-કૃષ્ણ-તત્ત્વ સામાન્ય નિરાકાર બ્રહ્મ કે પુરુષ જેવાં તત્ત્વથી પર હોય તેવો આશય વધારે વ્યક્ત થાય છે. ઉપરના ૧-૪ વિભાગોમાં, વિભાગ ૩ની વિચારધારામાં ત્રણ મુખ્ય ચેતન તત્ત્વોની બાબત (“કૂટસ્થ”, “પરમાત્મા”, “પુરુષોત્તમ”) કાંઈ વિચિત્ર લાગે છે. જ્યારે વિભાગ ૧ માં “કૂટસ્થ પરમાત્મા” તત્ત્વ ઉપરાંત “સાકાર-પુરુષોત્તમ-કૃષ્ણ સ્વરૂપ”, એવાં કુલ બે મુખ્ય ચેતન તત્ત્વનો વિચાર છે, તેમ વિભાગ ર મુજબ પણ મુખ્ય બે ચેતન તત્ત્વ છે. “ફૂટસ્થ પુરુષ” અને “પરમાત્મા પુરુષોત્તમ-કૃષ્ણ
સ્વરૂપ”. ગીતામાં ૧૫:૧૬-૧૮ સિવાય બીજે આ પ્રકારની વિચારધારા સ્પષ્ટરૂપે જણાઈ આવતી નથી. તો ગીતા ૧૫:૧૬-૧૭ – શ્લોકોને લીધે ઉત્પન્ન થતી આ સમસ્યાનો ઉકેલ શો? ગીતામાં તે શ્લોકો ક્ષેપક હશે ? અને ૧૮મો શ્લોક તે પછીથી ઉમેરાયો હશે ?
માલીનાર (૩૫ર-૩૫૪) તો ૧૫:૧૮ની રચના ૧૫:૧૬-૧૭ પછી થયેલી માને છે, ઉપરાંત, ગીતાના ૧૩-૧૫ અધ્યાયો ગીતામાં એક જુદો સમૂહ હોય એમ દર્શાવે છે; મૂળ ગીતા સાથે એનો સંબંધ મુશ્કેલ છે. મોદી (૬૧૭ ) અહીં પુરુષોત્તમ તત્ત્વને (૧૫:૧૮) ગીતા ૧૫.૧૧૫ શ્લોકો સાથે જોડે છે, પણ તે પ્રકારનો “સંબંધ” યોગ્ય લાગતો નથી. શ્રાડરે (2) પણ તેને અસંબદ્ધ શ્લોકો ગણ્યા છે. અમે માલીનારના મતને સમર્થન આપીએ છીએ. (f) ઉપરનાં વિવેચન ઉપરથી ગીતા-૧૫માં ૧૬-૧૮ શ્લોકોના વિચારો નીચે મુજબ ટૂંકમાં જણાવી
શકાય.
ગીતા-૧૫:૧૬-૧૮ (એકમ ૧) ૧ સર્વ ભૂતો - પુરુષ ક્ષર (૧૫:૧૬) (ક્ષર, સાંસારિક (+જીવાત્મા)
બંધનને લીધે.) ૨ ફૂટસ્થ
પુરુષ અક્ષર (૧૫-૧૬) ૩ ત્રણે લોકનો ઉત્તમ પુરુષ પરમાત્મા (૧૫-૧૭)
ભર્તા-અવ્યય ઈશ્વર.
ઉa ક્ષર-અક્ષરથી ઉત્તમ. કૃષ્ણ પુરુષોત્તમ (૧૫-૧૮) (પક)
ગીતા ૧૫:૧૬-૧૮, ગીતાના પંદરમા અધ્યાયમાં એક જૂદો જ વિષય રજૂ કરે છે; અને આજુબાજુના બીજા વિષયની સાથે તેનો સંબંધ બાંધી શકાય એમ નથી. તેમાં પણ ૧૮મો શ્લોક આ એકમમાં પાછળથી ક્ષેપક થયો છે.