________________
126
બંસીધર ભટ્ટ
SAMBODHI
એમ લાગે છે. ગીતા ૭:૪ને મુંડક ઉપ. ૨૩ સાથે સરખાવી શકાય (તમન્નાયતે પ્રાણી મનઃ
સર્વેદ્રિયાગ ૨ | વાયુતિરાઃ પૃથિવી----). (d) વળી, અહીં શ્લોક ૪ અને શ્લોક ૫ જોતાં, બે પ્રકૃતિ તત્ત્વોનો વિચાર તરી આવે છે. આના
સંદર્ભમાં ગીતા ૧૫ઃ૧૬માં બે પુરુષ તત્ત્વોની તુલના આવશ્યક થઈ પડે છે. ૧૫૧૬માં ક્ષરપુરુષ તરીકે જો ચેતન જીવાત્માનો સ્પષ્ટ નિર્દેશ થયો હોત તો, મૂળે સનાતન અવિનાશી ચેતન તત્ત્વ (કે તત્ત્વના અંશ)રૂપે તે જીવાત્માને અહીં ક્ષર (નાશવંત) પુરુષ તરીકે જણાવવામાં પ્રથમ દૃષ્ટિએ વિચાર-દોષ પણ ઉપસ્થિત થાત ! આથી, ક્ષર-પુરુષ પ્રકારમાં, મુખ્યત્વે વિકારી ભૌતિક તત્ત્વો તરીકે ઓળખાતાં સર્વ ભૂતાનિ તત્ત્વોને આગળ દર્શાવી, તે જ ભૌતિક તત્ત્વોની અસર નીચે ઉદ્ભવેલા જીવાત્મા જેવા ચેતન તત્ત્વનો, તે સfખા ભૂતન તત્ત્વોમાં સ્વાભાવિક રીતે થઈ જતા સમાવેશને અધ્યાહાર-પૃષ્ઠભૂમિમાં-રાખ્યો. એટલે વાચકે અહીં, સવળ ભૂતાનિ માં જીવાત્માની પણ ગણના કરવી જોઈએ. મોદી (૬૦૮) પણ ભૂતોનો અર્થ જીવાત્મા કરે છે (વિસ્તાર માટે જુઓ ઉપર એકમ ૧). પરંતુ ગીતા ૭:૪-૬નો વિચાર કાંઈ જુદો છે. શ્લોક પમાં જીવ તત્ત્વની પરા પ્રકૃતિ તરીકે ગણના કરીને તે તત્ત્વથી જગત ટકી રહ્યું છે તેવો સ્પષ્ટ નિર્દેશ થયો છે. તથા શ્લોક ૬ મુજબ આ જીવભૂત ચેતન તત્ત્વ અને શ્લોક ૪માં જણાવેલી આઠ અપરા પ્રકૃતિ રૂપ અચેતન તત્ત્વ; તે બંને તત્ત્વોને ભેગાં, સર્વાળિ મૂતનિનાં (સર્વે ભૂતોનાં) કારણ કહ્યાં છે. આ ઉપરથી અહીં આવભૂત તત્ત્વનો શુદ્ધ ચેતનરૂપે નિર્દેશ થયો છે (સાંસારિક બંધનયુક્ત જીવાત્મા રૂપે નહીં), અને તેને ચેતન પુરુષ તરીકે ગણવાને બદલે અહીં પ્રકૃતિના પ્રકારમાં ગણ્યો છે ! માલીનાર (ર૩૦) તદ્યોનીનમાં પતનો અર્થ પરા પ્રકૃતિ (૭:૫) લે છે અને તેના આધાર માટે ૭:૧૦નો ઉલ્લેખ કરે છે (વીન્ન માં સર્વભૂતાનાં---- સનાતનમ્ ) મોદી (૩૪૫-૩૪૬) પરા પ્રકૃતિને અક્ષર બ્રહ્મ તરીકે લે છે, પરા પ્રકૃતિ સાકાર-કૃષ્ણ-તત્ત્વ તરીકે
નથી. (e) તો શ્લોક ૪માં અને પમાં જે પ્રવૃતિ= શબ્દોથી આઠ પ્રકારે ભિન્ન - અચેતન તત્ત્વને અને
જીવભૂત ચેતન તત્ત્વને કૃષ્ણ પોતાના “સ્વભાવ' (રૂપરહિત, સંજ્ઞામાત્ર, અંત:કરણથી અનુભવગમ્ય કે ભાવ) તરીકે સ્વીકાર્યા (જુઓ ગીતા ૮:૩-૪......આગળ એકમ ૩-૪)? અથવા તો આઠ પ્રકૃતિ તત્ત્વને (શ્લોક ૪) અને જીવતત્ત્વને (શ્લોક ૫) મૂળ કારણ (પ્રકૃતિ) તત્ત્વ માનીને ચેતન જીવતત્ત્વને ઊંચું સ્થાન (પરા પ્રકૃતિ) આપ્યું? આ બાબતની
સ્પષ્ટતા આગળ કરવામાં આવશે. (f) શ્લોક ૪ના અચેતન પ્રવૃતિ તત્ત્વને જગતમાં જીવ જેવી ચેતન પ્રકૃતિની આવશ્યકતા રહે
છે, કારણ કે ચેતન-જીવ-તત્ત્વથી જ જગતનો વ્યવહાર ટકી રહે છે. પરંતુ આ બંને કારણોનો અધિપતિ સાકાર-કૃષ્ણરૂપ ચેતન તત્ત્વ છે તે ગીતા ૭૪૬ સ્પષ્ટ કરે છે. આ સર્વ જગતનો પ્રભવ - ઉત્પન્ન કરનાર, તથા પ્રલય, - તેને પોતાના સ્વરૂપમાં સમાવી લેનાર