________________
120
બંસીધર ભટ્ટ
SAMBODHI
તત્ત્વજ્ઞાનની વિચારધારામાં મળી આવતો નથી. જો કે ક્ષર અને અક્ષર સાથેના પુરુષ શબ્દના પ્રયોગની જેમ પ્રકૃતિ શબ્દનો પ્રયોગ પણ આ રીતે બંને પ્રકારનાં (ચેતન અને અચેતન) તત્ત્વો સાથે જોવા મળે છે, તે આગળ ઉપર દર્શાવવામાં આવશે (જુઓ એકમ ૨). અમને એમ જણાય છે કે ૧૫:૧૬માં “પૂતન"=“ભૌતિક(અચેતન) તત્ત્વો” જેવો અર્થ ગીતાને માન્ય નહીં હોય; અને ઉપર્યુક્ત જે અન્ય અર્થ ગીતામાં અને અન્ય ભારતીય વિચારધારામાં મળી આવે છે; તે ગીતાને માન્ય જણાય છે. મોદી(૬૦૮) પણ આવો જ અર્થ લે છે. આવા પ્રકારની, બે પુરુષ ચેતન તત્ત્વની વિચારધારા મુંડક ઉપનિષદમાં (૩:૧–૩) મળી આવે
છે; જેમ કે 3.१ द्वा सुवर्णा सयुजा सखाया समानं वृक्षं परिषस्वजाते । ૩.૨ સમાને વૃક્ષે પુરુષો... અનીશયો.. શીત મુહ્યમાન: I
...યા પન્ચચમીશમસ્ય...તિ વીતશો? 3.3 यदा पश्यः पश्यते...ईशं पुरुषं ब्रह्मयोनिम् ।
तदा विद्वान्...परमं साम्यमुपैति ॥ [બે સુંદર પાંખવાળા, (મૈત્રીથી) જોડાયેલા, મિત્રો (સવા=સરખા નામવાળા). સમાન વૃક્ષ રહે છે... (૧) સમાનવૃક્ષ ઉપર પુરુષ “અનીશાથી” (“માયા”, ઈશ-વિનાની, સ્વતંત્ર ?) મુંઝાતો શોક કરે છે. જ્યારે બીજા જુદા) એના ઈશને જુએ છે; એ રીતે તે શોક વગરનો છે (૨). જયારે દ્રષ્ટા ... બ્રહ્મયોનિ (?) ઈશ પુરુષને જુએ છે ત્યારે તે (દ્રષ્ટા) વિદ્વાન્ (ઈશનું) પરમ સામ્ય પામે છે (૩).”]. અહીં બે “પક્ષીઓ”માં; એક જીવાત્મા છે; તેને પુરુષ કહ્યો છે (૨). અને બીજો ઈશ, બ્રહ્મયોનિ છે, તેને પણ પુરુષ કહ્યો છે (૩). તે બે પુરુષ જ ગીતા ૧૫:૧૬ ક્ષર-પુરુષ જીવાત્મા, અને અક્ષર પુરુષ કૂટસ્થ, પરમાત્મા સાથે સરખાવી શકાય. ૧૫ઃ૧૬માં આવતા પુરુષના વર્ણનની વિશદતા માટે તે બે પુરુષનું આલેખન કાંઈક નીચે મુજબ કરી શકાય.
ટેબલ ૩ઃ ગીતા ૧૫ ૧૬ બે પુરુષોઃ ક્ષર અને અક્ષર
A /
૧
A. અક્ષર પુરુષ વર્તુણ ૧ અચળ, કૂટસ્થ
a. ક્ષર પુરુષ વર્તુળ ૨. સર્વે ભૂતો, જીવાત્મા, વગેરે. અહીં axક્ષર પુરુષ. (વર્તુળ ૨) : સર્વે ભૂતો, જીવાત્મા. વગેરે મૂળ A=અક્ષર પુરુષ (વર્તુળ ૧)માં ઉદ્દભવ પામેલાં તત્ત્વો છે. a માંનાં ભૌતિક અને જીવાત્મારૂપ તત્ત્વોની પૃષ્ઠભૂમિમાં પ્રકૃતિ તત્ત્વ કારણભૂત છે. પરંતુ,